આદુથી થોડા જ દિવસોમાં ઓગળી જશે શરીરની ચરબી, જાણો સેવનની સાચી રીત

Ginger For Weight Loss: ઘરમાં કિચનમાં રહેલા આદુનો ઉપયોગ હંમેશા લોકો ચાનો સ્વાદ વધારવા માટે કરે છે. ઘણીવાર શાક-દાળમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આદુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ વજન ઘટાડવા માટે પણ રામબાણ માનવામાં આવે છે. 

વજન ઘટાડવા માટે ઉપયોગી છે આદુ

1/8
image

ઘણીવાર તમે જોયું હશે કે લોકો વજન ઘટાડવા માટે આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ઘરે ઉપલબ્ધ આદુ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ સપ્લિમેન્ટ સાબિત થઈ શકે છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે વધેલા વજનને ઘટાડવા માટે આદુને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેનાથી તમે ઓછા સમયમાં વધુ ચરબી ઘટાડી શકો છો, પરંતુ તમારે વજન ઘટાડવા માટે આદુનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ જાણવું જોઈએ.

આદુનું પાણી

2/8
image

 

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે આશરે એક ગ્લાસ પાણીમાં આદુના જ્યૂસના કેટલાક ટીપા નાખી સવારે અને સાંજે પીવાથી ફાયદો થાય છે. તેનાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 

આદુનો પાઉડર

3/8
image

સૂંઠના પાઉડરમાં સોજાને ઘટાડવાના અનેક પ્રકારના ગુણ હોય છે. તેવામાં પાઉડરનું સેવન પાણી સાથે કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

આદુની ચા

4/8
image

વજન ઘટાડવા માટે આદૂની ચાથી સારો કોઈ વિકલ્પ નથી. તમે હંમેશા જોયુ હશે કે સવારે-સાંજે ચા પીવા સમયે તેમાં આદુ નાખવામાં આવે તો સ્વાદની સાથે શરીરને પણ ફાયદો થાય છે. 

 

આદુ અને લીંબુનું મિક્સચર

5/8
image

 

હેલ્થ એક્સપર્ટ પ્રમાણે આદૂ અને લીંબુનું મિક્સચર શરીરને વધારાનો ફેટ દૂર કરવામાં મદદ કરે છે. 

ડિટોક્સ ડ્રિંક

6/8
image

ઓછા સમયમાં વજન ઘટાડવા માટે આશરે એક ચમચી આદુને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરવો જોઈએ. ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખો અને ધીમે ધીમે પી લો. મિઠાસ માટે તેમાં તમે મધના કેટલાક ટીપા નાખી શકો છો. આ ડ્રિંક તમને વજન ઘટાડવામાં મદદ કરશે. 

આદુની કેન્ડી

7/8
image

 

વજન ઘટાડવા માટે આદૂની કેન્ડીનું સેવન પણ લાભદાયક માનવામાં આવે છે. તેમાં સૌથી પહેલા આદુના ટુકડાને લઈને તેમાં લીંબુનો રસ અને આમળાનો પાઉડર, કાળા મરી અને મીઠું નાખવાનું છે. આ મિક્સચરને તડકામાં સૂકવી દેવું જોઈએ અને આ કેન્ડીનું સેવન કરવું જોઈએ. 

સીમિત માત્રામાં સેવન

8/8
image

ધ્યાન રાખો કે મોટી માત્રામાં આદુનું સેવન કરવું જોઈએ નહીં, આદુના વધુ સેવનથી પેટમાં બળતરા જેવી સમસ્યા પેદા થઈ શકે છે.