ફાયદા જ નહીં લીંબુથી થાય છે આ મોટા નુકસાન, જાણો કોને ન પીવું જોઈએ લીંબુ પાણી
Side Effects Of Lemon Water: ઉનાળામાં મોટાભાગના લોકોને ડીહાઈડ્રેશન થઈ જતું હોય છે. તેથી લીંબુ પાણીનું વધુ સેવન કરવામાં આવે છે. ડોક્ટર પણ તેની સલાહ આપે છે. શરીરને હાઇડ્રેટ રાખવા અને ખાસ કરીને ઈન્સ્ટંટ એનર્જી આપવા માટે લીંબું પાણી બેસ્ટ ઓપ્શન છે. પણ શું તમે જાણો છો લીંબુથી માત્ર ફાયદા નહીં ઘણાં નુકસાન થાય છે. જાણીને તમે પણ ચોંકી જશો...
કેટલાક લોકોને લીંબુના રસ અથવા તેમાં રહેલા બીજથી એલર્જી થઈ શકે છે. તેથી જે લોકોને એલર્જી હોય તેમણે લીંબુ પાણી પીતા પહેલા સાવધાન રહેવું જોઈએ.
જો તમે ખૂબ જ ગરમ હવામાનમાં રહો છો, તો વધુ પડતા લીંબુ પાણીનું સેવન તમારી હેલ્થને હાનિ પહોંચાડી શકે છે.
લીંબુ પાણીનું સેવન કરવાથી એસિડિટી અને ગેસ જેવી પેટની સમસ્યાઓ વધી શકે છે. જો તમને પેટની સમસ્યા છે, તો લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.
સાઇટ્રિક એસિડ દાંતને નુકસાન પહોંચાડે છે અને દાંતના મીનોને નષ્ટ કરી શકે છે. જો તમને દાંતની સમસ્યા હોય તો લીંબુ પાણી પીતા પહેલા તમારા ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ.
જે લોકો લિથિયમ દવાઓ લે છે તેઓએ વધુ પડતા લીંબુ પાણીનું સેવન કરવામાં સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે લીંબુના પાણીમાં જોવા મળતું સાઇટ્રિક એસિડ આ દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે. જેને કારણે તમારી બોડી પર તેની બેડ ઈફેક્ટ થાય છે.
Trending Photos