IND VS ENG: મેચ બાદ સામે આવ્યો Joe Root નો ગુસ્સો, TV એમ્પાયરના નિર્ણય પર ઉઠાવ્યો સવાલ

ત્રીજી ટેસ્ટના (India vs England Test Match) પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) અને હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે મેચ રેફરી જવાગલ શ્રીનાથ (Javagal Srinath) સાથે વાત કરી

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાની (Team India) સામે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં (India vs England Test Match) ઇંગ્લેન્ડને (England) 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીત (India) બાદ પિચ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો કે, આ ઉપરાંત ત્રીજી ટેસ્ટમાં કંઇક એવું થયું હતું જેણે સૌ કોઇને આશ્ચર્ચચકિત કર્યા હતા. પહેલા દિવસે માત્ર 112 રન પર ઇંગ્લેન્ડ (India vs England) ઓલઆઉટ થઈ ગયા બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓમાં ગભરાહટ જોવા મળી હતી. મેચના પહેલા દિવસે બે વિવાદાસ્પદ નિર્ણય પર મહેમાન ટીમના ખેલાડીઓ નાખુશ જોવા મળ્યા અને મેચ બાદ જો રૂટે આ મોટું પગલું ઉઠાવ્યું.

જો રૂટે રેફરી સાથે કરી વાત

1/5
image

ત્રીજી ટેસ્ટના (India vs England Test Match) પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (Joe Root) અને હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે મેચ રેફરી જવાગલ શ્રીનાથ (Javagal Srinath) સાથે વાત કરી. સિલ્વરવુડે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં રૂટ અને જવાગલ (શ્રીનાથ, મેચ રેફરી) મેચ બાદ વાત કરવા ગયા હતા.

TV એમ્પાયરના નિર્ણય પર નાખુશ હતા જો રૂટ

2/5
image

બંનેના અનુસાર એમ્પાયરે ઉતાવળમાં આશ્ચર્યજનક નિર્ણય લીધા. ઇંગ્લેન્ડ ટીમના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમણે મેચ રેફરીને કહ્યું કે ત્રીજા એમ્પાયરના નિર્ણયમાં એકરૂપતા હોવી જોઇએ. મેચ રેફરીએ કહ્યું કે, કેપ્ટન એમ્પાયરો યોગ્ય સવાલ પૂછી રહ્યા હતા.  

બેન સ્ટોક્સે કર્યો બેઈમાનીનો પ્રયત્ન!

3/5
image

ખરેખરમાં પહેલી ઘટના ટીમ ઇન્ડિયાની (Team India) બેટિંગ શરૂ થયા બાદ થઈ. ભારતની ઇનિંગની બીજી ઓવરમાં શુભમન ગિલના બેટને ટચ થઈને બોલ બેન સ્ટોક્સની પાસે ગઈ, જે બીજી સ્લિપ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. સ્ટોક્સે બોલને પકડ્યો અને ત્યારબાદ આખી ટીમે અપીલ કરી. ત્યારબાદ એમ્પાયરે સોફ્ટ ડિસીઝન આઉટ આપ્યું અને થર્ડ એમ્પાયરથી ચેક કરાવ્યું.

પકડાઈ સ્ટોક્સની ચાલ

4/5
image

જ્યારે થર્ડ એમ્પાયરે વીડિયો જોયો તો જાણવા મળ્યું કે, બોલ ગ્રાઉન્ડ પર અડ્યો હતો ત્યારબાદ સ્ટોક્સે તેને પકડ્યો હતો. થર્ડ એમ્પાયરે નોટ આઉટનો નિર્ણય સંભળાવ્યો. ત્યારબાદ જો રૂટ અને ઇંગ્લેન્ડની ટીમ ઘણી નિરાશ થઈ હતી.

બેન ફોક્સ પણ જોવા મળ્યો નાખુશ

5/5
image

મેચમાં બીજી ઘટના ત્યારે થઈ જ્યારે બેન ફોક્સે રોહિત શર્માની વિરૂધ સ્ટમ્પિંગની અપીલ કરી. ત્યારે થર્ડ એમ્પાયરે અન્ય કોઈ બીજો એન્ગલ જોયા વગર નિર્ણય સંભળાવ્યો જે ભારતીય ટીમની તરફેણમાં હતો ત્યારે મહેમાન ટીમ આ વાતથી નારાજ થઈ હતી.