જહાંગીરપુરી હિંસા: મોંઘી BMW કારનો માલિક છે આરોપી 'પથ્થરબાજ પુષ્પા', Photos જોઈને દંગ રહી જશો

જહાંગીરપુરી હિંસાનો મુખ્ય આરોપી અંસાર શેખ હાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આરોપીની કેટલીક તસવીરો સામે આવી છે જે તેની હાઈફાઈ લાઈફસ્ટાઈલ દર્શાવે છે. આ બાજુ જહાંગીરપુરી હિંસા પર દિલ્હી પોલીસે પોતાનો શરૂઆતનો તપાસ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે.

નવી દિલ્હી: જહાંગીરપુરી હિંસાનો મુખ્ય આરોપી અંસાર શેખ હાલ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આરોપીની કેટલીક તસવીરો સામે આવી છે જે તેની હાઈફાઈ લાઈફસ્ટાઈલ દર્શાવે છે. આ બાજુ જહાંગીરપુરી હિંસા પર દિલ્હી પોલીસે પોતાનો શરૂઆતનો તપાસ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપવામાં આવી છે. તથા દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી તે પણ જણાવ્યું છે. અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તથા હિંસામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ જપ્ત કરાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રિપોર્ટમાં કહેવાયું છે કે હિંસા એક ષડયંત્ર હેઠળ થઈ. હિંસા બાદ વિસ્તારમાં સુરક્ષા માટે શું પગલાં લેવાયા તેનો પણ રિપોર્ટમાં વિસ્તૃત ઉલ્લેખ છે. રમખાણો મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત દિલ્હી પોલીસના અધિકારીઓના સંપર્કમાં છે. 

'પથ્થરબાજ પુષ્પા'

1/5
image

જહાંગીરપુરીમાં થયેલી હિંસામાં મુખ્ય આરોપી તરીકે અંસાર શેખનું નામ સામે આવ્યું છે. જે હવે 'પથ્થરબાજ પુષ્પા' પણ કહેવાઈ રહ્યો છે. કારણ કે આરોપીને હાઈકોર્ટમાં લઈ જવાયો ત્યારે તેણે મીડિયા સામે બેશર્મ રીતે પુષ્પા ફિલ્મના ફેમસ ડાઈલોગ સ્ટેપને કોપી કર્યું હતું. જેના દ્વારા એ સંદેશો આપવા માંગતો હતો કે તે ઝૂકશે નહીં. અત્રે જણાવવાનું કે અંસાર એ જ વ્યક્તિ છે જેની સાથે થયેલી ઉગ્ર દલીલો બાદ હનુમાન જયંતીના જૂલૂસમાં સામેલ લોકો વચ્ચેની શાબ્દિક ટપાટપીએ પથ્થરમારા અને હિંસાનું રૂપ લઈ લીધુ હતું. આ મામલે દિલ્હી પોલીસ ટીમ પશ્ચિમ બંગાળની પોલીસ સાથે પણ સંપર્કમાં છે કારણ કે મુખ્ય આરોપી અંસારનું ઘર પશ્ચિમ બંગાળના હલ્દિયામાં છે. કોરોનાકાળમાં તે હલ્દિયામાં જ હતો. 

સમૃદ્ધ પરિવારમાંથી આવે છે

2/5
image

અંસાર સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. અહીં તે ભંગારનો વેપાર કરે છે.  અંસારનો વેપાર પશ્ચિમ બંગાળના હલ્દિયામાં ફેલાયેલો છે. તે પરિવારને ત્યાં જ રાખે છે. પરંતુ વચ્ચે વચ્ચે દિલ્હી અવરજવર કરતો રહે છે. તે એક લક્ઝૂરિયસ લાઈફ જીવે છે. હિંસા મામલે અનેક નવા ખુલાસા થયા કરે છે. પોલીસે અત્યાર સુધીમાં 3 એફઆઈઆર દાખલ કરી છે અને 25 લોકોની ધરપકડ કરી લીધી છે. હિંસા પાછળ જેને મુખ્ય આરોપી ગણાવવામાં આવી રહ્યો છે તે અંસારનો હવે વિસ્તારની મસ્જિદના ઈમામ સલાઉદ્દીને અંસારનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે અંસારને ફોન કરીને બોલાવ્યો નહતો. તે મહોલ્લાનો જ છે. તેમણે તો દાવો કરતા એમ પણ કહ્યું કે તે અહીં જ રહે છે અને ગરીબોની દેખભાળ કરે છે. જો કે પોલીસ તપાસમાં બિલકુલ ઉલટી વાત સામે આવી કે જ્યારે શોભાયાત્રા નીકળી હતી ત્યારે સી બ્લોકની મસ્જિદ ઉપર મસ્જિદના ઈમામ અને અન્ય લોકો ઊભા હતા. ઈમામે જ આરોપી અંસારને ફોન કરીને બોલાવ્યો હતો.   

મોંઘી કારનો શોખીન છે

3/5
image

અંસાર મોંઘી કારનો શોખીન છે. તેની પાસે એક મોંઘી બીએમડબલ્યું કાર પણ છે. આરોપી મોંઘા કપડાં અને અન્ય શોખ માટે પણ જાણીતો છે. 

ગોલ્ડ પ્રત્યે લગાવ

4/5
image

અંસારની એક એવી પણ તસવીર સામે આવી છે જેમાં તે પોતાના ગોલ્ડ પ્રત્યેના પ્રેમનું પ્રદર્શન કરી રહ્યો છે. આ તસવીરમાં તે આંગળીઓમાં મોટી વિંટી અને ગળાની  ચેન દ્વારા પોતાની જાહોજલાલી બતાવી રહ્યો છે. 

આપના નેતાઓ સાથેની તસવીર વાયરલ

5/5
image

અંસારની કેટલીક તસવીરો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે પાર્ટીના નેતાઓ સાથે હસતો જોવા મળે છે.   

Trending Photos