Beauty Tips: તમારા નખ બટકણાં હોય તો રસોડામાં રહેલી આ વસ્તુઓ લગાડો, નખ થશે મજબૂત અને દેખાશે સુંદર

Beauty Tips: નખ સુંદર હોય અને લાંબા થાય તેવી ઈચ્છા દરેક યુવતીની હોય છે. લાંબા નખ પર અલગ અલગ પ્રકારના નેલ આર્ટ કરવામાં આવે તો તે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ ખૂબ ઓછી યુવતીઓના નખ લાંબા થાય છે. મોટાભાગની યુવતીઓના નખ થોડા લાંબા થાય કે તુરંત તૂટી જાય છે. જો તમારા નખ પણ આવા બટકણા હોય તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓની મદદથી નખને મજબૂત બનાવી શકો છો.

નાળિયેર તેલ

1/5
image

જો તમારી ઈચ્છા હોય કે નખ લાંબા થાય અને તૂટે પણ નહીં તો રોજ રાત્રે નખ પર થોડું નાળિયેર તેલ લગાડી માલિશ કરો..

એસેન્સિયલ ઓઇલ

2/5
image

નખને પોષણ ન મળે ત્યારે પણ નખ તૂટવા લાગે છે આવી સ્થિતિમાં કોઈ સારી ક્રીમ કે એસેન્શિયલ ઓઇલની મદદથી પણ નખ પર માલિશ કરી શકાય છે. તેનાથી નખ ને પોષણ મળશે અને નખ મજબૂત થશે.

પાણી

3/5
image

જો તમારા નખ વારંવાર તૂટતા હોય તો તેનું એક કારણ પાણી પણ હોઈ શકે છે. જો તમારા નખ વારંવાર પાણીના સંપર્કમાં આવતા હોય અને પછી તમે તેને બરાબર કોરા કરતા ન હોય તો પણ નખ તૂટવા લાગે છે. 

લસણ

4/5
image

નખ ને મજબૂત બનાવવા માટે લસણનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે લસણને થોડું વાટી અને નખની ઉપર લગાડી મસાજ કરો. 15 દિવસ સુધી રોજ નખ પર લસણ ઘસશો એટલે નખ સુંદર અને મજબૂત થઈ જશે 

વેસેલિન

5/5
image

શરીરમાં આયરનની ખામી હોય તો પણ નખ ભટકણા થઈ જાય છે. આયરનની ખામી હોય તો નખ પર ડાઘ પણ દેખાવા લાગે છે. તેના માટે શરીરમાંથી આયરનની ખામી દૂર થાય તેવો ખોરાક લેવો. સાથે જ નખ ઉપર વેસેલિનમાં વિટામિન ઈની કેપ્સુલ ઉમેરીને નિયમિત લગાડવાનું રાખો.