ગણતરીની કલાકોમાં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, લક્ષ્મી નારાયણ યોગ કરશે માલામાલ
Horoscope Venus Transit in Leo: શુક્ર 31 જુલાઈએ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જાણો આ રાશિઓ વિશે...
શુક્ર ગોચર
જુલાઈના છેલ્લા દિવસે ધનના કારક શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. 31 જુલાઈએ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિના સૂર્ય સ્વામી છે. શુક્રના સિંહ રાશિમાં ગોચર કરવાથી લક્ષ્મી નારાયણ રાજયોગનો અદ્ભિુત સંયોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે કામિકા એકાદશી પણ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવ્યું છે.
સિંહ રાસિમાં લક્ષ્મી નારાયણ યોગ
સિંહ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ પહેલાથી બિરાજમાન છે. સિંહ રાશિમાં શુક્ર ગોચર કરશે. શુક્ર તથા બુધના એક રાશિમાં હોવાથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગના પ્રભાવથી વ્યક્તિ ધન-સંપત્તિ અને ખ્યાતી પ્રાપ્ત કરે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખુબ લાભકારી રહેવાનો છે. તમારૂ બેન્ક બેલેન્સ વધશે અને તમે બચત કરવામાં સફળ થશો. નોકરીમાં તમે સારૂ પ્રદર્શન કરશો. વેપારીઓને આ સમયમાં નફો થશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
લક્ષ્મી નારાયણ યોગ કર્ક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લઈ આવશે. આ સમયમાં તમને કાર્યોમાં સફળતા મળશે. તમે તમારા લક્ષ્યો પૂચા કરશો. આ સમયમાં આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરી, સંતાન તથા વેપારમાં બધુ સારૂ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ રહેશે. સિંહ રાશિમાં આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શુક્ર ગોચરના પ્રભાવથી તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. વડીલોના આશીર્વાદ મળશે. ભાગ્યને કારણે કેટલાક કામમાં સફળતા મળશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. આ સમયમાં તમને નોકરી સંબંધિત સારા પ્રસ્તાવો પ્રાપ્ત થશે. કરિયરમાં તમે નવી સિદ્ધિઓ હાસિલ કરશો. શુક્ર ગોચરના આ સમયમાં તમને શુભ સમાચાર મળશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ અત્યંત લાભકારી રહેશે. આ યોગ તમને નોકરીમાં સકારાત્મક ફેરફાર અપાવી શકે છે. જેનો અર્થ છે કે તમને નવી નોકરી મળી શકે છે. રોકાણ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. કાર્યોમાં સફળતા મળશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos