મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા'માં રોટલી ખાસમખાસ રીતે બનાવવામાં આવે છે, જાણશો તો દંગ રહી જશો

જ્યારે પણ વાત દેશના સૌથી ધનાઢ્ય પરિવારની આવે તો અંબાણી પરિવારનું નામ ટોપ પર આવે છે. સૌથી મોંઘુ ઘર, લક્ઝરી લાઈફસ્ટાઈલ, બ્રાન્ડેડ કપડાં, એકથી એક ચડિયાતી કારો, એટલે કે બધુ ફર્સ્ટ ક્લાસ, પોતાના સમગ્ર પરિવાર સાથે મુકેશ અંબાણી એન્ટીલિયાના ટોપ ફ્લોર પર રહે છે. જેની અંદાજીત કિંમત 15 હજાર કરોડ રૂપિયા છે. પરંતુ આમ છતાં અંબાણી પરિવારની રસોઈમાં ખાવાનું ખુબ સાદું બને છે. પરંતુ શું તમને ખબર છે કે મુકેશ અંબાણીના ઘરમાં રોટલીઓ કેવી રીતે બને છે. જો તમે ન જાણતો હોવ તો ખાસ જાણો. 

1/6
image

મુકેશ અંબાણી પોતે ભાત, હળવું સલાડ, રોટલી, દાળ ખાય છે. પરંતુ એન્ટીલિયાના રસોડામાં રોટલી હાથેથી નહીં પરંતુ એક મશીનથી બને છે. જો તમે એમ સમજતા હોય કે આ રોટી મેકર મશીન હશે તો તમે ખોટા છો.આ મશીન દ્વારા એક જ વારમાં ઢગલો રોટલી બને છે.   

2/6
image

આ મશીનથી કામ ખુબ સરળ બને છે. તેને વાપરવું પણ ખુબ સરળ રહે છે. તમારે તેમાં લોટ બાંધવાની પણ જરૂર પડતી નથી. આ મશીનનો એક ભાગ જ રોટલીનો લોટ બાંધી લે છે. તમારે ફક્ત અંદાજીત રીતે લોટ અને મીઠું નાખવાનું રહે છે. 

3/6
image

ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી નાખો અને થોડીવારમાં આ મશીન લોટ બાંધી દેશે. લોટ બંધાયા બાદ આ લોટને  તમારે મશીનની અંદર નાખવાનો છે અને ત્યારબાદ મશીન આપોઆપ ગુલ્લા પણ કરી લેશે. 

4/6
image

આ મશીનમાં જેટલી પણ રોટલી બને છે તેનો આકાર એક સરખો રહે છે. એવું નથી કે કોઈ ભાગની રોટલી મોટી હશે તો ક્યાંકથી પાતળી હશે. આ એક ફર્સ્ટ ક્લાસ રોટલી બને છે.   

5/6
image

મુકેશ અંબાણીના એન્ટીલિયામાં આ મશીનનો ઉપયોગ એટલા માટે પણ કરવામાં આવે છે કારણ કે સાફ સફાઈનું ખુબ ધ્યાન રાખવામાં આવે છે. બીજુ એ કે તેમના ઘરે મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે.   

6/6
image

આ લોકો માટે પણ આ જ મશીનમાં રોટલી બનાવવામાં આવે છે. આ મશીનમાં જ્યારે રોટલી બની જાય છે તો તે સેકાયા બાદ આપોઆપ બહાર આવી જાય છે.