Gujarat weather report News

આગામી 7 દિવસ ગુજરાતમાં કેવું રહેશે મૌસમ? વરસાદ વિધ્ન ઊભું કરશે કે ગરમી ભૂક્કા કાઢશે?
Gujarat Weather 2024: ગુજરાતમાં ગરમી તેના જૂના રેકોર્ડ તોડવા જઈ રહી છે. 25 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે એવી આગાહી કરવામાં આવી છે. હાલનું તાપમાન એક દસકાનો રેકોર્ડ તોડશે. 25 એપ્રિલ સુધી ગુજરાતમાં એવી કાળઝાળ ગરમી પડશે કે લોકો ત્રાહિમામ પોકારી જશે. ગરમી છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડશે તેવી આગાહી આગાહીકારો કરી રહ્યા છે. જોકે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. સાથે રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Apr 19,2024, 17:04 PM IST
આખરે જેનો ડર હતો એ જ થશે! હવે વધશે ગુજરાતીઓની મુશ્કેલી, આ આગાહીથી છૂટી જશે પરસેવો
Gujarat Weather Update: ગુજરાતમા આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહીએ તો ખોટું નથી. ચાર મહિનામાં પંદરેક દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબડાની જરૂર જ નથી પડી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ આવ્યો હતો તે પછી હવે તાપમાનમાં આગામી દિવસોમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જોકે ગરમીનો પારો ઉચકાય તે પહેલા નલિયા સહિત અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા છે. જ્યારે રાજ્યના ઘણાં ભાગોમાં મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી નોંધાયો હતો. 
Mar 9,2024, 12:41 PM IST
આ દિવસથી ગુજરાતમાં શરૂ થશે કાળઝાળ ગરમી! ઠંડીની આગાહી વચ્ચે અંબાલાલનો મોટો વરતારો
Feb 10,2024, 16:59 PM IST
વર્ષ 2024 વાવાઝોડાનુ વર્ષ! 1મે પછી દરિયામા મોટી હલચલ, જાણો અંબાલાલ પટેલની ઘાતક આગાહી
Ambalal Patel Prediction: 2023 નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું છે. આ વર્ષે એકસાથે અનેક વાવાઝોડા આવ્યા, જેને વાતાવરણમાં ઘરખમ ફેરફારો કર્યા. હજી થોડા સમય પહેલા જ દક્ષિણ ભારતમાં મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યું હતું. પરંતું તૈયારી કરી લેજો. ડિસેમ્બરમાં એક નહિ, બીજા બે વાવાઝોડા આવવાના છે. આ સાથે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તો વર્ષ 2024નું વર્ષ પણ વાવાઝોડાથી ભરેલું હશે એવી આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે. 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.
Dec 16,2023, 17:03 PM IST

Trending news