Gandhinagar News: ગાંધીનગરના કલ્ચરલ ફોરમ ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકાના વિકાસ કાર્યોના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે પણ નવરાત્રી આખી રાત ચાલશે તેવો સ્પષ્ટ ઈશારો કર્યો છે. આ સમારોહમાં તેમણે શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાઓ અંગે મહત્વની વાતો રજૂ કરી હતી.
Gandhinagar News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 13 સપ્ટેમ્બરના રોજ રાજ્યના સુકાની તરીકે પોતાના શાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આ સીમાચિહ્ન પાર કરવાની સાથે જ તેઓ રાજ્યના રાજકીય ઇતિહાસમાં સળંગ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ગુજરાતના ૫મા મુખ્યમંત્રી બની જશે. અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ૫ વર્ષ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. પોતાની શાંત અને પરિણામલક્ષી કાર્યશૈલીથી લાંબી ઈનિંગ રમી બતાવનાર ભૂપેન્દ્ર પટેલનું નામ હવે પાંચ વર્ષ પૂર્ણ કરનારા નેતાઓની વિશેષ યાદીમાં માધવસિંહ સોલંકી, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી જેવા દિગ્ગજ નેતાઓ સાથે સન્માનપૂર્વક ઉમેરાશે.
CM Bhupendra Patel US Visit: અમેરિકા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ જગતના લીડર્સ, ઉભરતી ટેક્નોલોજીના પાયોનિયર્સ અને ભારતીય ડાયસ્પૉરા સાથે સંવાદ દ્વારા ગુજરાતની વિકાસયાત્રાને વૈશ્વિક મંચ પર રજૂ કરી રહ્યા છે અને રાજ્ય માટે ગ્લોબલ પાર્ટનરશિપની નવી તકો શોધી રહ્યા છે.
મેગા સિટી અમદાવાદમાં ચોમાસાના ભારે વરસાદે વેપાર-ધંધા ભાંગી નાખ્યા બાદ રાજ્ય સરકારે વેપારીઓના આર્થિક પુનઃવસન માટે પટારો ખોલ્યો છે. નુકસાનીના સરવે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના આધારે ચોક્કસ પાત્રતા ધરાવતા લારી-રેકડી ધારકોને રૂ. ૭,૫૦૦, નાની-મોટી કેબિન ધારકોને રૂ. ૨૫,૦૦૦ થી ૫૦,૦૦૦ અને GST રિટર્ન ભરતા પાકી દુકાનના માલિકોને રૂ. ૧ લાખની સીધી રોકડ સહાય મળશે. આ ઉપરાંત, ટર્નઓવરના આધારે રૂ. ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજ સહાય આપવાની જોગવાઈથી અમદાવાદના વેપાર જગતમાં રાહતનો શ્વાસ લેવાયો છે.
Ahmedabad Rains: અમદાવાદમાં ભારે વરસાદથી સ્થિતિ બેકાબૂ છે ત્યારે સરકારે આર્મીને મેદાનમાં ઉતારી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ આંબલી-બોપલ વિસ્તારમાં પહોંચ્યા છે. જે સોસાયટીઓમાં પાણી ભરાયાં છે તે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે સીએમ. બોપલની સેન્ટોસા સોસાયટીમાં મુખ્યમંત્રી પહોંચ્યા છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પ્રભારી મંત્રી અને મનપા કમિશનરે શહેરની વર્તમાન સ્થિતિ અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા.
CM Bhupendra Patel Surprise Visit: સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠા પછી પણ સામાન્ય માણસ સાથેનું કનેક્શન કેવું હોય, તેનો જીવતો-જાગતો કિસ્સો આણંદના અંબાલી ગામે જોવા મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી ગાંધીનગર પરત ફરી રહ્યા હતા. ત્યારે આણંદના ધૂળિયા માર્ગ પર એક એવું હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું, જેણે સ્થાનિક ગ્રામજનોના દિલ જીતી લીધા છે. રસ્તા પર ઉભેલા બાળકોને જોઈ મુખ્યમંત્રીએ પ્રોટોકોલ તોડીને ગાડી થોભાવી દીધી અને સીધા સામાન્ય લોકોની વચ્ચે પહોંચી ગયા હતા. એક સામાન્ય વડીલની જેમ બાળકોના ખબર-અંતર પૂછ્યા બાદ સીએમ અચાનક નજીકમાં આવેલા એક ખેડૂતના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ગોબરગેસ પ્લાન્ટ જોઈને તેમણે કરેલી ચર્ચા અત્યારે સમગ્ર પંથકમાં કૌતુકનો વિષય બની છે.
Ahmedabad Vadodara Expressway 8 Lane Expansion: ગુજરાતની સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગસુવિધા ગણાતી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેને 8 લેન સુધી વિસ્તૃત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વર્ષ 2027માં જ વિસ્તરણ શરૂ થશે. CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદાના ઔડા અને વડોદરાના વુડાના નવા રિંગ રોડમાં ભારત સરકાર મદદ કરશે.
Gujarat Data Center Policy:ગુજરાત સરકારે ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29'ની જાહેરાત કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નીતિનું અનાવરણ કર્યું હતું.
International Yoga Day 2026: International Yoga Day 2026: 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકાતામાં પીએમ મોદી, અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને માણસામાં 5000 લોકો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા હતા. આ વર્ષે વિશ્વ યોગ દિવસ 'યોગા ફોર હેલ્ધી એજિંગ' (Yoga for Healthy Aging) ની ખાસ થીમ પર મનાવવામાં આવી રહ્યો છે.
Gandhinagar News: ગુજરાતમાં આ વિભાગની કડક મંજૂરી પ્રક્રિયાને કારણે સરકારી પ્રોજેક્ટો અટકાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારાજ થયા છે. તેમણે અધિકારીઓને તાકીદ કરી કે, "દરેક વખતે તમે જ નડ્યા કરો છો, હવે કંઈક ઉકેલ શોધો."
ZEE 24 કલાક દ્વારા આયોજિત આજના 'મહાસન્માન' કાર્યક્રમમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સાંપ્રત સમય વ્યવસ્તા અને ભારતના વધતા જતા ગૌરવ અને પીએમ મોદીની દૂરંદેશીના વખાણ કરતું વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
Gandhinagar News:તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કારના કાફલામાં કર્યો ઘટાડો. મંત્રીઓને નહીં ફાળવાય કોન્વોય કે પાયલોટિંગ કાર. હર્ષ સંઘવી ગૃહવિભાગની બેઠક પણ કરશે ઓનલાઈન..
Gujarat Foundation Day: ગુજરાતનો સ્થાપના દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવી છે. ગુજરાત 1લી મે 1960ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું હતું. ત્યારે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ વ્હાલા ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66માં ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે.
Ahmedabad News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ અને દેશના આર્થિક નેતૃત્વ પર મહત્વના નિવેદનો આપ્યા હતા.
Inauguration of Sattadar Flyover Bridge:અમદાવાદને વધુ એક સુવિધા મળી છે. સોલા, થલતેજ, ઘાટલોડિયા જતા લોકોને મોટો ફાયદો થશે. એવું કહેવાય છે કે 50 હજારથી વધુ વાહનચાલકોને ટ્રાફિક જામથી મળશે મુક્તિ. અમદાવાદના સત્તાધાર ચાર રસ્તા પર નવા બનેલા બ્રિજનું CMના હસ્તે થયું ઉદ્ધાટન
Valsad News: વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના પુત્રનું અવસાન. વિલાસ પાટકરનું અવસાન થતાં CMએ લીધી મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલે રમણ પાટકરને સાંત્વના આપી. ધોડીપાડામાં નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ આપી. લાંબી બિમારી બાદ વિલાસ પાટકરનું અવસાન થયું હોવાની માહિતી.
Ghed Development Project: સૌરાષ્ટ્રના સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1,423.4 કરોડ મંજૂર કર્યા છે. જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોને આ યોજનાથી સીધો લાભ મળશે. નદીઓના ડિસિલ્ટિંગ અને નવા સ્ટ્રક્ચર દ્વારા આગામી બે વર્ષમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું આયોજન છે.
Sujalam Sufalam 2.0: ગુજરાતીઓ માટે સૌથી સારા સમાચાર છે કે નપાણિયા ગણાતા તાલુકા માટે સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જળ સંગ્રહ અને સંચય ક્ષમતા વધારવા રાજ્યમાં તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ રખાઈ છે. સુજલામ સુફલામ જળ અભિયાનથી આઠ વર્ષમાં 1 લાખ ૨૨ હજારથી વધુ કામો દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં 1 લાખ 39 હજાર લાખ ઘન ફૂટ વધારો થયો હતો 210 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે. હવે જાણી લો કયા તાલુકાને આ ફાયદો થશે.
Gandhinagar News: ગુજરાત વિધાનસભાના આગામી સત્રને લઈને એક મહત્વપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન અનુસાર, ગૃહમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના પ્રશ્નોના જવાબ આપવા માટે અન્ય મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક અનોખી કરુણા અને વચનપાલનની એક કહાની આજે અમે બતાવીશું...જે નિહાળી તમે આનંદીત થઈ ઉઠશો....બનાસકાંઠાની એક નાનકડી બાળકીને આપેલું વચન પૂરું કરવા મુખ્યમંત્રીએ પ્રોટોકોલ તોડીને શાળાએ પહોંચી ગયા....પછી શું થયું?...જુઓ આ ખાસ હૃદયસ્પર્શી અહેવાલમાં...
India US Trade Deal: ભારત અમેરીકાની ઐતિહાસિક ડીલ પર સીએમ ભુપેંદ્ર પટેલની સોશિયલ મીડીયા પોસ્ટ કરી છે. ભારત-અમેરિકા સંબંધોમાં ઐતિહાસિક કદમ-સીએમ. પીએમ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, ભારત-અમેરિકા વેપાર કરાર અને 'મેડ ઇન ઇન્ડિયા' ઉત્પાદનો પર ટેરિફમાં ઘટાડો એ બંને દેશો માટે ખરેખર ખૂબ સારા સમાચાર છે.
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેસૂલી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરાશે. જેનાથી ખેડૂતોને મોટો લાભ થશે. રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે.