indian navy

INS વિરાટ હવે અલંગમા જ ભસ્મીભૂત થશે, રક્ષા મંત્રાલયે મ્યૂઝિયમ બનાવવાની માંગણી ફગાવી

અલંગમાં ભાંગવા આવેલા જહાજ આઈએનએસ વિરાટને મ્યૂઝિયમમા ફેરવવાની માંગ ફગાવાઈ છે. કેન્દ્રીય રક્ષા મંત્રાલયે મ્યૂઝિયમમાં ફેરવવાની માંગ ફગાવી દીધી છે. આઈએનએસ વિરાટ (INS virat) હવે અલંગમા જ ભસ્મીભૂત થશે. સપ્ટેમ્બર માસમા અલંગ (alang) માં ભાંગવા આવેલ જહાજ હજુ કિનારાથી દૂર છે. તેને મ્યૂઝિયમ બનાવવા માટેની માંગ સાથે મુંબઈની એક કંપનીએ ખરીદવા તૈયારી દર્શાવી હતી. હવે માંગ ફગાવી દેતા 4 માસથી દરિયામાં ઉભેલા જહાજને આખરે પ્લોટમાં જ ભાંગવાની શરૂઆત કરાશે. 

Dec 6, 2020, 03:04 PM IST

Indian Navy ની તાકાત વધી, એન્ટી શિપ મિસાઈલ Brahmos નું સફળ પરીક્ષણ

ભારતીય નેવીને વધુ એક સફળતા મળી છે. નેવીએ આજે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ (Brahmos supersonic cruise missile)ના એન્ટી શિપ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ મિસાઈલનું પરીક્ષણ આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં કરાયું. એન્ટી શિપ બ્રહ્મોસ મિસાઈલ આઈએનએસ રણવિજયથી બંગાળની ખાડીમાં છોડવામાં આવી. જ્યાં વધુમાં વધુ અંતરના ટાર્ગેટ પર સટીક નિશાન લગાવ્યું. 

Dec 1, 2020, 04:17 PM IST

Indian Navyની એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ, લાંબા અંતરે પ્રહાર કરવામાં સક્ષમ

જમીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેના દરિયાઈ સુરક્ષા માટે પણ પોતાને મજબૂત કરી રહી છે. એવામાં સતત ઘાતક મિસાઇલલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની સફળતા ભારતની સૈન્ય શક્તિમાં વધારો કરી રહી છે. આ ક્રમમાં નૌસેનાએ શુક્રવારના વધુ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું, જેની સફળતાએ સમુદ્ર સીમાને અભેદ્ય હોવાની ખાતરી આપી છે.

Oct 30, 2020, 07:22 PM IST

સમુદ્રમાં ચીનને જવાબ આપવાની જોરદાર તૈયારી, ભારતે 2 દિવસમાં લોન્ચ કર્યા ખતરનાક હથિયાર

પૂર્વ લદાખમાં ચીન (China) સાથે છેલ્લા 5 મહિનાથી ગંભીર તણાવ વચ્ચે છેલ્લા કેટલાક સયમથી ભારત (India) પોતાની સેન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં લાગ્યું છે. ચીનની નૌ શક્તિને જવાબ આપવા માટે ભારતે છેલ્લા બે દિવસમાં નેવીના બે સંહારક હથિયારોનું પરીક્ષણ કર્યું છે. જે યુદ્ધની સ્થિતિમાં ચીનના સ્વપ્નો પાણીમાં ભળી શકે છે.

Oct 24, 2020, 10:32 AM IST

દુશ્મનોને મળશે વળતો જવાબ, નૌસેનાના બેડામાં સામેલ થઈ INS કવરત્તી

સેના પ્રમુખે કહ્યું કે,  યુદ્ધજહાજમાં 90 ટકા દેશી ઉપકરણ લગાવ્યા છે. આ યુદ્ધજહાજમાં એવા સેન્સર પણ લાગેલા છે જે સબમરીનની માહિતી મેળવાની સાથે-સાથે તેનો પીછો કરવામાં સક્ષમ છે અને સરળતાથી રડારની પકડમાં આવતી નથી. 
 

Oct 22, 2020, 03:57 PM IST

ભરતીની રાહ જોઈને દરિયામાં ઉભુ છે INS વિરાટ, કિનારે લાંગરવાની ઘટના ભાવનગર માટે ઈતિહાસ બનશે

 • 28મી સપ્ટેમ્બરે જહાજને સેલ્યુટ સેરેમની પૂરતુ જ ખેંચવામાં આવશે. 28 સપ્ટેમ્બર પછી આ મહાકાય જહાજને વધુ ખેંચવામાં આવશે. 1 ઓક્ટોબરે ભરતી આવશે, શિપ એ દિવસે ખેંચાશે. 
 • ભાવનગરના ઈતિહાસમાં વોરશીપ અનેક ભંગાયા છે. પણ ભારતનું વોરશિપ પહેલીવાર ભંગાણ માટે અલંગમાં આવ્યું

Sep 23, 2020, 10:59 AM IST
INS Virat Arrived In The Sea Of Alang PT3M1S

‘ગ્રેટ ઓલ્ડ લેડી’ INS વિરાટ જહાજ અલંગના દરિયા કિનારે પહોંચ્યું, સરવે કરવા સરકારી અધિકારીઓ દોડતા થયા

 • 24 હજાર ટનનું વિમાનવાહક જહાજ INS વિરાટ ભારતીય નેવીની શાન કહેવાતુ આ યુદ્ધજહાજ આજે અલંગના ભંગારવાડા ખાતે આવી પહોંચશે.
 • વિશ્વના આ સૌથી જૂના યુદ્ધ જહાજને ભાંગવામાં આવશે. 

Sep 22, 2020, 07:36 AM IST

INS વિરાટે શરૂ કરી પોતાની અંતિમ યાત્રા, આશરે 30 વર્ષ સુધી રહ્યું ભારતીય નૌસેનાની શાન

ભારતીય નૌસેનામાંથી નિવૃત વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ મુંબઈથી પોતાની અંતિમ યાત્રા પર રવાના થઈ ચુક્યું છે. 

Sep 19, 2020, 04:05 PM IST

વાત ગળે ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો

 • એનઆઈએની ટીમે ગઈકાલે આવીને તેને ગોધરાના ભરબજારમાંથી દબોચી લીધો હતો.
 • ઈમરાનના ઘરમાંથી એનઆઈએની ટીમે કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે.
 • ઈમરાનના પરિવારનો પાકિસ્તાન સાથે ઘરોબો છે તેવું કહી શકાય

Sep 16, 2020, 08:26 AM IST

ગુજરાતમાં ફરી જાસૂસ પકડાયો, પાકિસ્તાનને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી

 • ગોધરાના ઇમરાન જીતેલી નામના શખ્સની સંડોવણી સામે આવી છે. 
 • ઇમરાનએ આઈએસઆઈ (isi)ના મોડ્યુલથી જાસૂસીને અંજામ આપ્યો હોવાનો આરોપ છે

Sep 15, 2020, 12:10 PM IST

વિવાદ વચ્ચે કંગનાએ શેર કરી ગુજરાતની તસવીર, કહ્યું-જીત આખરે ભક્તિની થાય છે

 • ટ્વિટ અને તસવીરના માધ્યમથી તેણે પોતાની ઓફિસ તોડનારી શિવસેના પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યો 
 • મનથી ધાર્મિક અને ભક્તિભાવમાં વિશ્વાસ રાખતી કંગના રનૌતે આ પહેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન પણ કર્યા હતા

Sep 12, 2020, 01:00 PM IST

ક્રૂડ ઓઇલથી લદાયેલા જહાજમાં ફરી આગ લાગી, ઇન્ડિયન નેવીએ ફરી એકવાર શ્રીલંકાની મદદ કરી

શ્રીલંકા કિનારે ઓઇલ ટેંકરમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં ભારતીય નૌસેનાએ મહત્વની ભુમિકા નિભાવી હતી. જો કે હવે તે ટેંકરમાં ફરી એકવાર આગ લાગી ગઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. જો કે આ વખતે પણ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અનુસાર અગ્નિશમનના પ્રયાસોથી આગને નિયંત્રણ કરી લીધું છે. બાકી ટીમો ઘટના સ્થળે પહોંચી ચુક્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીની ટીમ દ્વારા રેસક્યું ઓપરેશન કરવામાં આવ્યું. ભારતીય નૌસેનાના પ્રવક્તાનાં ટ્વીટર હેન્ડલથી કેટલીક તસ્વીરો પણ જાહેર કરવામાં આવી છે. 

Sep 7, 2020, 11:54 PM IST

ચીન-પાકિસ્તાનનો છૂટશે પરસેવો, ભારતીય સેનામાં સામેલ થશે આ સ્વદેશી સબમરીન

ભારતમાં બનાવવામાં આવતી કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઇએનએસ કરંજના ચારથી પાંચ મહિનામાં નૌસેનામાં સામેલ થવાની સંભાવના છે. કરંજને 2018માં સમુદ્રના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું અને સૂત્રોના અનુસાર આ પરીક્ષણ સફળ રહ્યું છે. આ ક્લાસની ચોથી સમબરીન આઇએનએસ વેલા પણ આગામી વર્ષના અંતમાં નૌસેનામાં સામેલ થશે.

Aug 25, 2020, 03:27 PM IST

15 ઓગસ્ટ: સરકારનો મોટો નિર્ણય, આર્મી અધિકારીઓએ સમારોહ સુધી કર્યા કોરોન્ટાઇન

તમને જણાવી દઇએ કે આ તમામ અધિકારી અને તેમના સ્ટાફને ફક્ત પરેડ રિહર્સલ અને કાર્યક્રમ સાથે જોડાયેલી તૈયારીઓમાં જ ભાગ લઇ શકશે અને કામ પુરૂ થયા બાદ તમામ સીધા પોતાના ઘરે જશે. દિલ્હી પોલીસના તમામ સ્ટાફને પણ મૌખિક રીતે એ પણ આદેશ આપવામાં આવ્યો છે. 

Jul 29, 2020, 06:08 PM IST

ભારતના પરાક્રમમાં વધારો, ચીન સાથેના તણાવ વચ્ચે USથી મળશે 6 પ્રિડેટર B ડ્રોન

ચીન સાથે તણાવની વચ્ચે ભારતના પરાક્રમ પર ફરી એકવાર મોટા સામચાર આવ્યા છે. સમુદ્રથી આકાશ સુધી ભારતના શૌર્યને નવી શક્તિ મળવાની છે. સમુદ્રનો રંગ પણ આસમાની છે અને આકાશનો રંગ પણ આ જ છે. એટલે કે આ ભારતીય સેનાનું મિશન બ્લૂ છે, અને આ મિશન બ્લૂ અંતર્ગત ભારતને બમણી શક્તિ મળવાની છે.

Jul 25, 2020, 06:53 PM IST

ચીનને ઘેરવાનો પ્લાન, ભારતીય નેવીની જબરદસ્ત તૈયારી, અમેરિકા પણ આપશે સાથ

ચીન  (China-India border Dispute) સાથે તણાવ વચ્ચે અમેરિકી નેવી ભારતીય નેવી સાથે મળીને યુદ્ધાભ્યાસ કરી શકે છે. મળતી માહિતી મુજબ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS નિમિત્ઝ (USS Nimitz) તેમાં સામેલ થઈ શકે છે. નિમિત્ઝ હાલ હિન્દ મહાસાગરમાં તૈનાત છે. અને નેવી આંદમાન અને નિકોબાર ટાપુ તટે યુદ્ધાભ્યાસ કરી રહી છે. એરક્રાફ્ટ કેરિયર નિમિત્ઝ યુએએસએસ થિયોડોર રૂઝવેલ્ડ સાથે સાઉથ ચાઈના સીમાં વોરગેમ્સમાં સામેલ હતું. નિમિત્ઝ પહેલેથી મલક્કા સ્ટ્રેટના રસ્તે હિન્દ મહાસાગરમાં તૈનાત છે. તે સ્ટ્રેટ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચેનો ખુબ જ સાંકડો રસ્તો છે જે ખુબ મહત્વનો છે કારણ કે આ રસ્તે ચીન સહિત સમગ્ર એશિયા માટે તેલ સપ્લાય થાય છે. 

Jul 20, 2020, 12:07 PM IST

સમુદ્રમાં ચીનની હરકતોને રોકવાની તૈયારી, Navyએ ઉઠાવ્યા આ પગલા

હિંદ મહાસાગરમાં ચીનની ચાલ પર નજર રાખવા માટે ભારતીય નૌસેનાએ જહાજોની સંખ્યા વધારી છે. તેમના દ્વારા નેવી સર્વેલન્સ મિશનમાં વધારો કરી રહી છે. હવે ચીનની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ચીન સાથે પૂર્વ લદ્દાખમાં વધતા જતા સંઘર્ષની વચ્ચે ભારતીય લશ્કર અને જાપાની નૌસેનાએ હિંદ મહાસાગરમાં સંયુક્ત કવાયત હાથ ધરી હતી. જાપાની નૌસેનાએ અહેવાલ આપ્યો છે કે જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સના JS KASHIMA અને JS SHIMAYUKIએ ભારતીય નૌકાદળના આઈએનએસ રાણા (INS RANA) અને આઈએનએસ કુલીશ (INS KULISH) સાથે યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો.

Jun 29, 2020, 09:58 PM IST