PICS: ભારતીય નેવીનું એડનની ખાડીમાં જબરદસ્ત પરાક્રમ, INS સુમિત્રાએ ચાંચિયાઓને ધોબીપછાડ આપી

 ભારતીય સેનાએ માછળી પકડનારા ઈરાની જહાજ ઈમાન પર સોમવારે ચાંચિયાઓની કોશિશને નિષ્ફળ  બનાવી દીધી. આ સાથે જ ભારતીય સેનાએ 19 પાકિસ્તાનીઓને ચાંચિયાઓના ચુંગલમાંથી છોડાવ્યા. 

1/4
image

INS Sumitra News: ભારતીય યુદ્ધવાહક જહાજ INS સુમિત્રાએ સોમાલિયાના પૂર્વી તટ પર ચાંચિયાઓને જબરદસ્ત જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ માછળી પકડનારા ઈરાની જહાજ ઈમાન પર સોમવારે ચાંચિયાઓની કોશિશને નિષ્ફળ  બનાવી દીધી. આ સાથે જ ભારતીય સેનાએ 19 પાકિસ્તાનીઓને ચાંચિયાઓના ચુંગલમાંથી છોડાવ્યા.  (તસવીરો સાભાર- ઈન્ડિયન નેવી એક્સ એકાઉન્ટ)

2/4
image

ભારતીય નેવીના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું કે સોમાલિયાના પૂર્વ તટ પર સમુદ્રી ડાકુઓ વિરુદ્ધ એક સફળ અભિયાનમાં આઈએનએસ સુમિત્રાએ માછલી પકડનારી બોટ અલ નઈમી અને તેના ચાલક દળના 19 સભ્યોને 11 સોમાલી ચાંચિયાઓથી છોડાવ્યા. 

3/4
image

મધવાલે કહ્યું કે આઈએનએસ સુમિત્રાએ  કોચ્ચિથી લગભગ 850 સમુદ્રી માઈલ પશ્ચિમમાં દક્ષિણ અરબ સાગરમાં 36 ક્રુ સભ્યોવાળા દળ (17 ઈરાની અને 19 પાકિસ્તાની) સાથે કબજામાં લેવાયેલા માછલી પકડનારા બે જહાજોને 36 કલાકથી પણ ઓછા સમયમાં બચાવ્યા છે. 

4/4
image

મધવાલે કહ્યું કે ભારતીય નેવીએ સમુદ્રમાં તમામ નાવિકો અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સમુદ્રી જોખમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિસ્તારમાં એકવાર ફરીથી પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. અત્રે જણાવવાનું કે આઈએનએસ સુમિત્રાને એડનની ખાડી તથા સોમાલિયાના પૂર્વમાં ચાંચિયાઓ અને સમુદ્રી સુરક્ષા અભિયાનો માટે તૈનાત કરાયું છે.