Bharuch News: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીકથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. વરસાદી વાતાવરણ વચ્ચે નહેર પાસે ખુલ્લા આકાશ નીચે અંદાજે એક માસનું નવજાત બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સ્થાનિકોની જાણ બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું છે. જ્યારે હાંસોટ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Heavy Rain Forecast Gujarat: આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે, જેનાથી અસહ્ય બફારામાંથી મુક્તિ મળી છે. દક્ષિણ ગુજરાતમાં મોડીરાતથી વરસાદી માહોલ છવાયો છે. સુરત, નવસારી, તાપી, ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નવસારી અને ભરૂચના અંકલેશ્વરમાં સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Meteorological Department Predicted: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. લોકોને ઝાડ અને વીજળીના થાંભલાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
Ambalal Patel Forecast: રાજ્યમાં હાલ શિયાળાની ઋતુ જામી રહી છે, અને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ દરમિયાન, ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા બંને માટે જાણવી જરૂરી છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં ફરી એકવાર માવઠાના એંધાણ વર્તાઈ શકે છે. 19 નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે. 15 નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને 18 નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. 28થી મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે.
Ambalal Patel Forecast: નવેમ્બર મહિનામાં ફરીથી ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાનું છે. જી હા...અરબ સાગરમાં મોટી હલચલ થવાની છે. માત્ર અરબ સાગર જ નહિ, મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં પણ નવું વાવાઝોડું આકાર લેશે. આ કારણે દક્ષિણ ભારતમાં વરસાદ આવશે, પરંતું ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી?
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 16થી 18 નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે. 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે વાવાઝોડાનું એલર્ટ આપ્યુ છે. તેમણે કહ્યું કે 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ગાળામાં તારીખ 26 થી નવેમ્બરમાં 28 નવેમ્બર આસપાસ કે તે પહેલા એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. તારીખ 20 ઓક્ટોબરથી વાદળો જણાશે અને નવેમ્બરની આખર તારીખ સુધીમાં જણાશે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અત્યારે હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે, પરંતુ તારીખ 14 બાદ લઘુતમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતા રેહશે. મહત્તમ ઉષ્ણતામાન 30 -31 ડિગ્રી સેલ્સિયસ રહેશે શક્યતા રહેશે. 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે. તેની અસર દક્ષિણ પૂર્વિય ટટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
Gujarat Weather Update Today: દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. શીત લહેરના કારણે હાડકાં ધ્રૂજી ઉઠ્યા છે, વળી ધુમ્મસ (સ્મોગ)ને કારણે હવા ઝેરી બની રહી છે. આખું ઉત્તર ભારત શીત લહેરની ઝપેટમાં છે, તો પશ્ચિમી વિક્ષોભના કારણે ઘની ધુમ્મસ છવાઈ જવાની ચેતવણી છે. પૂર્વોત્તર ચોમાસાને કારણે દક્ષિણ ભારતમાં વરસાદનો દોર ચાલુ છે.
Ambalal Patel Ni Agahi : ગુજરાતના હવામાન અંગેની વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18થી 24 નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. 16થી 18 નવેમ્બરમાં એક ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે 18થી 20 નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. 18થી 24 દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભુ થશે. 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે.
Ambalal Patel Prediction: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક બે નહીં હજુ 4 મહિના સુધી આફતના માવઠા આવવાની આગાહી કરી છે. જેમાં 18થી 24 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડુ બનશે, જે વાવાઝોડું 24 નવેમ્બર સુધીમાં ગુજરાતના ખેડૂતોના માથે આફત બનીને ત્રાટકશે.
Ambalal Patel Prediction: ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે, જે ખેડૂતો અને નાગરિકો માટે નવા હવામાનની શરૂઆત સૂચવે છે.
Cyclone Montha Alert: ગુજરાત રાજ્ય હાલમાં કમોસમી વરસાદની ઝપેટમાં છે, જેને પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.
Ambalal Patel Forecast: દિવાળીના તહેવારની સાથે નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદે દસ્તક આપી દીધી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ડ્રિપ ડિપ્રેશનને ધ્યાનમાં રાખીને 30 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કોપ વરસવાનો છે. અરબ સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર લાવી શકે છે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ફરી ચોંકાવનારી આગાહી કરી છે. ઓક્ટોબર જ નહીં નવેમ્બરમાં પણ મેઘરાજા મુશળધાર વરસે તેવી સંભાવના છે.
Ambalal Patel Forecast: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા 25 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ (માવઠું) પડ્યો છે. ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે, ત્યારે હવામાન વિભાગે (IMD) આગામી 4 દિવસ સુધી રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે હવામાન વિભાગે જુદા જુદા વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં હાલમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજથી એટલે કે 25 ઓક્ટોબરથી લઈને 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. આ માવઠા પાછળનું કારણ અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ છે.
Ambalal Patel Forecast: ચોમાસાએ વિદાય લીધી, શિયાળો આવી ગયો પરંતુ મેઘરાજા ગુજરાત છોડવા તૈયાર નથી. આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચેતવણી આપી છે કે, ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાત ફરી વરસાદ આવી શકે છે. શિયાળામાં વરસાદ જે અસામાન્ય ન કહી શકાય પરંતુ પણ ખતરાની ઘંટી છે.
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે.
Ambalal Patel Forecast: રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવા વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલલ પટેલની વરસાદ અંગે આગાહી. 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો માં વાદળ છાયું વાતાવરણ રહે અને સામાન્ય વરસાદની આગાહી. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમો એક સાથે સક્રિય થશે. એક સાથે બે વરસાદી સિસ્ટમ મજબૂત બનશે.