hindu

સુરત: ખરા અર્થમાં માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ છે ગુલાબસિંગ, જાણો કારણ

દેશના રાજનેતાઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા દેશમાં ધર્મ અને જાતિનું રાજકારણ કરતા હોય છે. પરંતુ આ દેશનું સામાન્ય નાગરિક હંમેશા ધર્મ અને જાતિને બદલે માનવતાને મહત્વ આપે છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જે ખરા અર્થમાં માનવતાને જીવતું જાગતું ઉદાહરણ છે અને એટલા માટે કે પોતાનો જીવ જોખમમાં મૂકીને એક નાના બાળકનો જીવ બચાવવામાં આવે છે. દેશમાં એકબાજુ એક નેતા દેશવાસીઓને 15 કરોડ બનામ 100 કરોડને ધમકી આપી રહ્યો છે. ત્યારે સુરતની એક ઘટના ભારતની વાસ્તવિક આત્માને દર્શાવે છે.

Feb 21, 2020, 11:36 PM IST

‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’

કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે. 

Feb 21, 2020, 12:26 PM IST

'BJPના વિરોધ કરવાનો મતલબ હિન્દુત્વનો વિરોધ નહીં, શું છે RSSના મનની વાત?

આરએસએસના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ રવિવારે ગોવાના પણજીમાં નિવેદન આપ્યું કે, હિન્દુ સમુદાયનો મતલબ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી સંબંધિત થવાનો નથી. સાથે, ભાજપનો વિરોધ કરવાને હિન્દુઓના વિરોધ તરીકે ન જોવું જોઈએ.

Feb 10, 2020, 04:50 PM IST

પાકિસ્તાન: લગ્નના મંડપમાંથી હિંદુ છોકરીનું અપહરણ, ધર્મ પરિવર્તન બાદ મુસ્લિમ છોકરા સાથે કરાવ્યા લગ્ન

ભારતમાં નાગરિકતા કાનૂન (CAA)ના વિરોધ વચ્ચે પાકિસ્તાન (Pakistan)માં હિંદુઓ સાથે અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. સિંધ પ્રાંતમાં લગ્નના મંડપમાંથી હિંદુ છોકરીનું અપહરણ કરી તેના બળજબરીપૂર્વક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરાવવાનો ખુલાસો થયો છે. છોકરીના પિતાએ દાવો કર્યો છે કે લગ્ન સમારોહમાંથી તેમની પુત્રીનું અપહરણ કરી મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે. 

Jan 27, 2020, 02:25 PM IST

પાકિસ્તાનના સિંધમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, જબરદસ્તીથી બનાવી મુસલમાન

પાકિસ્તાન (Pakistan) માં લઘુમતી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સગીર હિન્દુ યુવતી મહેકનું અપહરણ કરીને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.

Jan 19, 2020, 04:49 PM IST

પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓના અપહરણ મામલે મોટો હોબાળો, ભારતે લાલ આંખ કરીને કહી દીધું કે...

ભારતે આ ઘટનાઓની આકરી ટીકા કરી છે અને છોકરીઓને તેમના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનું કહ્યું છે

Jan 18, 2020, 11:12 AM IST

ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિને અનામતનો લાભ આપી ન શકાય-કેન્દ્ર

મુસ્લિમ અને ખ્રિસ્તિ ધર્મમાં અનામત વ્યવસ્થા (Reservation System)  લાગુ કરવાની માગણી કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કહેવાયું છે કે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસલમાન (Muslim)  બનનારી વ્યક્તિને હિન્દુ (Hindu) ધર્મમાં વિભિન્ન જાતિઓને મળતો અનામતનો  લાભ આપવામાં આવી શકે નહીં. 

Jan 4, 2020, 12:46 PM IST

VIRAL VIDEO: પુત્રીને થાળી લઈ આરતી ઉતારતી જોઈને ભડકેલા આફ્રિદીએ તોડી નાખ્યું TV

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) નો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં શાહિદ આફ્રિદી ભારતીય રીતિ રિવાજો અને પૂજાની મજાક કરતા જોવા મળી રહ્યો છે.

Dec 30, 2019, 11:45 AM IST

પૂજામાં બોલાતા આ 20 શબ્દનો અર્થ સો ટકા તમે નહિ જાણતા હોવ

જો તમે હિન્દુ ધર્મ મુજબ પૂજાપાઠ કરો છો, તો તમારા કાનમાં પૂજા દરમિયાન અનેક ખાસ શબ્દો જરૂર પડે છે. પંરતુ મોટાભાગના લોકો આ શબ્દોનો અર્થ જાણતા નથી. ત્યારે આજે તમને જણાવીએ કે, સનાતન પરંપરા મુજબ પૂજાપાઠમાં કામમાં આવતા આ 20 શબ્દોનો અર્થ શું થાય છે. જો તમે હિન્દુ છો તો તમારે આ શબ્દોનો અર્થ જાણવું જરૂરી છે. 

Dec 23, 2019, 10:44 AM IST

નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરુદ્ધ નથી, વિપક્ષ મુસ્લિમોને ડરાવે છે-નીતિન ગડકરી

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર શહેરમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં ઉતરેલા હજારો લોકોએ રવિવારે એક ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો. આરએસએસ (RSS) અને ભાજપ (BJP) તરફથી આયોજિત કરાયેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે અમારી પાર્ટી મુસલમાનો (Muslims) વિરુદ્ધ નથી. કેટલાક વિરોધ પક્ષો દેશમાં નાગરિકતા કાયદાને લઈને ડરનું રાજકારણ રમી રહ્યાં છે. ગડકરીએ લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર કાયદા સંબંધિત તથ્યોને શેર કરે. જેનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે. 

Dec 22, 2019, 01:41 PM IST

ધર્મના આધારે જો કોંગ્રેસે ભાગલા ના પાડ્યા હોત તો આ બિલની જરૂર ન પડી હોત: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આ દેશનું વિભાજન ધર્મનાઆધારે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, જેથી આ બિલની જરૂર પડી. તેમણે કહ્યું કે આ બિલમાં કોઇ મુસ્લિમનો અધિકાર લેવામાં આવ્યો નથી. ઘણા બધા લોકોને નાગરિકતા મળી પણ છે અને નિયમો અનુસાર એપ્લિકેશન કરતાં આગળ પણ મળશે.

Dec 9, 2019, 03:24 PM IST

નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ, ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ

બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા અલ્પસંખ્યકો વિરૂદ્ધ નથી. બિલને રજૂ કરતાં સદનમાં વિપક્ષી પાર્ટીએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ચર્ચાના પક્ષમાં 293 અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. 

Dec 9, 2019, 12:51 PM IST

નાગરિકતા સંશોધન બિલ: શિવસેનાનો વિરોધ, કહ્યું 'હિંદુ-મુસલમાનમાં અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે BJP'

શિવસેના (Shiv Sena)એ નાગરિકતા સંસોધન બિલ (Citizenship Amendment Bill)નો વિરોધ કરી રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે આ બિલ દ્વારા ભાજપ (bjp) હિંદુ મુસલમાન વચ્ચે અદ્રશ્ય ભાગલાનો પ્રયત્ન કરી રહી છે. 

Dec 9, 2019, 10:55 AM IST

Ayodhya Case : મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનનું વિવાદિત નિવેદન, 'દેશની શાંતિ હંમેશા હિન્દુ બગાડે છે'

Ayodhya News: અયોધ્યા કેસ (Ayodhya Case) માં મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા રાજીવ ધવને (Rajiv Dhawan) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજીવ ધવને અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટ (Supreme court) ના ચુકાદા સંદર્ભે કહ્યું કે દેશની શાંતિ અને સૌહાર્દને હંમેશા હિન્દુ (Hindu) જ બગાડે છે. મુસ્લિમો (Muslim) એ ક્યારેય આવું કામ કર્યું નથી. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. 

Nov 27, 2019, 05:12 PM IST

પાકિસ્તાનના PM ઈમરાન ખાને હિન્દુઓને દિવાળીની શુભેચ્છા તો પાઠવી, પરંતુ...

કાશ્મીર (Kashmir)માથી કલમ 370 હટાવાયા બાદ ભારત સાથે પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને હિન્દુઓને પાવન પર્વ દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે પોતાના અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પર હિન્દુઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. જો કે તેમણે આ શુભેચ્છાઓ ફક્ત પાકિસ્તાનમાં રહેતા હિન્દુ નાગરિકોને જ પાઠવી. 

Oct 27, 2019, 10:14 AM IST

કમલેશ તિવારીની હત્યાથી 6થી વધુ હિન્દુ નેતાઓ ગભરાયા, બોલ્યા-'અમને સુરક્ષા આપો'

ઉત્તર પ્રદેશના લખનઉમાં 18 ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યાએ અનેક ચર્ચિત અન્ય હિન્દુ નેતાઓને વિચલિત કરી દીધા છે. હવે તેઓ પોતાની સુરક્ષાને લઈને ઘણા ચિંતિત જોવા મળી રહ્યાં છે. આવા નેતાઓ ભાજપના મોટા નેતાઓનો સંપર્ક કરીને સુરક્ષાની ભલામણ કરવાની સાથે સાથે સીધા ગૃહ મંત્રી અમિત શાહથી લઈને રાજ્ય સરકારોને પત્રો લખી રહ્યાં છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનારા અડધા ડઝનથી વધુ નેતાઓ સુરક્ષા માંગી ચૂક્યા છે. આ બાજુ એવા ય કેટલાક લોકો છે જેમને ધમકી નથી મળી કે સુરક્ષા પણ નથી માંગી છતાં તેમના સમર્થકો તેમની સુરક્ષા માટે ગુહાર લગાવી રહ્યાં છે. 

Oct 22, 2019, 08:32 AM IST

પાકિસ્તાનમાં મળ્યો હિન્દૂ છોકરીનો મૃતદેહ, પરિવારે વ્યક્ત કરી હત્યાની આશંકા

પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓ પર અત્યાચારના કિસ્સા અટકવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દૂ છોકરીની હત્યાના સમાચાર સામે આવ્યા છે

Sep 17, 2019, 11:22 AM IST
Ahmedabad: Symbol Of Communal Peace Vasant-Rajab's memorial built near Crime Branch PT2M23S

જુઓ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા વસંત-રજબનું સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું

અમદાવાદ: 142મી રથયાત્રા નિમિતે વસંત રજબનના પરિવારે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક વસંત રજબ સ્મારકની મુલાકાત લીધી. વસંત રાવ અને રજબ અલીનું સ્મારક ક્રાઈમબ્રાંચ ખાતે બનાવામાં આવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાં વસંત રજબના પરિવાર સાથે પોલીસ અધિકારીયોએ શ્રદ્ધાંજલિ આપી. વર્ષ 1946માં રથયાત્રામાં કોમી રમખાણ ફાટયા હતા ત્યારે વસંત રજબે કોમી એકતા માટે બલિદાન આપ્યું હતું તો 142મી રથયાત્રામાં કોમી એકતાના સંદેશ માટે વસંત રજબ સ્મારક પર શ્રદ્ધાંજલી આપવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બંનેનું સ્મારક બનાવામાં આવ્યું.પહેલી જુલાઈ 2015માં વસંત રજબ સ્મારક બનાવામાં આવ્યું હતું. 1 જુલાઈએ કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન છે.

Jul 1, 2019, 01:10 PM IST

માયાવતી બાદ જમાત એ ઇસ્લામીએ મુસ્લિમોને મહાગઠબંધનને જ મત આપવા અપીલ કરી

વિકાસ અને ખેડૂતોની વાતો વચ્ચે ફરી એકવાર ચૂંટણી જાતીવાદ અને ધર્મ પર આવી ગઇ છે બસપાએ શરૂઆત કર્યા પછી હવે મુસ્લિમ સંગઠનો પણ આમા કુદવા લાગ્યા છે.

Apr 10, 2019, 04:54 PM IST

શું રામ માત્ર હિન્દુઓના ભગવાન છે, તેઓ સમગ્ર દૂનિયાના ભગવાન છે: ફારૂક અબ્દૂલ્લા

અબ્દૂલ્લાએ આપ દ્વારા આયોજિત વિપક્ષની મહારેલીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા જોઇએ કેમ કે, તેઓ લોકતંત્ર અને બંધારણીય મૂલ્યો માટે ‘ખરતો’ છે.

Feb 14, 2019, 10:58 AM IST