2 મિનિટમાં ગેસની સમસ્યાથી મળશે છુટકારો, આ 5 બીજ અપાવશે આરામ

How to Remove Gas from Stomach: આજકાલ લોકોના પેટમાં ગેસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પેટમાં ગેસ જંક ફૂડ કે વધુ ભોજન કરવાને કારણે બનવા લાગે છે. પેટમાં ગેસ બનવાથી વ્યક્તિ ઘણી સમસ્યાનો સામનો કરે છે. ઘણીવાર તો તેને સખત દુખાવો થાય છે અને બેચેની અનુભવાય છે. જો તમે પણ ગેસની સમસ્યાથી પીડિત છો તો આજે અમે તમને પાંચ બીજ વિશે જણાવી રહ્યાં છીએ, જેના સેવનથી તમે ગેસમાં રાહત મેળવી શકો છો. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે ઘણીવાર પેટમાં ભોજન સારી રીતે ન પચવાને કારણે લોકોને બ્લોટિંગ અને ગેસની સમસ્યા થવા લાગે છે. પેટને સ્વસ્થ રાખવા માટે હંમેશા ઘરે બનાવેલું ભોજન કરવું જોઈએ.

વરિયાળીના બીજ

1/5
image

જો પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય તો તેણે વરિયાળીના બીજનું સેવન કરવું જોઈએ. તેમાં એન્ટીસ્પાસ્મોડિક અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લોટિંગ અને કબજીયાતથી રાહત અપાવે છે.

જીરાના બીજ

2/5
image

જીરામાં પણ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોની ભરમાર હોય છે. તે તમને સ્વાસ્થ્યપ્રદ રાખવામાં મદદ કરે છે. જીરાના સેવનથી પાચન તંત્ર સારૂ થાય છે અને પેટના દુખાવામાં રાહત મળે છે.

અજમો

3/5
image

પેટમાં પાચનતંત્રને ઠીક કરવા માટે અજમો લાભદાયક માનવામાં આવે છે. તેના સેવનથી બ્લોટિંગ અને ગેસથી ઓછા સમયમાં રાહત મળે છે.

અળસી

4/5
image

ગેસથી બચાવ માટે અળસીના બીજ પણ લાભદાયક છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિય હોય છે, જે પેટનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.   

હળદર

5/5
image

પેટના ગેસને બહાર કાઢવા માટે હળદર પણ ખુબ લાભદાયક માનવામાં આવે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પેટ માટે સારા માનવામાં આવે છે.

Disclaimer: આ સમાચાર માત્ર જાગરૂત કરવા માટે લખવામાં આવ્યા છે. તેને લખવામાં સામાન્ય જાણકારીની મદદ લેવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.