Pics: પદ્મશ્રીના સમાચાર આપવા અધિકારીઓ પહોંચ્યા, તો ગાયોની વચ્ચો ઉભા હતા આ શખ્સ
લક્ષ્મીકાંત રુઈકર/બીડ : મહારાષ્ટ્રના નાનકડા ગામમાં રહેનાર શેખ શબ્બીર મામુ 25 જાન્યુઆરીના રોજ અચાનક સેલિબ્રિટી બની ગયા. કારણ કે આ દિવસે તેમના નામને પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ હતી. તેમને ગૌ-સેવા માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. શબ્બીરના આ વાતની ખબર ન હતી કે, તેમને કયો પુરસ્કાર મળવાનો છે. તેમણે આ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું. તેમણે માત્ર વગર કોઈ કિંમતની આશાએ ગૌ-સેવા કરી છે. તેમનો પુત્ર અને વહુ પણ હવે આ કામમાં લાગી ગયા છે. ગૌવંશને બચાવવાનું કામ ગત 50 વર્ષોથી તેઓ કરી રહ્યાં છે, જેના માટે પોતાની 40 એકર જમીન પર કોઈ ખેતીવાડી કરતા નથી, માત્ર ઘાસ જ ઉગાવે છે અને ગૌવંશનું પાલનપોષણ કરે છે.
શબ્બીરની આગામી પેઢી એટલે કે તેમના બે દીકરા અને વહુઓ હવે તેમને મદદ કરે છે. તેઓ પણ શબ્બીરના રાહ પર ચાલી નીકળ્યા છે. શબ્બીરના દીકરા કહે છે કે, કોઈ પણ પ્રાણીની સેવા બહુ જ પુણ્યનું કામ છે. અમે આ વાત મારા પિતા પાસેથી શીખ્યા કે ગૌ-સેવામાં જ શાંતિ છે. અમે પિતાનું આ કામ ચાલુ રાખીશું.
જ્યારે સરકાર કર્મચારીઓ પદ્મશ્રીની જાહેરાત લઈને તેમની પાસે પહોંચ્યા, તો તેઓ તબેલામાં હતા. મોબાઈલ ફોનનો પણ ઉપયોગ નથી કરતા, તેથી તેમના આવ્યા સુધી સરકારી ઓફિસરોને તેમની રાહ જોવી પડી હતી. શબ્બીર કહે છે કે, કયો એવોર્ડ મળ્યો છે, તે માલૂમ નથી. મેં ક્યારેય એવોર્ડ માટે કામ કર્યું નથી.
આજે શબ્બીર મામુની પાસે 175થી પણ વધુ જાદા મવેશી છે. જેમનો ઉછેર મોટું કામ છે. પરંતુ ગૌ-સેવાનો વ્રત લેનાર શબ્બીર મામુનું કહેવું છે કે, જ્યાં ચાહ હોતી હૈ, વહા રાહ બિલકુલ નીકલતી હૈ. અનેક લોકોએ તેમને મદદ કરી છે.
શબ્બીર મામુ આ ગાયોનું છાણ વેચીને પોતાનું ઘર ચલાવે છે, જેમના માટે તેઓને વાર્ષિક 60થી 70 હજાર રૂપિયા મળે છે. ક્યારેય પણ કોઈ બળદને ચલાવવાનો વારો આવ્યો નથી. તેઓ ખરીદનાર પાસેથી એવું લખાવી લે છએ કે, જો બળદ બીમાર પડ્યો કે, કોઈ કામ કરવાને લાયક ન રહ્યો, તો તેને પાછો લાવવો. તેની જેટલી પણ કિંમત થશે, તે ચૂકવી દેવાશે. પણ તેને કતલખાનામાં ન મોકલવામાં આવે.
શેખ શબ્બીર મામુના નામથી તેઓ વિસ્તારમાં પ્રખ્યાત છે. જ્યારે કોઈ ગાયને બાળક થાય છે, તો તેનું પાલનપોષણ પણ શબ્બીર મામુ જ કરે છે.
શેખ શબ્બીરે જણાવ્યું કે, તેમના પિતાનું કતલખાનું હતું. 10 વર્ષની ઉંમરે તેમણે ગાયને કપાતી જોઈ હતી. આ ઘટનાની તેમના પર એટલી ઊંડી અસર પડી. કોઈ પ્રાણીને આવી રીતે તડપીને મરતા જોવું તેમને ખરાબ લાગ્યું હતું. તેમણે પિતાનું કતલખાનુ બંધ કરાવ્યું અને ખુદ 10 ગાય લઈને આવ્યા. તેમનો ઉછેર કરવા લાગ્યા. તેના બાદ અત્યાર સુધી 50 વર્ષોમાં તેમની પાસે 176 ગાય અને બળદ છે. જેને તેઓ ખુદ પાળે છે. તો બીજી તરફ, ગૌવંશને ખવડાવવા માટે પોતાની વારસાઈ 50 એકર જમીન પર ઘાસ પણ ઉગાડે છે.
Trending Photos