National Game 2022: સ્વિમરમાં ગુજરાતને મળશે એક ડઝનથી વધારે મેડલ; ખેલાડીઓ કરી રહ્યા છે તનતોડ મહેનત
Gujarat National Game 2022: અમદાવાદના સ્વરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફક્ત મેડાલિસ્ટને નહિ પરંતુ સમગ્ર પ્લેયર્સને ટ્રેનિંગ કેમ્પનો લાભ મળી રહ્યો છે.ગુજરાતના તરવૈયાઓએ સખત પ્રશિક્ષણ શિબિરમાંથી પસાર થયા બાદ, ટેબલ ટેનિસ એક્શન સાથે મંગળવારે સુરતમાં શરૂ થયેલી 36મી નેશનલ ગેમ્સમાં એક ડઝનથી વધુ મેડલનું લક્ષ્ય નક્કી કર્યું છે.
ગુજરાત ટીમના કોચ અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાણાવટીએ જણાવ્યું હતું કે, અમારી પાસે મેડલની ઘણી ઉજ્જવળ સંભાવનાઓ છે અને અમે સ્વિમિંગ ઇવેન્ટ માંથી સૌથી વધુ મેડલ ઘરે લાવવાની આશા રાખીએ છીએ.
તેમણે ઉમેર્યું કે, ટોક્યો ઓલિમ્પિકના સહભાગી માના પટેલ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિ અંશુલ કોઠારી, જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના સહભાગીઓ આર્યન નેહરા, આર્યન પંચાલ અને દેવાંશ પરમાર પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે. મને લાગે છે કે અમે નેશનલ ગેમ્સમાં વધારે મેડલ મેળવીશું.”
2 ઓક્ટોબરથી રાજકોટમાં યોજાનાર સ્વિમિંગમાં 50 જેટલા મેડલ દાવ પર છે. ખેલાડીઓને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને તેઓ અઠવાડિયાથી અમદાવાદના સાવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના અત્યાધુનિક સ્વિમિંગ પૂલમાં તાલીમ લઈ રહ્યા છે.
કેમ્પના સુપરવાઈઝર અને ગુજરાત ટીમના આસિસ્ટન્ટ કોચ ધ્રુવ વ્યાસે જણાવ્યું કે, પ્રેક્ટિસ સેશન દરરોજ સવારે 5 વાગ્યે શરૂ થાય છે. “વૉર્મ-અપ, અલગ-અલગ સ્વિમિંગ સેશન્સ, ફિઝિયો, ડાયટ અને અન્ય તમામ જરૂરી બાબતોનું સરકાર દ્વારા આખો દિવસ ધ્યાન રાખવામાં આવે છે. ખેલાડીઓ તમામ આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને તાલીમ આપે તે સુનિશ્ચિત કરવા માટે પેડલ્સ, પુલ બોય અને સ્નોર્કલ્સ જેવા સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે”
Trending Photos