Photos : ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે ઈન્ડિયન ક્રિકેટર્સની આ તસવીરો શેમાંથી બની છે?

હાલ સમગ્ર દેશમાં ક્રિકેટનો ફીવર છવાયેલો છે. જેમાં મહિલાઓ પણ બાકાત નથી. ક્રિકેટ પ્રેમીઓ વિવિધ રીતે પોતાના ક્રિકેટ પ્રેમ વ્યક્ત કરતા હોય છે, ત્યારે જો ક્રિકેટ ફેનનું રેટિંગ આપવામાં આવે તો, વડોદરાનું આ ગ્રૂપ ટોપ સ્થાન પર હોય. વડોદરાના સહજ રંગોળી ગ્રૂપ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના 12 પ્લેયર્સની રંગોળી બનાવવામાં આવી છે. ધોરણ-8ની વિદ્યાર્થીનીથી લઈને ગૃહિણી સુધીના આ ગ્રૂપે 10 દિવસમાં ક્રિકેટ થીમ પર રંગોળી બનાવીને અનોખુ આકર્ષણ ઉભુ કર્યું છે.

તૃષાર પટેલ/વડોદરા :હાલ સમગ્ર દેશમાં ક્રિકેટનો ફીવર છવાયેલો છે. જેમાં મહિલાઓ પણ બાકાત નથી. ક્રિકેટ પ્રેમીઓ વિવિધ રીતે પોતાના ક્રિકેટ પ્રેમ વ્યક્ત કરતા હોય છે, ત્યારે જો ક્રિકેટ ફેનનું રેટિંગ આપવામાં આવે તો, વડોદરાનું આ ગ્રૂપ ટોપ સ્થાન પર હોય. વડોદરાના સહજ રંગોળી ગ્રૂપ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના 12 પ્લેયર્સની રંગોળી બનાવવામાં આવી છે. ધોરણ-8ની વિદ્યાર્થીનીથી લઈને ગૃહિણી સુધીના આ ગ્રૂપે 10 દિવસમાં ક્રિકેટ થીમ પર રંગોળી બનાવીને અનોખુ આકર્ષણ ઉભુ કર્યું છે.
 

1/12
image

વડોદરાના સહજ ગ્રૂપના ફાઉન્ડર કમલેશ વ્યાસ સહિત કેટલાક વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ આ પ્રયાસમાં જોડાયા હતા. જેમાં આખી ક્રિકેટ ટીમના પ્લેયર્સના દર્શન એક જ રંગોળીમાં કરી શકાય છે. 12 બાય 12 ફૂટની જગ્યામાં બનાવેલી આ રંગોળીને તૈયાર કરવામાં આ ગ્રૂપને 10 દિવસનો સમય લાગ્યો હતો. 

2/12
image

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની રંગોળી રેવન્ત વ્યાસે બનાવી છે.

3/12
image

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની રંગોળી રેવન્ત વ્યાસે બનાવી છે.

4/12
image

મહેન્દ્રસિંહ ધોનીની રંગોળી હિરલ ટાંટોડે બનાવી છે.

5/12
image

ક્રિકેટર કેદાર જાદવની રંગોળી નિહારીકા રાઠોડે બનાવી છે.

6/12
image

ભુવનેશ્વર કુમારની રંગોળી ખુશાલી મહેતાએ બનાવી છે.

7/12
image

કુલદીપ યાદવની રંગોળી હેત્વી શાહે બનાવી છે.

8/12
image

રોહિત શર્માની રંગોળી ધ્વની ખત્રીએ બનાવી છે. 

9/12
image

જસપ્રીત બુમરાની રંગોળી શ્રેય નિર્બાકે બનાવી છે.

10/12
image

યજુર્વેન્દ્રસિંહ ચહલની રંગોળી નીના જોશીએ બનાવી છે.

11/12
image

રવિન્દ્ર જાડેજાની રંગોળી પૂર્વી ઠક્કર દ્વારા બનાવાઈ છે.

12/12
image

મોહંમદ શમીની રંગોળી ભૂમિ ત્રિવેદી દ્વારા બનાવાઈ છે.