Jallianwala Bagh Massacre: 10 મિનીટમાં જનરલ ડાયરે 1650 રાઉન્ડ ગોળી ફાયર કરાવી, અનેક લોકો શહીદ થયા

નવી દિલ્લીઃ દેશની આઝાદીના ઈતિહાસમાં 13 એપ્રિલનો દિવસ દુઃખદ ઘટના જોડાયેલો છે.. વર્ષ 1919માં 13મી એપ્રિલે જ બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયરે જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણ સભા માટે એકઠા થયેલા હજારો ભારતીયો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, '1919માં આ દિવસે જલિયાવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી.. ભારતીયોની હિંમત અને બલિદાન આવનારી પેઢીને પ્રેરણા આપશે. સાથે પીએમ મોદીએ ગયા વર્ષે જલિયાવાલા બાગ મેમોરિયલના રિનોવેટેડ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમયે આપેલું ભાષણ પણ શેર કર્યું હતું.

 

 

હત્યાકાંડ ઈતિહાસ

1/6
image

પંજાબના અમૃતસર જિલ્લાના જલિયાવાલા બાગ નામના બગીચામાં 13 એપ્રિલ 1919 ના રોજ બ્રિટિશ ગોળીબારથી ગભરાયેલી મહિલાઓએ તેમના બાળકો સાથે પોતાનો જીવ બચાવવા માટે કૂવામાં કૂદવું પડ્યું. બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો, જેના કારણે નાસભાગમાં ઘણા લોકો કચડાઈ ગયા હતા અને હજારો લોકો ગોળીઓનો ભોગ બન્યા હતા. 

કેમ કર્યો ગોળીબાર?

2/6
image

અંગ્રેજોની દમનકારી નિતી અને રોલેટ એક્ટ સહિતના મુદ્દા વિરુદ્ધ 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે શહેરમાં કર્ફ્યુ હતો, પરંતુ તેમ છતાં હજારો લોકો સભામાં ભાગ લેવા જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. ભીડ જોઈને અંગ્રેજ સરકાર સ્તબ્ધ થઈ ગઈ અને તેને ક્રાંતિની ચિંતા થવા લાગી. આવી સ્થિતિમાં અંગ્રેજોએ ભારતીયોના અવાજને દબાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી.

જનરલ ડાયરે કરાવ્યો ગોળીબાર

3/6
image

સભા દરમિયાન નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર સૈનિકો સાથે જલિયાવાલા બાગ પહોંચ્યા અને ગોળીબારનો આદેશ આપ્યો. બ્રિટિશ સૈનિકોએ ચેતવણી આપ્યા વિના હજારો લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો.

10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયરિંગ

4/6
image

જલિયાવાલા બાગમાં બ્રિટિશ સૈનિકોએ માત્ર 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન જલિયાવાલા બાગમાં હાજર લોકો બહાર નીકળી શક્યા ન હતા, કારણ કે બગીચામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો, જ્યાં અંગ્રેજ સૈનિકો ઉભા હતા. ફાયરિંગથી બચવા લોકો કૂવામાં કૂદી પડ્યા હતા. આ ઘટનામાં નાસભાગમાં ઘણા લોકો કચડાઈ ગયા હતા અને હજારો લોકો ફાયરિંગનો ભોગ બન્યા હતા.

મૃતદહેથી ભરાયો કુવો

5/6
image

અંગ્રેજોના ફાયરિંગથી બચવા લોકો જલિયાવાલા બાગના કૂવામાં કૂદી પડ્યા, પરંતુ તે પછી પણ લોકો જીવ બચાવવામાં સફળ ન રહ્યા અને આખો કૂવો મૃતદેહથી ભરાઈ ગયો..

શહીદોનો સાચો આંક

6/6
image

જલિયાવાલા બાગમાં શહીદ થયેલા લોકોનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં 484 શહીદોની યાદી છે, જ્યારે જલિયાવાલા બાગમાં 388 શહીદોની યાદી છે.  બ્રિટિશ સરકારના દસ્તાવેજોમાં 379 લોકોના મૃત્યુ અને 200 લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.