જાપાનમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, 21 વાર ધરા ધ્રુજી, સુનામીની ચેતવણી, Photos માં જુઓ ભૂકંપે મચાવેલી તબાહી


જાપાનના ઈશિકાવા પ્રાંતનના નોટો વિસ્તારમાં સોમવારે સાંજે 7.5 રિક્ટર સ્કેલનો ભીષણ ભૂકંપ આવ્યો. આ ભૂકંપથી જાપાનમાં સેંકડો ઘરો તૂટી પડ્યા અને ત્યારબાદ ઠંડી હોવા છતાં લોકો બહાર સમય વિતાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારબાદથી જાપાન સહિત દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, અને આજુબાજુના દેશોમાં સુનામીની ચેતવણી બહાર પાડવામાં આવી છે. 
 

મંદિરનો ગેટ પ્રતિમાઓ તૂટ્યા

1/6
image

જાપાનના કનાજાવા વિસ્તારમાં ભૂકંપના કારણે એક મંદિરની પ્રતિમાઓ અન તોરી ગેટ તૂટી ગયો. ભૂકંપ એટલો ભીષણ હતો કે મંદિરમાં લાગેલા પિલર પણ તૂટી પડ્યા. ત્યાં હાજર લોકો ડરથી ધ્રુજી ઉઠ્યા. 

જમીન ફાટી

2/6
image

ભૂકંપના ઝટકા  એટલા જોરદાર હતા કે અનેક વિસ્તારોમાં જમીન વચ્ચેથી ફાટી ગઈ અને તેમા મોટી મોટી ક્રેક પડી ગઈ. જાપાનના વજીમા વિસ્તારમાં પણ રસ્તાઓ પર મોટી મોટી તિરાડો જોવા મળી. 

વજીમાંમાં ફાટ્યા રસ્તા

3/6
image

ઈશિકાવા પ્રાંતના વઝીમા વિસ્તારમાં તો રસ્તા અડધી ધસી ગયા. રાહતની વાત એ રહી કે આ ઘટના સમયે ત્યાં ગાડીઓ દોડી રહી નહતી. ભૂકંપના કારણે ત્યાંની 2 લેનના રસ્તાઓ પૂરી રીતે જમીનદોસ્ત થઈ ગયા. જેનાથી લોકોનો સંપર્ક તૂટી ગયો. 

સુજૂ વિસ્તારમાં ઘર તૂટ્યા

4/6
image

ભૂકંપના કારણે જાપાનના સૂજુ વિસ્તારમાં મોટા પાયે તબાહી જોવા મળી. ત્યાં લોકોના ઘર પત્તાની જેમ તૂટી પડ્યા. જેનાથી લોકોએ જીવનભરની કમાણીથી હાથ ધોવા પડ્યા. 

આગથી બળી ગયા લોકોના ઘર

5/6
image

ભૂકંપના કારણે ઈશિકાવા પ્રાંતના વજીમા વિસ્તારમાં બનેલા રહેણાંક વિસ્તારોમાં આગ લાગી. આ ઘટનામાં લોકોને બધો કિંમતી સામાન બળી ગયો. આગને કાબૂ કરવામાં ફાયર બ્રિગેડને ઘણો સમય લાગ્યો. 

પગપાળા જતા જોવા મળ્યા

6/6
image

ઈશિકાવા પ્રાંતમાં જ રસ્તા તૂટવાથી ગાડીઓની અવરજવર પર ખુબ ફરક પડ્યો. લોકો પોતાના વ્હીકલ છોડીને પગપાળા જતા હોવા મળ્યા. એટલો પેનિક હતો કે અનેક લોકોએ પોતાની ગાડીઓને આગળ લઈ જવાનું યોગ્ય ન સમજ્યું. 

(તસવીરો સાભાર- રોયટર્સ, પીટીઆઈ)