હાડકાં થીજવતી ઠંડીમાં વહેલી સવારે વિદ્યાર્થીઓ બરફ જેવા પાણીથી નાહ્યા, માઘ સ્નાનની પરંપરા જાળવી
પોષ સુદ પુનમ થી મહા સુદ પુનમ એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે, કડકડતી ઠંડીમાં માઘસ્નાનથી પ્રથમ શરીર થીજી ગયાની અનુભૂતિ થાય છે અને પછી ઠંડી જ ગાયબ થઇ જાય છે
ભાવિન ત્રિવેદી/જુનાગઢ :21 મી સદીમાં ગુરુકુળમાં કડકડતી ઠંડીમાં માઘ સ્નાન (magh snan) કરવાની પ્રથા આજે પણ અકબંધ છે. જૂનાગઢ (junagadh) મા આવેલ સ્વામીનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ સંકુલ (Swaminarayan Gurukul) માં સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યુ હતું. આજે વેહલી સવારે 5 વાગે કડકડતી ઠંડીમાં સ્વામીજી અને વિધાર્થી ભાઇઓએ ઠંડા પીણાના માટલાથી સ્નાન કર્યુ હતું.
ઠંડીના મોસમમાં માધ સ્નાનનુ અનેરુ મહત્વ હોય છે. જેમાં એક દિવસ અગાઉ માટલામા ઠંડુ પાણી ભરી દેવામાં આવેછે અને વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે છે. સનાતન ધર્મમા માઘ સ્નાન આધ્યાત્મિક રીતે અનેરું મહત્વ હોય છે.
મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોઇ ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આરંભી ત્રીસ દિવસ સ્નાન કરવાનુ હોય છે. સૂર્યોદયથી આરંભીને પ્રાતકાળની અવધી સુઘી માઘ સ્નાનનો સમય ઋષી મુનીઓએ પુણ્ય આપનારો ગણાવ્યો છે તેવુ જૂનાગઢ સ્વામીનારાયણ ગુરુકુળના નંદકિશોર સ્વામીએ જણાવ્યું.
પોષ સુદ પુનમ થી મહા સુદ પુનમ એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે. ભારત ઋષિમુનિઓનો દેશ છે. ઋષિમુનિઓએ પોતાના જ્ઞાનના અનુભવોના નિચોડ રુપે સમાજના કલ્યાણ માટે શાસ્ત્રો ની રચના કરી છે. આપણાં સ્વાસ્થ્ય તેમજ આનંદ માટે ઋતુ પ્રમાણે ઉત્સવોનું નિર્માણ કરેલ છે. ચાતુર્માસ દરમ્યાન વિવિધ વ્રતો, નવરાત્રી દરમ્યાન ઉપવાસ, એકાદશી ઉપવાસ, વગેરે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઓરાગ્ય વર્ધક સાબિત થયા છે. આવા વ્રતો જો ભગવાને પ્રસન્ન કરવામાં આવે તો મોક્ષ મુલક બની જાય છે.
માઘ સ્નાન માટે માટીના કોરા માટલામાં સાંજે પાણી ભરવામાં આવે છે. વહેલી સવારે આ ઠંડાપાણીથી સ્નાન કરાય તેને માઘ સ્નાન કહેવાય છે. કડકડતી ઠંડીમાં માઘસ્નાનથી પ્રથમ શરીર થીજી ગયાની અનુભૂતિ થાય છે અને પછી ઠંડી જ ગાયબ થઇ જાય છે. આ માઘ સ્નાન સાહસિકતા અને ધાર્મિકતાના ગુણો વધારે છે. અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંતના માઘસ્નાનના સમયને ઋષિમુનિઓએ પુણ્ય આપનારો કહેલો છે. તેનાથી પણ તારા દેખાતા હોય ને જે માઘસ્નાન કરવું તે સર્વોત્તમ સ્નાન કહેલું છે. તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું, તે મધ્યમ સ્નાન કહેલું છે. અને સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું તે કનિષ્ઠ સ્નાન કહેલું છે.
Trending Photos