local body polls

મહાનગરોના મેયરની પસંદગીમાં મિથુન રાશિનો પ્રભાવ, ‘ક’ અક્ષરનો રહ્યો દબદબો

 • કિરીટ પરમાર, કિર્તીબેન દાણીધારિયા અને કેયુર રોકડિયા... ત્રણેય નવા મેયરના નામ ‘ક’ પરથી
 • સુરત, જામનગર અને રાજકોટના મેયરના નામની જાહેરાત બાકી છે

Mar 10, 2021, 11:01 AM IST

કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા

 • વડોદરાના નવા હોદ્દેદારોનું લાલ જાજમ બિછાવીને કોર્પોરેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
 • વડોદરામાં ભાજપે ફરી એકવાર વોર્ડ 8 માંથી ચૂંટેલા ભાજપ ઉમેદવારને મેયર બનાવ્યા
 • કેયુર રોકડિયા વડોદરાના 25 માં મેયર બન્યા છે. તો ડો.હિતેન્દ્ર પટેલ બીજીવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા

Mar 10, 2021, 10:20 AM IST

કિર્તીબેન દાણીધારિયા સંભાળશે ભાવનગરની સત્તાનું સુકાન, બન્યા નવા મેયર

અમદાવાદની સાથે હવે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત થઈ છે. કિર્તીબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. ત્યારે કિર્તીબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 

Mar 10, 2021, 10:11 AM IST

અમદાવાદને નવા શાસકો મળ્યા, કિરીટ પરમાર બન્યા શહેરના નવા મેયર 

 • નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા
 • અમદાવાદના મેયર અને અન્ય 4 હોદ્દેદારો પણ આજે પોતાના ટેકેદારોની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કર્યું

Mar 10, 2021, 09:49 AM IST

આજે 3 મહાનગરોને મળશે નવા મેયર, તે પહેલા યોજાશે ભાજપની એજન્ડા બેઠક

 • ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપામાં નવા મેયર, નવા ડેપ્યૂટી મેયર અને નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થશે

Mar 10, 2021, 08:03 AM IST

બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે?

 • દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ સરપ્રાઇઝ પણ આપવામાં આવી શકે છે
 • CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી

Mar 9, 2021, 12:02 PM IST

વિધાનસભામાં રૂપાણીએ ગીત લલકાર્યું, વક્તને કિયા ક્યા હસી સિતમ... હમ હમ ન રહે તુમ તુમ ન રહે..

 • ગુજરાત વિધાનસભાના સત્રમાં સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ હાર પર ફિલ્મનું ગીત લલકાર્યું 
 • મુખ્યમંત્રીએ કહ્યું, મને દુઃખ છે કે, મારા બંને મિત્રોને પરિણામ પછી રાજીનામા આપવા પડ્યા

Mar 6, 2021, 02:41 PM IST

મલાઈદાર મેયરના પદ માટે આ નામો છે ચર્ચામાં, જાણો કોને લાગશે લોટરી?

 • મેયર, ડેપ્યુટી મેયર બનવા માટે રીતસરની રેસ ચાલી રહી છે. ત્યારે આગામી સપ્તાહના અંતમાં મહાનગરોને નવા મેયર મળશે
 • ભાવનગર મનપામાં અત્યાર સુધીમાં 20 મેયર રહી ચૂક્યા છે, હવે 21 માં મેયરની પસંદગી કરાશે

Mar 5, 2021, 09:28 AM IST

કોઈ કાળે ભાજપ અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ નહિ ગુમાવે, સોલિડ માસ્ટર પ્લાન બનાવ્યો

અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 30 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી છે. છતાં અમદાવાદ જિલ્લા પંચાયત (jilla panchayat) માં ભાજપમાં પ્રમુખપદ ગુમાવી શકે તેવુ દેખાઈ રહ્યું છે. જોકે, પ્રમુખ પદ માટે ભાજપ એડીચોટીનુ જોર લગાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ માટે ભાજપ પોતાના નવા માસ્ટર પ્લાન પર પણ કામ કરી શકે છે. 

Mar 4, 2021, 12:22 PM IST

આઝાદી બાદ પહેલીવાર તાપી જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

 • તાપી જિલ્લાની 7 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. જ્યારે કે, બે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો
 • તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર કોંગ્રેસ માટે આઘાતજનક પરિણામો આવ્યા

Mar 4, 2021, 11:43 AM IST

ભવ્ય જીત બાદ CM એ કહ્યું, ગુજરાતની જનતાએ કોંગ્રેસના લોકોને વીણીને સાફ કર્યાં છે

 • ભવ્ય વિજય બાદ વિજય રૂપાણીએ કહ્યું કે, આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે

Mar 2, 2021, 02:06 PM IST

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાડી શક્યો

 • હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે
 • વિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતું ખૂલ્યુ જ નથી

Mar 2, 2021, 01:33 PM IST

કોંગ્રેસના પંજા પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું, કમલમમાં જીતની તૈયારીઓ શરૂ

 • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવા જઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપની ઓફિસ કમલમ ખાતે વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ

Mar 2, 2021, 12:28 PM IST

બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો, મોરબી નગરપાલિકા ભાજપે બાજી મારી

 • મોરબીમાં ભાજપ તરફી પરિણામ લાવવામાં બ્રિજેશ મેરજાનો રોલ કહી શકાય. બ્રિજેશ મેરજા કોંગ્રેસના મતદારોને ભાજપ તરફ લાવવામાં સફળ થયા

Mar 2, 2021, 11:49 AM IST

પરિવર્તનનો પવન ફૂંકાયો, ભાજપે વિજય તરફ રમરમાટ દોટ લગાવી 

 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈએ તો, 2015માં જે મતદારો ભાજપથી રિસાયા હતા, તેમણે 2021માં ભાજપ પર ભરોસો મૂક્યો છે તેવું દેખાઈ રહ્યું છે
 • શરૂઆતનો ટ્રેન્ડ ભાજપ તરફી દેખાઈ રહ્યો છે, ભાજપના દિગ્ગજો તો અગાઉથી જ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે 

Mar 2, 2021, 10:49 AM IST

નગરપાલિકા ચૂંટણીના પરિણામનું મહાકવરેજ Live : ભાજપ જીત તરફ આગળ

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાઓની આજે મત ગણતરી. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક પર દિવસભર જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ... નગરપાલિકાનું પરિણામ લાઈવ....

Mar 2, 2021, 08:41 AM IST

મતગણતરીનું મહાકવરેજ : કોણ બાજી મારશે? આજે પરિવર્તન થશે કે પુનરાવર્તન?

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાઓની આજે મત ગણતરી. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક પર દિવસભર જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ...
 

Mar 2, 2021, 07:24 AM IST

બાવળિયાનો બફાટ, ખુલ્લમ ખુલ્લા કહી દીધુ કે કોને વોટ આપ્યો

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે વિંછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું. સવારે મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ કુંવરજી બાવળિયા (kunwarji bawadiya) મતદાન બૂથ પર પહોંચી ગયા હતા. તેમણે પોતાની મતદાતા તરીકેની ફરજ બજાવી હતી. સાથે જ તેમણે સૌ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા ખાસ અપીલ કરી હતી. આ અપીલ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મતદાનની ગુપ્તતા ભૂલ્યા હતા.  મતદાન કરીને તેમણે જાહેરમાં કહ્યું કે, મેં ભાજપના ઉમેદવારને મત આપ્યો. સાથે જ તેમણે ભાજપને મત આપવા માટે અપીલ પણ કરી. ત્યારે તેમના આ બફાટનો વીડિયો પણ સામે આવ્યો છે. 

Feb 28, 2021, 02:43 PM IST

મતદાનનું મહાકવરેજ, જિલ્લા-તાલુકાઓમાં ઠેર ઠેર ચૂંટણીનો બહિષ્કાર કરાયો

 • બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 31 જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન 32.74 ટકા થયું છે. તો રાજ્યની 81 નગરપાલીકામાં સરેરાશ 31 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યની 231 તાલુકા પંચાયતમાં સરેરાશ 33.02 ટકા મતદાન થયું

Feb 28, 2021, 02:11 PM IST

પંચમહાલના આ બૂથ પર સવારથી એક પણ મત નથી પડ્યો, કર્યો ચૂંટણીનો બહિષ્કાર

પંચમહાલમાં હાલ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. પંચમહાલના દરેક તાલુકામાં મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ, પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત 2 માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ છે. 

Feb 28, 2021, 12:53 PM IST