Head clerks News

Asit Vora ના રાજીનામા માટે દંગલ, હવે કોંગ્રેસ-આપ લડી લેવાના મૂડમાં, કાર્યકર્તાઓની થઈ
પેપર લીક (head clerk paper leak) મામલે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. એક તરફ ગુજરાત સરકાર અને ગૌણ સેવા મંડળના પેટનુ પાણી હાલતુ નથી, આવામાં વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટી દ્વારા અસિત વોરા (Asit Vora) ના રાજીનામાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં પેપર લીક (paper leak) કૌભાંડને લઈને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો બીજી તરફ, અમદાવાદમાં વિરોધ પ્રદર્શન માટે આપ (aap gujarat) ના નેતાઓ ઉપવાસ પર ઉતરે તે પહલાં જ તેમની અટકાયત કરવામાં આવી છે. ‘આપ’ના ગુલાબસિંહ, મહેશ સવાણી અને મનોજ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલીની શરૂઆત કરાય તે પહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. 
Dec 22,2021, 15:26 PM IST
પેપર લીક કરનારા ગદ્દારોના ચહેરા જુઓ, જેમાંનો એક છે સરપંચની ચૂંટણીનો ઉમેદવાર
88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીએ જ ચેડાં કર્યાનો પર્દાફાશ થયો છે. પોલીસને હાથ લાગ્યા પેપર લીકમાં પસંદગી મંડળના અધિકારીની જ સંડોવણી હોવાના પુરાવા હાથ લાગ્યા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને હાથ લાગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારી/અધિકારીની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી મિલીભગત સામે આવી છે. મંડળના જ કર્મચારી આ મામલે સામેલ હોવા અંગે તપાસ ચાલી રહી છે. જયેશ પટેલને પેપર પહોંચાડનાર મંડળ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યુઁ છે. તેથી પોલીસે એ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.
Dec 17,2021, 15:16 PM IST
યુવરાજસિંહની ચીમકી, સરકારે માત્ર નાની માછલી પકડી, અસિત વોરાની હકાલપટ્ટી નહિ કરો તો આ
Dec 17,2021, 12:43 PM IST
આ છે પેપર લીકના કૌભાંડીઓ, જેમણે 88 હજાર ઉમેદવારોનું સપનુ રગદોળ્યું
હેડ ક્લાર્ક પેપર લીક (head clerk exam) થયાના છ દિવસ બાદ આખરે ગુજરાત સરકારે (gujarat government)  પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પેપર લીક કેસ (paper leak) માં દાખલારૂપ સજા આપવાની ગૃહ રાજ્યંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે. ત્યારે આખરે પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવી ગયા છે. તમામ 6 આરોપીઓને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. પોલીસ જાપ્તામાં તેમને એસપીની ઓફિસમાં લાવવામા આવ્યા છે. લાખો રૂપિયા ખવડાવીને પેપર લીક (paper leak gujarat) કરનારા આ કૌભાંડીઓએ 88 હજાર યુવાનોના સપના રગદોળ્યા છે, જેઓ સરકારી નોકરી જોવાના ખ્વાબ જોતા હતા, અને તેના માટે અથાગ મહેનત કરી હતી. આ કૌભાંડીઓએ તેમની મહેનત પર પાણી ફેરવ્યુ છે.
Dec 17,2021, 12:03 PM IST

Trending news