U19 World Cup: ભારતને 5મી વખત વર્લ્ડકપ જીતાડનાર યુવા ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ, BCCI એ ખોલ્યો ખજાનો, મોટી જાહેરાત

નોર્થ સાઉન્ડઃ ભારતીય ટીમે ઈતિહાસ રચીને 5મી વખત અંડર-19 વર્લ્ડકપનો એવોર્ડ ટ્રોફી પોતાના નામે કરી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને ચાર વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઘાતક બોલિંગ અને બેટિંગ જોઈને વિરોધી ટીમે પોતાના હથિયાર નીચે રાખી દીધા હતા. 

1/6
image

બોર્ડના સચિવ જય શાહે ફાઇનલમાં ભારતની ચાર વિકેટથી જીત મેળવ્યા બાદ તરત જ ટ્વીટ કર્યું, "અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીતનાર U-19 ટીમના સભ્યોને BCCI રૂ. 40- 40 લાખનું રોકડ ઇનામ અને સપોર્ટ સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપશે. તમે અમને ગૌરવ અપાવ્યું છે.

2/6
image

હવે આ ભવ્ય જીત બાદ BCCIએ એક મોટી જાહેરાત કરી છે, તેઓ અંડર-19 વર્લ્ડકપનો એવોર્ડ જીતનાર ભારતીય ટીમ પર હવે પૈસાનો વરસાદ થશે એટલે કે મોટા ઈનામ આપશે. ચાલો તેના વિશે જાણીએ.

BCCI એ કર્યો પૈસાનો વરસાદ

3/6
image

BCCI એ વેસ્ટ ઈન્ડિઝમાં ઈંગ્લેન્ડને હરાવીને રેકોર્ડબ્રેક પાંચમી વખત અંડર-19 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમના દરેક સભ્યને 40 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફ માટે 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. 

ભારતે પાંચમી વખત જીત્યો આ ખિતાબ

4/6
image

યશ ધુલની કેપ્ટન્સીમાં ભારતની અંડર-19 ટીમે પાંચમી વખત ટાઈટલ જીત્યું છે. યશ પહેલા ભારતે મોહમ્મદ કૈફ (2000), વિરાટ કોહલી (2008), ઉન્મુક્ત ચંદ (2012), પૃથ્વી શૉ (2018)ની કપ્તાની હેઠળ અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 44.5 ઓવરમાં 189 રન બનાવ્યા હતા. જેમાં જેમ્સ રેવે સૌથી વધુ 95 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા રાજ બાવાએ પાંચ અને રવિ કુમારે ચાર વિકેટ ઝડપી હતી.

ધોનીની સ્ટાઈલની જીત

5/6
image

તેના જવાબમાં ભારતે નિશાંત સિંધુ, શેખ રાશિદ અને રાજ બાવાની ઈનિંગ્સના આધારે શાનદાર જીત મેળવી હતી. સિંધુએ 54 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા, જ્યારે રાશિદે 84 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સિવાય બાવાએ 54 બોલમાં 35 રન બનાવ્યા હતા. 

6/6
image

અગિયાર વર્ષ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સિક્સર ફટકારીને ભારતને વર્લ્ડકપ જીતાડ્યો હતો અને એ જ રીતે દિનેશ બાના એ ઈંગ્લેન્ડ સામે અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં સિક્સ ફટકારીને ટાઈટલ ભારતના નામે કર્યું હતું.