Rituals News

ગુજરાતી ખેડૂતોના ઘરોમાં કંસાર બન્યો, હળોતરાનું મુહૂર્ત સાચવીને પરંપરા જાળવી
Akshaya Tritiya 2023 સમીર બલોચ/અરવલ્લી : આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજે વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, નવા કામની શરૂઆત જેવા શુભ કાર્યો કરવા માટે વણજોયું મહૂર્ત છે. એટલે કે આ દિવસે કોઇપણ કાર્ય શુભ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. અક્ષય તૃતીયાનો દિવસ વર્ષ દરમિયાન આવતા શુભ દિવસોમાંથી એક છે. આ દિવસે કેટલાક શુભ કાર્યો કરવામાં આવે તો માતા લક્ષ્મી વ્યક્તિ ઉપર હંમેશા મહેરબાન રહે છે અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે. ત્યારે આ દિવસ ગુજરાતના ખેડૂતો માટે ખાસ ગણાય છે. અક્ષયા તૃત્તીયાના શુભ દિને ધરતીપુત્રો વણજોયેલા આ મુહુર્તમાં નવા કૃષિ -વર્ષનો ઉમંગભેર પ્રારંભ કરે છે. નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કરે છે. ત્યારે અરવલ્લીના ખેડૂતોએ વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને હળોતરા ઉજવીને ખેતીનો પ્રારંભ કર્યો. 
Apr 22,2023, 12:15 PM IST
ગુજરાતના આ શહેર જેવી દિવાળી આખા દેશમાં ક્યાય નથી થતી, થાય છે દેશી ફટાકડાનું યુદ્ધ
Oct 25,2022, 9:06 AM IST

Trending news