વારાણસી : ચિતાની રાખથી રમાઈ હોળી, એકથી એક ચડિયાતી તસવીરો

રંગભરી એકાદશી પર શુક્રવારના દિવસે વારાણસીના મહાસ્મશાન મણિકર્ણિકા ઘાટ પર કેટલાંક ભક્તો ચિતાની ભભૂત (ભસ્મ)થી હોળી રમ્યા. પાંચ દિવસના રંગોત્સવના પહેલા દિવસે મહાસ્મશાન પર અનોખો નજારો જોવા મળ્યો હતો. યુગો જૂની પરંપરા અનુસાર મહાસ્મશાન પર ભેગા થયેલા કાશીવાસી અને સાધુઓએ સૌપ્રથમ શિવના અંશ તરીકે ઓળખાતા મસાનાથની પૂજા કરી અને તેઓને ભાંગ, ગાંજા અને મદિરાનો વિશેષ ભોગ અર્પિત કર્યો. પૂજન બાદ ચિતાઓ વચ્ચે હોળીનો ખેલ શરૂ થયો જે કલાકો ચાલ્યો. ડમરુઓની ગૂંજ અને ભાંગ, પાન અને ઠંડાઈની જુગલબંધી, જબરદસ્ત મસ્તી અને ઉડી રહેતી ચિતાની ભભૂતથી સમગ્ર મહાસ્મશાનનો અલગ નજારો જોવા મળ્યો. ખાસ વાત એ છે કે મહાસ્મશાન પર શબના અંતિમ સંસ્કાર માટે આવેલા અને શોકમાં ડૂબેલા લોકો પણ આ તહેવારનો ભાગ બન્યા. મણિકર્ણિકા ઘાટ પર આ પરંપરા દર વર્ષે જીવંત થાય છે. પણ આ વખતે હરિશ્ચંદ્ર ઘાટ પર આ ચિતા ભભૂતની હોળી રમાઈ.

1/4
image

વારાણસીના ખ્યાતનામ મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખથી આ હોળી રમવામાં આવી હતી. 

2/4
image

ભક્તોએ બળતી ચિતા સામે ગળામાં ખોપડીની માળા પહેરીને અને શરીર પર રાખ લગાડીને હોળીનું સેલિબ્રેશન કર્યું છે. 

3/4
image

શુક્રવારે બપોરે લગભગ 12:30 કલાકે મધ્યાહન આરતી પછી આ હોળી રમવામાં આવી હતી. 

4/4
image

ચિતા ભસ્મની હોળીમાં વિદેશના પર્યટકોએ પણ ભાગ લીધો હતો.