India At 75 : હર ઘર તિરંગા નહિ, હર દેશ મેં તિરંગા... યુકેમાં ભારતીયોની દેશભક્તિ જુઓ

Har Ghar Tiranga :‘આઝાદી કા અમૃત મહોત્સવ’ માત્ર દેશમાં જ નથી ઉજવાઈ રહ્યું, વિશ્વના ખૂણે ખૂણે જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં ઉજવાઈ રહ્યું છે. આ અભિયાન હવે હર ઘર તિરંગા નહિ, પણ હર દેશ તિરંગા બની ગયું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા, જર્મની જેવા દેશોમાં જ્યાં ભારતીયોની વસ્તી વધુ છે ત્યાં ત્યાં આજે શાનથી તિરંગો લહેરાયો છે. વિદેશમાં રહેતા અને વિવિધ પૃષ્ઠભૂમિના ભારતીયોમાં તે ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ અનેરો છે, દેશ પ્રત્યે તેમને આદર છે. જેથી જ તેઓ પણ હર ઘર તિરંગા મહોત્સવમાં જોડાયા. યુકેથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં લંડનના આઇકોનિક સ્થળો લંડન આઇ, બકિંગહામ પેલેસ, બિગ બેન, ટ્રફાલ્ગર સ્ક્વેર પર હર ઘર તિરંગાની ઉજવણી કરાઈ. તો અનેક લોકોએ પોતાના ઘર આંગણે તિરંગો લહેરાવ્યો. આ તસવીરો India in UK (High Commission of India) ફેસબુક પેજ પરથી લેવાઈ છે. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image