ટામેટાના ગુણ છે અનેક, કેન્સરથી લઈને ડાયાબિટીસ માટે ફાયદાકારાક


ટામેટા ઘણા પ્રકારે સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. જે તમે લગભગ નહીં જાણતા હોવ. આવો તમને જણાવીએ કે કઈ રીતે તે બીમારીથી આપણને બચાવે છે. 

નવી દિલ્હીઃ ટામેટા શાકના સ્વાદને તો વધારે છે, સાથે સ્વાસ્થ્યને પણ ફિટ રાખે છે. ટામેટા એન્ટીઓક્સિડેટ્સનો ખજાનો છે. ટામેટામાં વિટામિન સી, લાઇકોપીન, વિટામિન, પોટેશિયમ પર્યાપ્ત માત્રામાં હોય છે. સાથે તેમાં કોલેસ્ટ્રોલને ઓછા કરનાર તત્વો પણ પૂરતી માત્રામાં હોય છે. જે લોકોએ વજન ઓછુ કરવું છે તેના માટે પણ આ ખુબ ફાયદાકારક છે. પરંતુ ટામેટાની સૌથી મોટી ખાસિયત છે કે ટામેટાને પકાવ્યા બાદ પણ તેમાં પોષક તત્વો યથાવત રહે છે. આવો જાણીએ તેના ફાયદા. 
 

કેન્સરને રાખે છે દૂર

1/5
image

ટામેટાની અંદર લાઇકોપીન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેન્સરની કોશિકાઓને રોકવામાં મદદ કરે છે. ટામેટાનું નિયમિત સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સર, ફેલોપિયન ટ્યૂબ્સ, ગળુ, પેટ, બ્રેસ્ટ કેન્સરની આશંકાઓ ઓછી થઈ જાય છે. 

 

 

વજન ઘટાડવામાં ઉપયોગી

2/5
image

ટામેટાની અંદર મોટી માત્રામાં કેલેરી હોય છે. જે વજન ઘટાડવામાં કામ આવે છે. જો તમે સવારે નાસ્તામાં બે ટામેટાનું સેવન કરો તો પોષણ તત્વોની પૂર્તિની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ઉપયોગી રહે છે. 

 

 

દિલ રહેશે તંદુરસ્ત

3/5
image

ટામેટાની અંદર લાઇકોપીન હોય છે જે સીરમ લિપિડ ઓક્સીકરણને રોકે છે. તે ન માત્ર ઉચ્ચ રક્તપાતને નિયંત્રિત કરે છે પરંતુ તેના નિયમિત સેવનથી ટ્રાઇગ્લિસરાઇડના સ્તરમાં પણ ઘટાડો થાય છે.

 

 

પાચન શક્તિને બનાવી રાખે મજબૂત

4/5
image

ટામેટાથી પાચન શક્તિ મજબૂત બનાવી શકાય છે. તેની અંદર કેલેરી, સલ્ફર વગેરે હોય છે જે લીવર માટે ખુબ ઉપયોગી છે અને તેનાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે. 

 

 

ડાયાબિટીસમાં ફાયદાકારક

5/5
image

ટામેટાની અંદર ક્રોમિયમ હોય છે. જે બ્લડ શુગરને નિયંત્રિત અને સંતુલિત કરે છે. તે યૂરિનમાં શુગરના પરસેન્ટેઝ પર નિયંત્રણ બનાવી રાખે છે. આ કારણ છે કે ટામેટાનું નિયમિત સેવન કરવાથી ટાઇટ સી 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભકારી છે.