કાન પકડીને ઉઠક-બેઠક કરવાની સજા કેમ આપવામાં આવે છે? ખબર પડી ગયું કારણ

નવી દિલ્હી: બાળપણમાં સ્કૂલ જવાનું ભલે આપણને ગમતું ન હોય પરંતુ હવે જ્યારે તેને જોઇએ તો ખબર પડે છે કે સ્કૂલના દિવસો જીવનના સુંદર દિવસો હતા. ફક્ત એક અથવા બે લોકો જ નહી પરંતુ મોટાભાગના લોકોનું આ જ માનવું છે. તમને યાદ હશે કે સ્કૂલમાં જ્યારે મસ્તી કરતા હતા અથવા હોમવર્ક પુરૂ ન થયું હોય તો ટીચર આપણને કાન પકડાવીને ખૂણામાં ઉભા કરી દેતા હતા અથવા પછી કાન પકડીને ઉઠક-બેઠક કરાવતા હતા. જોકે આજે પણ આ સજા કોમન છે. 

આવી પનિશમેન્ટ જ કેમ?

1/6
image

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કોઇને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવવાની સજા કેમ ફટકારવામાં આવે છે? નહી ના? આમ તો આ પ્રશ્ન તો ઇંસ્ટ્રેસ્ટિંગ છે પરંતુ જવાબ કદાચ જ ખબર હશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ તેના વિશે... 

પનિશમેન્ટનું કારણ

2/6
image

તમને જણાવી દઇએ કે ઉઠક-બેઠક ફક્ત ક્લાસરૂમમાં બાળકોને આપવામાં આવતી પનિશમેન્ટ જ નથી પરંતુ ઘણા લોકો પ્રાર્થના સમયે પણ આમ કરે છે. દક્ષિણ ભારતના મંદિરોમાં તો આજે પણ આ પ્રથા ખૂબ પ્રચલિત છે. એટલું જ નહી ઘણીવાર તમે પોલીસને પણ રસ્તા પર કેટલાક લોકોને કાન પકડાવીને ઉઠક-બેઠક કરાવે છે. કોરોનાકાળમાં લોકડાઉનના નિયમ તોડવાનારને પણ પોલીસ ઉઠક-બેઠક કરાવે છે. તમને જણાવી દઇએ કે આ પનિશમેન્ટની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણ પણ છે. 

કાન પકડીને ઉઠક-બેઠક કરવાનો ફાયદો

3/6
image

માનવામાં આવે છે ઉઠક-બેઠક કરવાથી ધ્યાન કેંદ્રીત કરવામાં મદદ મળે છે. તેનાથી યાદશક્તિ પણ સારી રહે છે. ઉઠક-બેઠક કરવાથી મગજના કેટલાક ભાગ એક્ટિવ થઇ જાય છે. તમે જોયું હશે કે આજેપણ લોકો કસરત અને વ્યાયામ દરમિયાન ઉઠક-બેઠક જરૂર કરે છે. ઉઠક-બેઠક પેટની આસપાસની ચરબીને પણ ઓછી પણ ઓછી કરવામાં મદદ કરે છે. 

ઉઠક-બેઠકથી મગજ સારું રહે છે?

4/6
image

આ વિષય પર ઘણા રિસર્ચ પણ કરવામાં આવ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 1 મિનિટ સુધી કાન પકડીને ઉઠક-બેઠક કરવાથી આલ્ફા વેવ્સની એક્ટિવિટી વધી જાય છે. કાન પકડવાથી લોબ્સ દબાઇ છે અને એક્યૂપ્રેશરના મુજબ બ્રેન અથનો જમણો અને ભાગ ભાગ એક્ટિવેટ થાય છે.  

વૈજ્ઞાનિક કારણ

5/6
image

વધુ એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે કાન પકડીને ઉઠક-બેઠક કરવાથી બ્રેનમાં ઇલેક્ટ્રોકલ એક્ટિવિટી વધી જાય છે. આ તમામ ફાયદોને જાણ્યા બાદ ઘણી સ્કૂલોએ તેને બાળકોને પનિશમેન્ટ આપવા તરીકે અપનાવી. 

સુપર બ્રેન યોગ

6/6
image

તમને જાણીને આશ્વર્ય થશે કે અમેરિકાની સ્કૂલોમાં કાન પકડીને ઉઠક-બેઠક કરવામાં બાળકોની રૂચિ વધારવા માટે વર્કશોપ પણ કરવામાં આવે છે. સ્કૂલોએ તેને 'સુપર બ્રેન યોગ'નું નામ આપ્યું છે. બાળકો જ કેમ મોટાને પણ આ યોગ નિયમિત રીતે કરવા જોઇએ.