HARIDWAR YATRA: હરિદ્વારના મંદિરોમાં અવાર નવાર કેમ થાય છે ચમત્કાર? જાણો બ્રહ્મકુંડ પાસે મળ્યા કોના પદ ચિન્હો...

નિરજ ચોકસી, અમદાવાદઃ હરિદ્વારને હંમેશા ઋષીયોની તપસ્યા કરવાના સ્થાનના રૂપમાં માનવામાં આવે છે. રાજા ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર, મંત્રી મુનીએ આ સ્થાન પર જ અભ્યાસ કર્યો હતો. હરિદ્વારમાં આવેલાં મંદિરોમાં પણ અવાર નવાર વિવિધ પ્રકારના ચમત્કારો થતાં જ રહે છે. બ્રહ્મકુંડ પાસે પણ આવો જ એક ચમત્કાર જોવા મળ્યો. જેમાં કોઈના પદ ચિન્હો જેવા નિશાન દેખાતા પણ દેખાતા હતાં. જેનાથી ભારે કુતુહલતા ઉભી થઈ છે કે આખરે આ કોના પદ ચિન્હોના નિશાન છે. આ ઉપરાંત રાજા શ્વેતે 'હરકી પૌડી'માં ભગવાન બ્રહ્મની તપસ્યા કરી હતી. તપસ્યાથી ભગવાન ખુશ થયા અને રાજ શ્વેતને વરદાન માગવાનું કહ્યું. રાજાએ વરદાનમાં એ માગ્યું કે, 'હરકી પૌડી' ઈશ્વરના નામથી ઓળખાય ત્યારથી જ 'હરકી પૌડી'ના પાણીને બ્રહ્મકુંડના નામથી ઓળખવામાં આવે છે. હરિદ્વાર રહસ્યમય જગ્યા છે આ જગ્યા પર દરેક વ્યક્તિનો લખલો ઈતિહાસ મળે છે. 

 

 

 

 


 

વૈષ્ણવ દેવી મંદિર

1/10
image

હરકી પૌડીની પાસે 1 કિલોમીટરના અંતરે વૈષ્ણવ દેવીનું મંદિર આવેલું છે. આ ભવ્ય મંદિરમાં પ્રવેશ ડાબી બાજુથી કરવામાં આવે છે. આ પવિત્ર ગુફાને પ્રાકૃતિક રૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે ગુફાનો રસ્તો પસાર કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. હા આ ગુફામાં એકલા ના જવું જોઈએ 2થી 3 લોકો  સાથે જવું જોઈએ. ડાબી બાજુથી પ્રવેશ કરીને ગુફાનો લાંબો રસ્તો પસાર કરીને માતા વૈષ્ણવ દેવીની પ્રતિમાં સુધી પહોંચી શકાય છે.

 

 

 

અહીં દેવાધિદેવ મહાદેવ પણ આવે છે સ્નાન કરવા, જાણો કુંભના મેળામાં શાહી સ્નાનનો શું છે મહિમા

સપ્તર્ષિ આશ્રમ/સપ્ત સરોવર

2/10
image

ભારતમાતા મંદિરથી થોડા આગળ જતા જ સપ્તર્ષિ આશ્રમ પહોંચી શકાય છે. અહીં જતા સમયે રસ્તાની જમણી બાજુ સપ્ત ધારાઓમાં ગંગાની નિરાલી પ્રાકૃતિક છબી જોવા મળે છે. કહેવામાં આવે છે કે અહીં સપ્તર્ષિયોએ તપસ્યા કરી હતી તેના તપમાં ખલેલ ન પહોંચે તે માટે ગંગા સાતધારાઓમાં વહેંચાઈને તેમની આગળથી પસાર થઈ ગાઈ હતી. ગંગાની નાની-નાની પ્રાકૃતિક ધારાની શોભા પૂરમાં પહાડથી તૂટીને આવેલા પથ્થરોના અસંખ્ય ટૂકડાના રૂપમાં પ્રકૃતિ દ્વારા દ્રશ્યમાન થાય છે. આ રસ્તાની બીજી તરફ સપ્તર્ષિ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ મુખ્ય મંદિર શિવજીનું છે.તેમની પરિક્રમામાં સપ્ત ઋષિયોના નાના-નાના મંદિર આવેલા છે.અહીં અખંડ અગ્નિ જ્વલીત રહે છે. થોડા થોડા અંતરે સપ્તર્ષિયોના નામ પર સાત કુટીર બની છે જેમાં આશ્રમનાં લોકો રહે છે.

શાંતિકુંજ/ગાયત્રી શક્તિપીઠ

3/10
image

સુપ્રસિદ્ધ મનીષી શ્રીરામ શર્મા આચાર્યએ સ્થાપેલું ગાયત્રી પરિવારનું મુખ્ય કેન્દ્ર 'શાંતિકુંજ' હરિદ્વારથી ઋષિકેશ જવાના માર્ગ પર આવેલું છે. આ સંસ્થા મુખ્યત્વે શ્રીરામ શર્મા આચાર્યથકી લખવામાં આવેલા પુસ્તકો તથા તેમની પ્રેણાથી ચાલતી પત્રિકાઓના પ્રકાશન કાર્ય કરે છે. હરિદ્વાર જવાવાળા ભક્તો માટે આ સંસ્થાને જોયા વગર હરિદ્વારની યાત્રા પૂર્ણ થતી નથી તેવો દરેક ભક્તોને અનુભવ થાય છે.

--------------------------------

 

દિવ્ય કલ્પવૃક્ષ વન હરિદ્વારના કનખલ પાસે હરિતઋષિ વજયપાલ બધેલે કલ્પવૃક્ષ વન લગાવ્યું હતું. ધરતી પર કલ્પવૃક્ષ વનના રૂપમાં એક માત્ર આ જ વન વિકસિત છે અહીં  દુનિયાભરના શ્રદ્ધાળુંઓ આ કલ્પ વૃક્ષના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

પારદ શિવલિંગ

4/10
image

કનખલમાં શ્રીહરિહર મંદિરની પાસે જ પારદ શિવલિંગનું મંદિર આવેલું છે.આ મંદિરનું ઉદ્ઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જેલ સિંહે  8 માર્ચ 1986માં કર્યું હતું. અહીં 151 કિલોગ્રામ પરદમાંથી બનાવવામાં આવેલું પારદ શિવલિંગ આવ્યું છે.મંદિરના પટાગંણમાં રૂદ્રાક્ષનું મોટું વૃક્ષ છે આ વૃક્ષ જોઈ ભક્તો આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

માયા દેવી મંદિર

5/10
image

માયા દેવી મંદિર 11મી સદિમાં બનાવવામાં આવ્યું હતું. આ પ્રાચીન મંદિર એક સિદ્ધ પીઠ માનવામાં આવે છે. આ મંદિર કેટલાક પ્રચીન મંદિરોમાંનું એક મંદિર છે. આ મંદિર પાસે નારાયણી શીલા અને ભૈરવ મંદિર છે.

મનસા દેવી મંદિર

6/10
image

હરકી પૌડીથી પશ્ચિમ તરફ શિવાલિક શ્રેણીના પર્વત શિખર પર મનસા દેવીનું મંદિર આવેલું છે. મનસા દેવીના શાબ્દિક અર્થ છે એ દેવી જે મનની ઈચ્છા પૂર્ણ કરે છે. મુખ્ય મંદિરમાં બે પ્રતિમાં છે. પહેલા 3 મુખ અને પાંચ હાથની સાથે અને બીજી પ્રતિમાં આઠ હાથો સાથે છે. આ મંદિર સુધી પહોંચવા માટે રોપ વેની સુવિદ્યા છે. આ ઉપરાંત પગપાળા પણ જઈ શકાય છે. રસ્તા પર 187 સીડિયો ચડ્યા બાદ 1 કિલોમીટર લાંબો રસ્તો છે. આ રસ્તા પરથી ગંગાની નીલધારા અને હરિદ્વાર નગરના એક સાથે દર્શન થાય છે. સાંજના સમયે અહીં પગપાળા યાત્રા કર્યા બાદ ગંગા નદીમાં સ્નાન કરવામાં આવે તો થાક પલભરમાં ગાયબ થઈ જાય છે. જો કે ધાર્મિક રીતે સાંજે ગંગા સ્નાન કર્યા બાદ લોકો અહીંની યાત્રા કરે છે.

 

 

 

હરિદ્વારમાં મહાકુંભ 2021માં સ્નાન કરવા માટે જઈ રહ્યા છો તો જાણી લો આ 5 મોટી વાતો

કનખલ

7/10
image

હરિદ્વારની ઉપનગર ગણાતી 'કનખલ' હરિદ્વારથી 3 કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં છે. ગંગાની મુખાધારાથી 'હરકી પૌડી' લાવવામાં આવેલી ધારા કનખલમાં ફરી મુખાધારમાં ભળી જાય છે. મહાભારત સહીત અને પુરાણોમાં અહીં વહેતી ગંગાનો ઉલ્લેખ છે એટલા જ માટે અહીં વહેતી ગંગામાં સ્નાન કરવાનું મહત્વ છે.

 

 

 

ગુજરાતના આદિવાસીઓની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા, કારણ છે કંઈક આવું

હરકી પૌડીની કહાની

8/10
image

​હરિદ્વારને હંમેશા ઋષીયોની તપસ્યા કરવાના સ્થાનના રૂપમાં માનવામાં આવે છે. રાજા ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર, મંત્રી મુનીએ આ સ્થાન પર જ અભ્યાસ કર્યો હતો. રાજા શ્વેતે 'હરકી પૌડી'માં ભગવાન બ્રહ્મની તપસ્યા કરી હતી. તપસ્યાથી ભગવાન ખુશ થયા અને રાજ શ્વેતને વરદાન માગવાનું કહ્યું. રાજાએ વરદાનમાં એ માગ્યું કે, 'હરકી પૌડી' ઈશ્વરના નામથી ઓળખાય ત્યારથી જ 'હરકી પૌડી'ના પાણીને બ્રહ્મકુંડના નામથી ઓળખવામાં આવે છે. હરિદ્વાર રહસ્યમય જગ્યા છે આ જગ્યા પર દરેક વ્યક્તિનો લખલો ઈતિહાસ મળે છે. તમારા પૂર્વજોની જાણકારી, પોતાના વંશની જાણકારી મેળવવી હોય તો હરિદ્વાર જ એક માત્ર સ્થાન છે જે આ પ્રકારની જાણકારીમાં મદદરૂપ થાય છે. હરિદ્વારમાં 'હરકી પૌડી'નામનો એક ઘાટ છે. ઘાટને 'હરકી પૌડી' નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે આ જગ્યા પર ભગવાન શ્રી હરિ આવ્યા હતા એટલા માટે આ સ્થાન પર તેમના ચરણ પડ્યા હતા. આ જગ્યા એ લોકો માટે આદર્શ તીર્થ સ્થાન છે જેમના માટે મૃત્યુ અને ઈચ્છાની મુક્તિના વિષયમાં ચિંતીત છે.

 

 

 

 

Shivratri Special: 2021: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા

ચંડી દેવી મંદિર

9/10
image

​માતા ચંડી દેવીનું આ સુપ્રસિદ્ધ મંદિર ગંગા નદીના પૂર્વ કિનારા પર શિવાલિક શ્રેણીના 'નીલ પર્વત' શિખર પર આવેલું છે. આ મંદિર કશ્મીરના રાજા સુચત સિંહે 1929માં બનાવ્યું હતું. સ્કન્દ પુરાણમાં લખેલી એક કથા પ્રમાણે રાક્ષસ રાજાઓ શુમ્ભ-નિશુમ્ભના સેનાનાયક ચંડ-મુન્ડને દેવી ચંડીએ અહીં માર્યા હતા જે બાદ આ સ્થાનનું નામ ચંડી દેવી પડ્યું. માન્યતા છે કે મુખ્ય પ્રતિમાની સ્થાપના આઠમી સદીમાં આદી શંકરાચાર્યએ કરી હતી. મંદિર ચંડીઘાટથી 3 કિલોમીટર દૂર છે. મનસા દેવી કરતા અહીં ચઢવું થોડું અઘરુ છે. અહીં ચઢવા અને ઉતરવાના રસ્તા પર કેટલાય પ્રસિદ્ધ મંદિરોના દર્શન થઈ જાય છે. હવે તો રોપ વેની સુવિદ્યા થઈ ગઈ છે જેથી ખૂબ સરળતા થઈ છે જો કે ત્યાં પણ લાંબી લાઈનમાં તો ઉભુ જ રહેવું પડે છે. ચંડી દેવીના આ મંદિરની બીજી તરફ સંતોષી માતાજીનું પણ મંદિર આવેલું છે. આ સાથે બીજુ એક મંદિર હનુમાનની માતા અંજના દેવીનું પણ મંદિર આવેલું છે ત્યાં હનુમાનજીનું પણ મંદિર આવેલું છે.

 

 

 

HARIDWAR YATRA: હરિદ્વારમાં કેમ થાય છે અસ્થિઓનું વિસર્જન? અહીં કેમ રખાય છે દરેક વંશની નોંધણી? જાણો હરિદ્વાર વિશેની રોચક વાતો

ભારતમાતા મંદિર

10/10
image

વૈષ્ણો દેવી મંદિરથી થોડા આગળ જતા જ ભારતમાતાનું મંદિર આવેલું છે. આ બહુમાળી મંદિરનું નિર્માણ સ્વામી સત્યામિત્રાનંદ ગિરિએ કર્યો હતો. આ મંદિરના અલગ -અલગ માળ પર શૂર મંદિર,માતૃ મંદિર, સંત મંદિર, શક્તિ મંદિર  અને  ભારત દર્શનના રૂપમાં મૂર્તિયો તથા ચિત્રોના માધ્યમથી ભારતના ચિત્રો બનાવવામાં આવ્યા છે. વૈષ્ણોવ દેવી મંદિરની સૌથી ઉપર શિવ મંદિર છે. હરિદ્વાર જવાવાળા શ્રદ્ધાળુઓ ભારતમાતાના મંદિર જઈને ધન્યતા અનુભવે છે.

 

 

 

Taj Mahal માં બોમ્બની ખબર, જાણો શા માટે ક્યારેક લીલા કપડાંથી, ક્યારેક લાકડાંથી તો ક્યારેક ઝાડ-પાનથી તાજમહેલને છુપાવવો પડ્યો