Italy ના આ શહેરમાં રહેશો તો મળશે 25 લાખ રૂપિયા, પણ 40 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ તમારી ઉંમર!
નવી દિલ્લીઃ દુનિયાભરના કેટલાક શહેરોમાં સતત જનસંખ્યા વધી રહી છે. અને આના કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. અને રહેવા માટે હજારો રૂપિયાનો ખર્ચો પણ થાય છે. જો કે ઈટલીના અમુક ગામ એવા પણ છે કે જ્યા લોકોને વસવાટ કરવા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે.
વસવાટ માટે મળશે 24 લાખ રૂપિયા
ઈટલીના કલૈબ્રિયા વિસ્તારમાં લોકોને વસવાટ કરવા માટે 24.76 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે તમને 28 હજાર યૂરો આપવામાં આવે છે. પણ તમને વસવાટ કરવા માટે આ શરતો માનવી પડશે.
પીરિયડની પીડાથી પરેશાન છો? આ ફળના પત્તાનું સેવન કરવાથી મળશે એકદમ રાહત!
વસવાટ માટે માનવી પડશે આ શરતો
METRO.CO.UKના રિપોર્ટ અનુસાર ઈટલીના કલૈબ્રિયા વિસ્તારમાં વસવાટ કરવા માટે વયની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિસ્તારમાં વસવાટ કરવા માટે 40 વર્ષથી ઓછી વય હોવી જોઈએ.
20 વર્ષની ઉંમરમાં જરૂર ખબર હોવી જોઈએ આ વાતો...શું તમને ખબર છે?
વિસ્તારમાં શરૂ કરવો પડશે વ્યવસાય
જનસંખ્યાની સમસ્યાથી પસાર થઈ રહેલા કલૈબ્રિયા વિસ્તારમાં અર્થવ્યવસ્થાને વધારવા માટે નવો વ્યવસાય તમારે શરૂ કરવાનો રહેશે.જે લોકો અંહીયા વસવાટ કરવા માગતા હોય તે લોકોએ 90 દિવસમાં અરજી કરવાની રહેશે.
ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા પહેલાં આટલું જાણી લો, નહીં તો...
કેમ આપવામાં આવી રહી છે આ ઓફર
ઈટલીના કલૈબ્રિયા વિસ્તારમાં વસ્તીની સમસ્યા થઈ રહી છે. હાલમાં વિસ્તારમાં 75 ટકાથી વધારે ઘરમાં 5 હજારથી ઓછા લોકો રહે છે. પાછલા અમુક વર્ષોમાં જનસંખ્યાની સમસ્યા સતત વધી રહી છે. જેથી ઈટલીના અમુક શહેરોમાં ઘરોની કિંમત સતત ઘટી રહી હતી. બેસિલિકાટા વિસ્તારના લોરેનજાના શહેરમાં 1 યૂરોમાં ઘર વેચાઈ રહ્યું છે.
Tokyo OIympics: જાણો ભારતે કઈ રીતે શરૂ કરી Olympics ની સફર, રસપ્રદ છે કહાની
કેવી રીતે તમે કરશો અરજી
રિપોર્ટના અનુસાર આ ઓફરમાં અરજી કરવાની પ્રકિયા અમુક અઠવાડિયા પછી કલૈબ્રિયા વિસ્તારની વેબસાઈટ પર શરૂ કરવામાં આવશે. આના સિવાય વધારે જાણકારી માટે થોડા સમય પછી વેબસાઈટ પર આપવામાં આવશે.
(Photo- metro.co.uk)
એકવાર અંગ્રેજોએ ભારતીયોના હાથમાં હૉકી સ્ટીક આપી, પછી જે થયું એ ઈતિહાસ છે...!
Trending Photos