તહેવારો પર ગુજરાતમાં થઈ જશે પાણી-પાણી, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

Rain Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદમાં ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ છૂટોછવાયો અને સામાન્ય વરસાદ પડી રહ્યો છે. પરંતુ હજુ ઓગસ્ટના બાકી દિવસોમાં રાજ્યમાં મેઘરાજાનું આગમન થવાનું છે. આ માટે આગાહી પણ કરવામાં આવી છે. 

વરસાદની આગાહી

1/6
image

રાજ્યમાં ભલે અત્યારે વરસાદ ધીમો પડી ગયો હોય પરંતુ હજુ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 17 ઓગસ્ટથી ભારે વરસાદ પડી શકે છે. વરસાદ અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. એટલે કે તહેવારોના સમયમાં રાજ્યમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી

2/6
image

ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામં આવી છે...આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે...બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે...અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્ય વરસાદ વરસવાની શક્યતા છે...ઉલ્લેખનીય છે કે 1 જૂનથી આજદિન સુધી ગુજરાતમાં 522 મિલી વરસાદ થયો છે...ગુજરાતમાં સિઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલની આગાહી

3/6
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.     

4/6
image

પોતાની સચોટ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે. આ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. એટલે કો ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે.  

5/6
image

અંબાલાલની આગાહી પ્રમાણે 16થી 24 ઓગસ્ટે સારા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી શકે છે. અંબાલાલે કહ્યું કે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પણ પાણી આવશે. હવામાન નિષ્ણાંતે કહ્યું કે 17 ઓગસ્ટના માખીઓનું જોર વધશે. તેમણે કહ્યું કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીઓનું જોર વધી શકે છે. તો 30 ઓગસ્ટે મચ્છરોનું જોર વધશે. એટલે કે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

શું છે પરેશ ગોસ્વામીની આગાહી

6/6
image

રાજ્યમાં વરસાદ અંગે વાત કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. એટલે કે રાજ્યમાં તહેવારોના સમયે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.