IPO Market: રોકાણકારો માટે તક, આગામી સપ્તાહે ઓપન થશે આ શરાબ કંપનીનો આઈપીઓ, જાણો વિગત
Upcoming IPO: એસએમઈ સેગમેન્ટમાં આગામી સપ્તાહે સાત આઈપીઓ લોન્ચ થવાના છે. તે છે વિસામન ગ્લોબલ સેલ્સ, મેસન ઇન્ફ્રાટેક, સ્લીવન પ્લાઈબોર્ડ, શિવાલિક પાવર કંટ્રોલ, પેટ્રો કાર્બન એન્ડ કેમિકલ્સ, ડિવાઇન પાવર અને અકીકો ગ્લોબલ સર્વિસ.
IPO News
આઈપીઓમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે 9 આઈપીઓમાં પૈસા લગાવાની તક મળશે. તેમાંથી 2 મેનબોર્ડ આઈપીઓ અને 7 એમએસએમઈ આઈપીઓ હશે. તમને જણાવી દઈએ કે મેનબોર્ડ સેગમેન્ટમાં એલાઈડ બ્લેન્ડર્સ અને વ્રજ આયરન એન્ડ સ્ટીલના આઈપીઓ ખુલશે. એસએમઈ સેગમેન્ટમાં આગામી સપ્તાહે કુલ સાત ઈશ્યૂ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. નવા આઈપીઓ સિવાય બજારમાં 11 નવી કંપની લિસ્ટ થશે, જેમાં સ્ટેનલી લાઇફસ્ટાઇલ, ડીઈઈ ડેવલોપમેન્ટ એન્જિનિયર્સ અને એક્મે ફિનટ્રેડ સામેલ છે.
એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ આઈપીઓ
ઓફિસર્સ ચોઇસ વ્હિસ્કી બનાવનાર કંપની એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સે પોતાના 1500 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 267-281 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે, જે 25 જૂને ઓપન થશે. આ આઈપીઓ 27 જૂને બંધ થશે. મુંબઈ સ્થિત કંપનીએ આઈપીઓમાં 1000 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર અને પ્રમોટરો દ્વારા 500 કરોડ રૂપિયાનો ઓફર-ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓએફએસમાં બીના કિશોર છાબડિયા, રેશમ છાબડિયા, જીતેન્દ્ર હેમદેવ અને નીશા કિશોર છાબડિયા શેર વેચશે. આઈપીઓમાંથી પ્રાપ્ત રકમમાં કંપની 720 કરોડ રૂપિયા લોન ચુકવવા માટે કરશે. આ સિવાય સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.
શું કરે છે કંપની?
એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સે 1988માં ફ્લેગશિપ બ્રાન્ડ ઓફિસર્સ ચોઇસ વ્હિસ્કીના લોન્ચ સાથે પોતાની યાત્રા શરૂ કરી હતી. આ કંપની ભારત અને વિદેશોમાં માદક પેય પદાર્થના નિર્માણ, વિતરણ અને વેચાણમાં લાગેલી છે. ફર્મના ઉત્પાદક પોર્ટફોલિયોમાં વ્હિસ્કી, બ્રાન્ડી, રમ અને વોડકામાં IMFL ની ઘણી બ્રાન્ડ સામેલ છે.
વ્રજ આયરન એન્ડ સ્ટીલ
વ્રજ આયરન અને સ્ટીલનો આઈપીઓ 26 જૂને ઓપન થશે અને 28 જૂને બંધ થશે. કંપનીએ 195-207 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર પ્રાઇઝ બેન્ડ રાખી છે. કંપનીએ બિલાસપુર પ્લાન્ટમાં વિસ્તરણ પ્રોજેક્ટ માટે તેની મૂડી ખર્ચની જરૂરિયાત તરફની ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે, જેનો અંદાજ રૂ. 164.50 કરોડ છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે છે.
SME IPO
SME સેગમેન્ટમાં આગામી સપ્તાહે સાત આઈપીઓ લોન્ચ થવાના છે. તેમાં વિસામન ગ્લોબલ સેલ્સ, મેસન ઇન્ફ્રાટેક, સ્લીવન પ્લાઈબોર્ડ, શિવાલિક પાવર કંટ્રોલ, પેટ્રો કાર્બન એન્ડ કેમિકલ્, ડિવાઇન પાવર અને અકીકો ગ્લોબલ સર્વિસ સામેલ છે. 24 જૂને વિસામન ગ્લોબલ સેલ્સ, મેસન ઇન્ફ્રાટેક, સ્લીવન પ્લાઈબોર્ડ અને શિવાલિક પાવર કંટ્રોલના ઈશ્યૂ સબ્સક્રિપ્શન માટે ખુલશે, જ્યારે બાકી 25 જૂને ઓપન થશે. પેટ્રો કાર્બનનો 113 કરોડ રૂપિયાનો આઈપીઓ સૌથી મોટો છે, ત્યારબાદ શિવાલિક પાવર કંટ્રોલનો ઈશ્યૂ છે, જેની આશરે 64 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે.
Trending Photos