Photos: ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેનો, જેની સ્પીડની સામે ચિત્તો પણ ભરે પાણી, નથી ગણી શકાતા ડબ્બા
India Fastest Train: તમે ઘણી વખત ભારતની ટ્રેનોમાં મુસાફરી કરી હશે, પરંતુ શું તમે ભારતની સૌથી ફાસ્ટ ચાલનાર ટ્રેનમાં ક્યારે મુસાફરી કરી છે. આ ટ્રેનો એટલી જબરદસ્ત સ્પીડમાં દોડે છે કે દુનિયાના સૌથી ફાસ્ટ ભાગનાર ચિંતો પણ તેની સામે પાણી ભરતા નજરે પડે છે.
ભારતની સૌથી ફાસ્ટ ચાલનાર ટ્રેન
ભારતની સૌથી ફાસ્ટ ચાલનાર ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે. પોતાના નામના અનુરૂપ આ ટ્રેન ભારતના ગૌરવને ચાર ચાંદ લગાવે છે. આ ટ્રેનોની સ્પીડ 180 કિમી પ્રતિ કલાકની છે પરંતુ સેફ્ટીના કારણોસર તેણે 160 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચલાવવામાં આવે છે. દિલ્હીથી ભોપાલ જનાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન માનવામાં આવે છે.
ગતિમાન એક્સપ્રેસ ટ્રેન
આ ટ્રેન સ્પીડના મામલામાં ભારતની બીજી ફાસ્ટેસ્ટ ટ્રેન માનવામાં આવે છે. આ ટ્રેનની સૌથી વધુ સ્પીડ 160 કિમી પ્રતિકલાકની છે. આ ટ્રેન દિલ્હીથી હજરત નિઝામુદ્દીનથી આગરા રૂટ પર ચાલે છે. આ બે શહેરોની વચ્ચેનું અંતર આ ટ્રેન માત્ર 2 કલાકમાં પુરું કરી નાંખે છે. આ ટ્રેનમાં ફ્રી વાઈ ફાઈ, ફુલ એસી જેવી ચેયર કાર જેવી સુવિદ્યાઓ મળે છે.
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન
શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોને એક જમાનામાં ભારતની સૌથી ફાસ્ટ ટ્રેન માનવામાં આવતી હતી પરંતુ હવે આ સ્પીડના મામલામાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. સ્પીડના મામલામાં નવી દિલ્હીથી ભોપાલ જનાર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન દેશની ત્રીજી ફાસ્ટેસ્ટ ટ્રેન છે. તેની સ્પીડ 150 કિમી પ્રતિ કલાકની છે. આ ટ્રેનમાં મુસાફરોને એસી અને ખાણીપીણીની તમામ સુવિધા આપવામાં આવે છે.
રાજધાની એક્સપ્રેસ ટ્રેન
દિલ્હીથી મુંબઈ જનાર રાજઘાની એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ 140 કિમી પ્રતિ કલાકની છે. આ દેશની ચૌથી સૌથી ફાસ્ટ ગતિવાળી ટ્રેન છે. આ ટ્રેનમાં મુસાફરોને સફર કરવામાં ખુબ જ આનંદ આવે છે. તેમાં પાણીની બોટલ, સ્નેક્સ, ચા-કોફી અને આઈસ્ક્રીમ પીરસવામાં આવે છે. સાફ સફાઈના મામલામાં આ ટ્રેન બેજોડ માનવામાં આવે છે.
દુરંતો એક્સપ્રેસ ટ્રેન
આ ટ્રેન સ્પીડના મામલામાં દેશમાં 5મા નંબર પર આવે છે. તત્કાલીન રેલમંત્રી મમતા બેનર્જીએ આ ટ્રેનોને આ નામ આપ્યું હતું. આ ટ્રેન નવી દિલ્હીથી પશ્ચિમ બંગાળના સિયાલદહ જંકશન સુધી જાય છે.આ ટ્રેનની સૌથી વધુ સ્પીડ 135 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેનમાં પણ સ્નેક્સ અને ચા-કોફી આપવામાં આવે છે.
Trending Photos