દરિયામાં જોવા મળશે ઉથલપાથલ, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તમે પણ જાણી લો નવી આગાહી

ગુજરાતમાં એક તરફ ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. અત્યારે પણ રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. બીજીતરફ ગુજરાતમાં હજુ મેઘરાજા શાંત થવાના નથી. રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. 
 

શું છે નવી આગાહી

1/5
image

ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં સાત તારીખ સુધીમાં હવામાનમાં પલટો જોવા મળશે. આગામી બે દિવસમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ આગળ વધતા 10થી 12 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ લાવી શકે છે.  

ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી

2/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યુ કે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. 7 અને 8 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બને તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.  

3/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે 16 અને 17 સપ્ટેમ્બરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે. જેથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યમાં નવરાત્રિ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. 

પરેશ ગોસ્વામીની આગાહી

4/5
image

ગુજરાતમાં હવામાનની આગાહી કરવા માટે જાણીતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી સંભાવના છે. જો આ સિસ્ટમ ગુજરાત પહોંચે તો 13-4થી 19 સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડી શકે છે.  

5/5
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદે આવેલા વિસ્તારમાં આગામી 24 કલાકમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાંપટા જોવા મળશે. રાજ્યના અન્ય જિલ્લામાં કાલે સાંજ સુધી વરસાદી ઝાંપટા આવી શકે છે.