20 વર્ષ બાદ ઓવલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા, વિશ્વકપમાં આવો રહ્યો છે રેકોર્ડ

આઈસીસી વિશ્વકપની 14મી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ઓવલના મેદાન પર આમને-સામને હશે. 

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019નો મુકાબલો કાલે એટલે કે 9 જૂને કેનિંગ્ટન ઓવલ લંડનમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો કાંગારૂ ટીમ વિરુદ્ધ ભારતનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. 

1/9
image

ભારતે પોતાની પ્રથમ મેચમાં આફ્રિકાને ભલે રહાવ્યું હોય. તો ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ 2019માં અત્યાર સુધી પોતાની પ્રથમ બે મેચમાં અફગાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી હતી. 

2/9
image

હવે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે. 

3/9
image

ભારત અને ઓસ્ટ્રેલિયા1983થી લઈને અત્યાર સુધી વિશ્વ કપમાં 11 વખત આમને-સામને થયા છે, જેમાં આઠ વખત કાંગારૂ ટીમને વિજય મળ્યો છે. જ્યારે ભારતીય ટીમ માત્ર ત્રણ મેચ જીતી શકી છે. 

વિશ્વ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

4/9
image

1983- ઓસ્ટ્રેલિયા 162 રનથી જીત્યું 1983- ભારત 118 રનથી જીત્યું 1987- ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું 1987- ભારત 56 રનથી જીત્યું 1992- ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું 1996- ઓસ્ટ્રેલિયાનો 16 રને વિજય 1999- ઓસ્ટ્રેલિયાનો 77 રને વિજય 2003- ઓસ્ટ્રેલિયાનો 9 વિકેટે વિજય 2003-ઓસ્ર્ટેલિયાનો 125 રનથી વિજય 2011- ભારતનો 5 વિકેટે વિજય 2015- ઓસ્ટ્રેલિયાનો 95 રને વિજય

5/9
image

કેનિંગ્ટન ઓવલની વાત કરીએ તો આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મુકાબલો રમાયો છે. 4 જૂન 1999ના વિશ્વકપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 77 રને પરાજય આપ્યો હતો. હવે 20 વર્ષ બાદ એક વાર ફરી બંન્ને ટીમ આ મેદાન પર આમને-સામને હશે. 

6/9
image

1974થી 2017 વચ્ચે ભારતે કેનિંગ્ટન ઓવલ મેદાન પર કુલ 15 વનડે મેચ રમી છે, 5 મેચોમાં તેને જીત અને 9 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

7/9
image

ઓસ્ટ્રેલિયાએ 1975થી 2018 વચ્ચે કેનિંગ્ટન ઓવલ મેદાન પર 15 વનડે મેચ રમી છે જેમાં 8 મેચોમાં તેને જીત અને છ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

8/9
image

કેનિંગ્ટન ઓવલમાં પ્રથમ વનડે મેચ 7 સપ્ટેમ્બર 1973ના ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઇ હતી. કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમનો ઈતિહાસ ખૂબ જૂનો છે. કેનિંગ્ટન ઓવલ સ્ટેડિયમ 1845માં બન્યું હતું. આ મેદાનની દર્શક ક્ષમતા 23500ની છે.   

9/9
image

ન્યૂઝીલેન્ડે આ મેદાન પર વનડેમાં સૌથી વધુ મોટો સ્કોર 5 વિકેટ પર 398 રન બનાવ્યા હતા. 12 જૂન 2015ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં ન્યૂઝીલેન્ડએ આ કારનામું રહ્યું હતું.