મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યોએ સંભાળ્યો ચાર્જ, દરેકે કહ્યું ગુજરાતના વિકાસને વેગ એજ વિઝન

બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વિધિવત રીતે પદભાર સંભાળ્યો. ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાતના સીએમ તરીકે નો પદભાર સંભાળ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેમના મંત્રીમંડળના અન્ય 16 સભ્યોએ પણ પદભાર સંભાળ્યો.

1/6
image

ગાંધીનગર સ્થિત સચિવાલયમાં આવેલાં સ્વર્ણિમ સંકુલ એકમાં કેબિનેટ કક્ષાના મંત્રી અને સ્વર્ણિમ સંકુલ-2 માં રાજ્યકક્ષાના મંત્રીઓેએ આજે વિધિવત રીતે સરકારના મંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળ્યો. 

2/6
image

મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રીને પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યાં. સામે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સૌને ગુજરાતના વિકાસના વેગને આગળ ધપાવવાની નેમ સાથે શુભેચ્છા પાઠવી.  

3/6
image

ગાંધીનગર સ્થિત સચિવાલયમાં આવેલાં સ્વર્ણિમ સંકુલ એકમાં કેબિનેટ કક્ષાના મંત્રી અને સ્વર્ણિમ સંકુલ-2 માં રાજ્યકક્ષાના મંત્રીઓેએ આજે વિધિવત રીતે સરકારના મંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળ્યો. 

4/6
image

મુખ્યમંત્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી 'સહુજન હિતાય સહુજન સુખાય'ની ખેવના સાથે કાર્યભાર CM ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો.

5/6
image

અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો.

6/6
image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધિવત રીતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો.