શ્રીલંકાની રાજધાની કોલંબો આજે સીરિયલ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. થોડીવાર પહેલા ફરી બોમ્બ વિસ્ફોટ થયો હતો અને હવે ફરીથી 8મો વિસ્ફોટ થયો. આ 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયાં. આજ સવારે કોલંબોના ચર્ચ અને ફાઈવ સ્ટાર હોટલોમા થયેલા 6 બોમ્બ વિસ્ફોટમાં 207 લોકોના મોત થયા છે. 8માં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થતા હવે આ મૃત્યુઆંક વધીને 207 પર પહોંચ્યો છે.
એક અમેરિકી મેગેઝીનનું કહેવું છે કે પાકિસ્તાન પાસે જેટલા પણ એફ-16 ફાઈટર વિમાનો હતાં તેમાંથી એક પણ વિમાન 'ગુમ' નથી અને તેમાંથી કોઈને કશું નુકસાન થયું નથી.
લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકા ગાંધી હાલ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યાં છે. સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ ઈશારામાં કઈંક એવું કહ્યું કે એકવાર ફરીથી તેમના ચૂંટણી લડવાના અને વડાપ્રધાન મોદીને પડકારવાની અટકળો તેજ થઈ છે.
લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શુક્રવારે મોડી રાતે પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી. આ યાદીમાં કુલ 36 ઉમેદવારોના નામ સામેલ છે.
હોળીના તહેવારે પણ આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યાં છે. આતંકીઓએ આજે જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં એક SHO સહિત બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જૈશ એ મોહમ્મદના સંસ્થાપક અઝહર મસૂદને ગત એનડીએ સરકાર દ્વારા છોડી મૂકવામાં આવ્યો હોવાની વાત સતત રટી રહ્યાં છે ત્યાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે વળતો પ્રહાર કરતા કહ્યું કે આ પ્રકારની સંવેદનહીન ટિપ્પણી કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષે પોતાની પાર્ટી અને તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુ દ્વારા ચીન અને કાશ્મીર પર કરેલી અનેક ભૂલો અંગે વિચારવું જોઈએ જે દેશ માટે અત્યારે કેન્સર બની ગઈ છે.
ઈથોપિયન એરલાઈન્સનું એક વિમાન ઉડાણ ભર્યાના થોડા સમય બાદ ગૂમ થઈ ગયું અને હવે ક્રેશ થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપીનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અનેક મુસાફરો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ફ્લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચુંટણીની તૈયારીના ભાગ રૂપે લોકસભા બેઠકો પર સમીક્ષા કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર આજે રાજકોટમાં છે અને તેઓ આજે રાજકોટની રાણીંગા વાળી ખાતે લોકસભા સીટની સમીક્ષા બેઠક યોજશે, જેમાં રાજકોટ ભાજપ ના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહેશે.
જમ્મુ બસ સ્ટેન્ડ પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટમાં ઘાયલ લોકોમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરે રવિવારે મોટો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસમાં કેટલાક લોકો દલિત નેતાઓના ઉદયને રોકવાની કોશિશ કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે તેમને ત્રણવાર મુખ્યમંત્રીના પદથી વંચિત રાખવામાં આવ્યાં, કારણ કે તેઓ દલિત સમુદાયમાંથી આવે છે.
ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટે બુધવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર એજ ઓફ ઈન્ટેલિજન્સ મથાળા હેઠળ શ્વેતપત્ર બહાર પાડતા કહ્યું કે એઆઈના માધ્યમથી ભારતીયોને સશક્ત બનાવી શકાય છે.
પુલવામા આતંકી હુમલાનું કથિત રીતે સમર્થન કરવાનો વોટ્સએપ મેસેજ મોકલનારા એક કાશ્મીરી વિદ્યાર્થીની દહેરાદૂનમાં ધરપકડ કરવામાં આવી છે. કાશ્મીરી વિદ્યાર્થીએ વ્હોટ્સએપ પર જે સંદેશો શેર કર્યો હતો તેના કારણે તણાવ ઊભો થયો અને દક્ષિણપંથી હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો અને વિદ્યાર્થીની ધરપકડની માગણી કરી હતી. દહેરાદૂનની પ્રાઈવેટ યુનિવર્સિટીએ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દીધો.
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે.
આજના જમાનામાં છોકરીઓ સુંદર કિલર ફિગર મેળવવા માટે શું શું નથી કરતી. જીમથી લઈને ડાયેટિંગ... કેટકેટલા ગતકડા અજમાવે છે. કારણ કે હાલના સમાજમાં હેલ્ધી નહીં પરંતુ પાતળી છોકરીઓ સુંદરતાનો દરજ્જો અપાય છે. જો કે એ પણ સાચુ છે કે સુંદરતા દેખનારની આંખોમાં હોય છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ ફ્રેન્ચ ગુએનાના અંતરિક્ષ કેન્દ્રથી પોતાના 40માં સંચાર ઉપગ્રહ જીસેટ31ને બુધવારે લોન્ચ કર્યો. અંતરિક્ષ એજન્સીના જણાવ્યા મુજબ ઉપગ્રહનું આયુષ્ય 15 વર્ષ છે. કક્ષાની અંદર હાજર કેટલાક ઉપગ્રહો પર પરિચાલન સંબંધી સેવાઓને જારી રાખવામાં આ ઉપગ્રહ મદદ ઉપલબ્ધ કરાવશે અને જિયોસ્ટેશનરી કક્ષામાં કેયુ-બેન્ડ ટ્રાન્સપોન્ડરની ક્ષમતા પણ વધારશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી.
જીંદ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે 12,000થી વધુ મતોથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ડો. કૃષ્ણા મિડ્ઢાએ 12935 મતોથી જીત મેળવી. કૈથલથી કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા ત્રીજા સ્થાને રહ્યાં.
શહેરના કરોડપતિ કાપડ વેપારીની દીકરી સંયમનો માર્ગ અપનાવશે.સુરતના કરોડપતિ કાપડના વેપારીની દીકરી સંસારી મોહ માયા છોડી હવે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. 28મી જાન્યુઆરીએ આ દીકરી કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને સંયમના માર્ગ પર જશે.મૂળ રાજસ્થાની અને હાલ સુરતના મજૂરાગેટ કૈલાસનગર ખાતે રહેતા અતુલ જૈન કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી માનવી અને એક પુત્ર છે.
સુરતના પલસાણા ખાતે હોમિયોપેથિક દવા આપ્યા બાદ વહેલી સવારે 6 વર્ષના બાળકનું મોત નીપજતા પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી હોમિયોપેથિક દવા આપનાર તબીબ વિરુધ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સધી બાળકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો.
દુનિયા સૌથી શક્તિશાળી નેતાનો વિચાર કરતા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સામે આવી જાય છે.