ઈશા કોપીકરનો સોશિયલ મીડિયામાં હટકે અંદાજ, હોટ ફોટાથી સોશિયલ મીડિયામાં મચી સનસની

બોલિવુડ અભિનેત્રી ઈશા કોપીકર ભલે હાલ ફિલ્મોથી દૂર હોય, પરંતું સોશિયલ મીડિયામાં તે સતત કાર્યરત રહે છે, ઈશા કોપીકર તેના ફોટોઝની સાથે તેના જીવનની ઘણી વાતો ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે, છેલ્લા કેટલાક દિવસોમાં ઈશા કોપીકર તેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી રહી છે. 45 વર્ષીય ઈશા કોપીકરની ફિટનેસ અને ખૂબસુરતી આજે પણ નવોદિત અભિનેત્રીઓને ટક્કર મારે તેવી છે.  સોશિયલ મીડિયા યુઝર્સને તેના ફોટા ઘણા પસંદ આવી રહ્યા છે. ઈશાની હોટ તસ્વીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. અંદાજો કરાઈ રહ્યો છે કે ઈશા ફરીથી ફિલ્મોમાં કમબેક કરી શકે છે.

બેડસીટમાં લપેટાઈને ઈશા કોપીકરે કરાવ્યું ફોટોશૂટ

1/5
image

ઈશા કોપીકરે ઈન્સ્ટાગ્રામમાં બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. બેડસીટમાં લપેટાયેલી ઈશાની તસ્વીર લોકોને ખૂબ પસંદ આવી રહી છે.ઈશાના ફોટા પર લોકોએ GORGEOUS (સુંદર), CHARMING અને SEXY જેવી કોમેન્ટ કરી છે. ઈશાએ કેટલીક કોમેન્ટના રિપ્લાય પણ આપ્યા છે.

ઈશાએ હોટ સમર લૂક કર્યો શેર

2/5
image

ઈશા કોપીકરે તેનો હોટ એન્ડ સિઝલીંગ સમર લૂક શેર કર્યો છે. એક સ્વિમિંગ પુલ પાસે તે ઉભી છે, બ્લેક એન્ડ વ્હાઈટ રંગની બિકીની પહેરી છે,  તેની સાથે ઈશાએ યલો કલરનો લોન્ગ કોટ CARRY (કેરી) કર્યો છે. ઈશાએ કેપ્શન લખ્યું કે- 'મૈને સુના થા આને વાલે હફ્તેમેં ગરમી બઢને વાલી હૈ, સોચા થોડા મૈં ઔર બઢા દૂં'

સિલ્વર બૂટ પહેરીને ઈશાએ સ્વીમિગ પુલ પાસે કરાવ્યો ફોટોશૂટ

3/5
image

ઈશા કોપિકરે સ્વીમિંગ પુલ પાસે ફોટોશૂટ કરાવ્યો જેમાં તેને યુનિક સિલ્વર બૂટ પહેરેલા છે, ઈશાએ તેના વાળને હાફ ટાઈ કર્યા છે.

ઈશાના ફોટાએ લગાવી આગ

4/5
image

ઈશાએ પાર્ટીવેર પહેરીને ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી,  ઈશાએ ફોટો સાથે કેપ્શન લખ્યું કે- ' દરેક સ્ત્રીમાં SPARK (સ્પાર્ક) હોય છે, કેટલીક વાર તેમની આંખોમાં હોય છે, તો ક્યારેક તેમના ડ્રેસમાં'

ઈશાએ આપ્યા ખાસ પોઝ

5/5
image

ઈશા કોપીકરે સુપર કુલ સ્ટાઈલમાં પોઝ આપતો ફોટો પણ શેર કર્યો, સોશિયલ મીડિયામાં તેના ફેન્સ ઈશાની અદાઓના દિવાના બન્યા છે.ઈશાની ડ્રેસિંગ સેન્સના લોકો વખાણ કરી રહ્યા છે.