IPL 2019: સિઝનના પાંચ મોટા વિવાદ, લાંબા સમય સુધી રહેશે યાદ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સિઝનમાં ઘણી એવી ઘટના બની જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. અમ્પાયરના નિર્ણયથી લઈને ખેલાડીઓની નારાજગી અને અશ્વિને બટલરને કરેલ માંકડિંગ... 
 

જુઓ આ સિઝનની પાંચ સૌથી વિવાદાસ્પદ ઘટનાઓ. 

અશ્વિને બટલરને કર્યો માંકડિંગ

1/5
image

અશ્વિને આ હરકત કરીને ક્રિકેટમાં એક નવા વિવાદને જન્મ આપી દીધો હતો. આઈપીએલના ઈતિહાસમાં માંકડ રનઆઉટની ઘટના પ્રથમ વખત બની હતી. આ ઘટનાને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. આ રનઆઉટ બાદ વિશ્વભરમાં ઘણા લોકોએ અશ્વિનનો વિરોધ કર્યો તો કેટલાક લોકો અશ્વિનના સમર્થનમાં આવ્યા હતા. આ અનોખો નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે ચોથા લીગ મેચ દરમિયાન કિંગ્સ ઇલેનવ પંજાબના કેપ્ટન આર.અશ્વિને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને નોન સ્ટ્રાઇકર એન્ડ પર આઉટ કરી દીધો હતો. અશ્વિને જોયું કે જોસ બટલર બોલ છોડ્યા પહેલા જ ક્રીઝ છોડીને આગળ નિકળી રહ્યો હતો, ત્યારે અશ્વિને બેલ્સ ઉડાવી દીધા. પરંતુ ઓન ફીલ્ડ અમ્પાયરે નિર્ણય ન લીધો, પરંતુ થર્ડ અમ્પાયરે બટલરને રન આઉટ ગણાવ્યો હતો. 

પોલાર્ડને આવ્યો ગુસ્સો

2/5
image

ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ફાઇનલ મુકાબલા દરમિયાન જ્યારે અમ્પાયરે એક બોલને વાઇન ન આપ્યો તો પોલાર્ડે બેટ હવામાં ઉછાળી દીધું. અમ્પાયરના આ નિર્ણયથી કેરેબિયન બેટ્સમેન એટલો નારાજ થયો કે ટ્રેમલાઇનની પાસે થઈને બેટિંગ કરવા લાગ્યો. અમ્પાયરે તેને તેમ કરતા રોક્યો હતો. પરંતુ પોલાર્ડે સિઝનના અંતિમ મેચમાં અમ્પાયરિંગને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી.   

નો-બોલ વિવાદ, અમ્પાયરે તોડ્યો ગેલ

3/5
image

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2019માં અમ્પાયરિંગ ઘણીવાર વિવાદોમાં રહી. આરસીબી અને મુંબઈ વચ્ચે મુકાબલામાં મેચના અંતિમ બોલ પર અમ્પાયરે નો-બોલ ન આપ્યો. પરંતુ મલિંગાનો પગ ક્રીઝની બહાર હતો. એકવાર ફરી અમ્પાયરિંગ ચર્ચામાં આવી. એક મામલો ઈંગ્લિશ અમ્પાયર નીઝલ લોન્ગનો સામે આવ્યો. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક મેચ દરમિયાન આરસીબીના કેપ્ટન કોહલી અને અમ્પાયર વચ્ચે નોબોલને લઈને બોલાચાલી થઈ. આ વિવાદ બાદ અમ્પાયર લોન્ગ એટલા નારાજ થઈ ગયા કે તેમણે હૈદરાબાદની ઈનિંગના અંતમાં અમ્પાયર રૂમના દરવાજા પર ગુસ્સેથી કિક મારી. લોન્ગની કિક એટલી આક્રમક હતી કે અમ્પાયર રૂમનો દરવાજો ડેમેજ થઈ ગયો.   

રસેલે નિર્ણયો પર નોંધાવ્યો વિરોધ

4/5
image

કોલકત્તાની ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી. પરંતુ એવી ખબરો આવી કે ટીમમાં બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. આંદ્રે રસેલે આઈપીએલમાં ટીમના ખરાબ પ્રદર્શન માટે ટીમ દ્વારા લેવાયેલા ખરાબ નિર્ણયોને જવાબદાર ઠેરવ્યા હતા. રસેલે સતત છ મેચ હાર્યા બાદ આ વાત કરી હતી. તેણે કહ્યું કે, અમારી પાસે સારી ટીમ છે પરંતુ ખરાબ નિર્ણયો લેવા પર જીતી શકતા નથી અને અમે તે કર્યું છે. 

એમએસ ધોની આવ્યો મેદાન પર

5/5
image

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની મેદાન પર આવીને અમ્પાયર સાથે ચર્ચા કરવા લાગ્યો. ક્રિકેટના ચાહતા લોકોને કેપ્ટન કુલનું આ વલણ ન ગમ્યું. અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગની અંતિમ ઓવરમાં બેન સ્ટોક્સના એક બોલને નો-બોલ આપ્યો, જેને સ્ક્વેઅર લેગ અમ્પાયર સાથે વાતચીત બાદ ફેરવી દીધો. ધોનીએ આ ઘટના પર પોતાનો પીતો ગુમાવ્યો અને ડગ આઉટથી મેદાન પર આવીને અમ્પાયર સાથે ચર્ચા કરવા લાગ્યો. ધોનીના આ વર્તનની પૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી. આ માટે તેના પર 50 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.