પંચમહાલમાં જોવા મળ્યા ભગવાન રામના સેવક, લુપ્ત થતા જટાયુ ગીધ મળી આવ્યા

Vultures In Pavagadh જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : પંચમહાલના પાવાગઢ પર્વતના મધ્યે લુપ્ત થઈ રહેલા રામસેવકો જોવા મળતા પશુપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પક્ષીરાજ ગીધની નામશેષ પ્રજાતિ જટાયુ જોવા મળી છે. વનવિભાગે હાથ ધરેલી ગણતરી પ્રક્રિયા દરમિયાન જટાયુ પ્રજાતિના ગીધની હાજરી જોવા મળી છે. અગાઉ વર્ષ 2018 દરમિયાન થયેલી ગણતરીમાં જટાયુ ગીધની માત્ર 8 સંખ્યા હતા, ત્યારે આ વર્ષે ગણતરી દરમિયાન મળી 10 ગીધ મળી આવ્યા છે. આમ, ચાર વર્ષમાં બે ગીધનો વધારો થયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગીધની આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. ત્યારે પક્ષીપ્રેમીઓ માટે આ સમાચાર આનંદની લાગણી ફેલાવે તેવા છે. છેલ્લાં કેટલીક સમયથી ગીધની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો. ત્યારે પાવાગઢની કોતરોમાં ગીધની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાણતા વનવિભાગ પણ ખુશ છે. 

Vadodara News

1/9
image

Pavagadh News

2/9
image

Pavagadh Mahakali Mata

3/9
image

Pavagadh Vultures

4/9
image

Vultures in pavagadh

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image