રાશિફળ 26 ડિસેમ્બર: આજે દુર્લભ સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિ પર કેવી પડશે અસર

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

આ રાશિથી સૂર્યગ્રહણ 9માં પ્રભાવમાં પડશે. તમારી રાશિ પર આ ગ્રહણ પ્રતિકૂળ અસર પાડી રહી છે. હાલના સમયે ભાગ્ય પણ તમારો સાથ આપશે નહીં. માનસિક તાણની સાથે જ તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. સૂર્યગ્રહણના પ્રભાવથી તમારા ખર્ચા વધી શકે છે.  ઉપાય- મધનું દાન કરો. 

વૃષભ

2/12
image

સૂર્ય ગ્રહણ તમારી રાશિથી 8માં ભાવ પર પડશે. જેના પ્રભાવથી તમારે અનેક પ્રકારના સંકટનો સામનો કરવો પડી શકે છે. તમારી રાશિના લોકોએ હાલ દુર્ઘટનાઓથી સાવધાન રહેવાની જરૂર છે.  ઉપાય- ॐ નમો નારાયણાય મંત્રનો જાપ કરો

મિથુન

3/12
image

 આ રાશિના જાતકો માટે ગ્રહણ છઠ્ઠા પ્રભાવમાં પડવા જઈ રહ્યું છે. તેમની રાશિ માટે સૂર્યગ્રહણ સારા પરિણામવાળુ સાબિત થશે. હાલ તમારા શત્રુઓનો નાશ થશે. તમને નવી ઉર્જાનો અહેસાસ થશે.  ઉપાય- ઉત્તર દિશામાં કુબેર લાવીને રાખો

કર્ક

4/12
image

 આ રાશિના જાતકો માટે ગ્રહણ છઠ્ઠા પ્રભાવમાં પડવા જઈ રહ્યું છે. તેમની રાશિ માટે સૂર્યગ્રહણ સારા પરિણામવાળુ સાબિત થશે. હાલ તમારા શત્રુઓનો નાશ થશે. તમને નવી ઉર્જાનો અહેસાસ થશે.  ઉપાય- ઉત્તર દિશામાં કુબેર લાવીને રાખો

સિંહ

5/12
image

આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ 5માં પ્રભાવમાં પડી રહ્યું છે. આ ગ્રહણ તમારી રાશિના સ્વામી સૂર્યને લાગવા જઈ રહ્યું છે. જેના કારણે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માન સન્માન ઓછુ થશે. તમારા સંતાનોને કષ્ટ પડી શકે છે. પ્રેમ કરનારા સાવધાન રહે. તમારા સંબંધોમાં કડવાહટ આવી શકે છે.  ઉપાય- તમારા ઘરની પૂર્વ દિશામાં ગાયત્રી મંત્ર બોલતા પીળા ફૂલોથી રંગોળી બનાવો. 

કન્યા

6/12
image

આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ રાશિનાના ચોથા ભાવમાં લાગવા જઈ રહ્યું છે. આ  કારણે તમારી રાશિવાળાને અશુભ ફળ મળી શકે છે. પોતાના કે માતાના સ્વાસ્થ્યની ચિંતા કરો. તમારા ઉચ્ચાધિકારીઓની વાતો પર ધ્યાન આપો અને કામ ધ્યાનથી કરો.  ઉપાય- શિવ પરિવારનું ધ્યાન ધરીને સફેદ વસ્તુનું દાન કરો. 

તુલા

7/12
image

રાશિથી ત્રીજા ભાવમાં સૂર્યગ્રહણ પડી રહ્યું છે. જેના પ્રભાવથી પરાક્રમમાં વૃદ્ધિ થશે. પરંતુ તમારા નાના ભાઈ બહેનોને ગ્રહણ નડી શકે છે. તમારી વચ્ચે વિવાદ વધી શકે છે.  ઉપાય. લીલા શાકભાજીનું દાન કરો. 

વૃશ્ચિક

8/12
image

આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ બીજા ભાવમાં લાગવા જઈ રહ્યું છે. તેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. હાલ તેમનો પૈસો ક્યાંક ફસાઈ શકે છે. ગંભીર બિમારીનો યોગ છે.  ઉપાય-દવાઓ માટે કેટલાક રૂપિયા કાઢીને રાખો અને તેને કોઈ જરૂરિયાતવાળાને આપો. 

ધનુ

9/12
image

આ રાશિના જાતકો માટે સૂર્યગ્રણ સૌથી વધુ અસરકારક રહેશે. કારણ કે સૂર્યગ્રહણ તમારી રાશિ પર જ લાગવા જઈ રહ્યું છે. આ સમયગાળામાં તમારી માનસિક ચિંતાઓ વધી શકે છે.  ઉપાય-ગુરુ ગાયત્રી જાપ કરો અથવા કોઈ બ્રાહ્મણને બેસનનો લાડુ દાન કરો. 

મકર

10/12
image

આ રાશિથી 12માં ભાવમાં સૂર્યગ્રહણ પડવા જઈ રહ્યું છે. જેના કારણે ખર્ચા વધી શકે છે. તમારે બીમારીઓના કારણે હોસ્પિટલમાં ચક્કર કાપવા પડી શકે છે.  ઉપાય- શિવ આરાધના કરો અને મૃત્યુંજય જાપ ઘરમાં ચલાવો. 

કુંભ

11/12
image

આ રાશિથી 11માં ભાવમાં સૂર્યગ્રહણ પડવા જઈ રહ્યું છે. તેના પ્રભાવથી તમારે લાભ થશે. આવકમાં સારીએવી વૃદ્ધિ થશે. જ્યારે બીજી બાજુ તમારા મોટા ભાઈને કોઈ પ્રકારે લાભ થઈ શકે ચે. હાલનો સમય તેમની ઈચ્છા પૂર્તિનો છે.  ઉપાય- પેન પેપર લઈને તમારી લાઈફમાં સકારાત્મક ફેરફાર માટે લખો, જે પૂરા થશે.

મીન

12/12
image

આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ 10માં ભાવ પર  પડવા જઈ રહ્યું છે. હાલનો સમય નોકરીયાતોને વધુ પરેશાની પડી શકે તેવો છે. તમારી ક્યાક બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે.  ઉપાય- સૂર્ય મંત્રનો જાપ કરો.