ગુજરાતીઓની દેશભક્તિ : કચ્છથી લઈને રાજ્યના દરેક ખૂણે લહેરાવાયો તિરંગો

Har Ghar Tiranga Abhiyan: ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓ પણ દેશ પ્રત્યેની ભક્તિ ઝળકાળી રહ્યાં છે. સાગર, નદી, રણ, ઐતિહાસિક ઈમારતો, બોર્ડર કોઈ જગ્યા બાકી નહિ હોય જ્યાં ગુજરાતીઓે તિરંગો લહેરાવ્યો નહિ હોય. આ તસવીરો આપે છે ગુજરાતીઓની દેશભક્તિનો પુરાવો. 

1/6
image

તાપીના ઉકાઈ ડેમ ખાતે રાષ્ટ્રીય ધ્વજ લેહરાવવામાં આવ્યો. ઉકાઈ ડેમનો રાત્રિ અને દિવસનો નજારો ડ્રોન વીડિયોમાં કેદ થયો. જેમાં ઉકાઈ ડેમના પાણીમાં તિરંગો લહેરાઈ રહ્યો હોય તેવું દેખાયું. 15 મી ઓગસ્ટ અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કાકરાપાર ડેમ પર લાઈટીંગ કરાયું. વહીવટી તંત્ર દ્વારા તિરંગા આકારમાં લાઇટિંગ કરતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તિરંગા આકારનું લાઇટિંગ સાથે પાણી વહેતા ડેમ સોળે કલાએ ખીલી ઉઠ્યો.

2/6
image

મોઢેરા સૂર્ય મંદિરને તિરંગાની રોશનીનો શણગાર કરાયો. જેથી સૂર્ય મંદિર તિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યું. જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિર ખાતે તિરંગો લહેરાયો. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ રોશની કરાઈ. 

3/6
image

રાજકોટના આજી ડેમમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોએ રેસ્ક્યૂની કામગીરીનું નિદર્શન કર્યુ હતું સાથે જવાનોએ પાણી વચ્ચે તિરંગો લહેરાવ્યો હતો.

4/6
image

નર્મદા ડેમ પર પણ તિરંગાની રોશની છવાઈ. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારાતા ખીલી ઉઠ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સરદાર સરોવર ડેમનો આ નયનરમ્ય નજારો નિહાળી પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા. કરજણ ડેમને પણ તિરંગાની રોશનીથી શણગારવામાં  આવતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે.

5/6
image

ભારતીય તટ રક્ષક દળ દ્વારા ગુજરાત અને ખાસ કરીને કચ્છ નજીક આવેલા માનવ વસ્તી વિહોણા ટાપુઓ પર તિરંગો લેહરાવીને આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જખૌ સ્થિત કોસ્ટ ગાર્ડનાં અધિકારીઓએ તિરંગાને સલામી આપી. 

6/6
image

અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ વરસાદમાં ફરી જીવંત થયો. ત્યારે સુનસર ધોધનો તિરંગા કલરનો ભવ્ય નજારો બન્યો હતો. સુનસર ધોધ મીની કાશ્મીર તરીકે પ્રચલિત છે. ત્યારે સુનસર ધોધ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવને લઈ રાષ્ટ્ર ભક્તિના દર્શન છે.