કાજલ અગ્રવાલે ફેન્સ સાથે શેર કર્યા સગાઇના Photos, પીળી સાડીમાં લાગે છે એક નંબર

અભિનેત્રી કાજલ અગ્રવાલના લગ્નને બે દિવસ થઇ ગયા છે. તેમણે બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે 30 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા હતા. કાજલે આજે પોતાની સગાઇના કેટલાક ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે. 

નવી દિલ્હી: કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) અને ગૌતમ કિચલૂના લગ્ન મુંબઇની તાજ હોટલમાં થયા હતા. કાજલના લગ્ન, મહેંદી અને પીઠી સેરેમનીના ઘણા ફોટોઝ અને વીડિયોઝ લોકો સામે આવ્યા છે. કાજલ અને ગૌતમના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા.

1/5

સગાઇના ફોટો

સગાઇના ફોટો

કાજલે આજે પોતાના સગાઇના કેટલાક ફોટોઝફેન્સ સાથે શેર કરી છે. જોકે કાજલ અગ્રવાલની સગાઇ જૂન મહિનામાં જ થઇ ગઇ હતી, જેની જાણકારી તેમણે ફોટો શેર કરીને આપી છે. 

2/5

પીળો રંગ સુંદરતાનો

પીળો રંગ સુંદરતાનો

ફોટોઝમાં કાજલ અગ્રવાલ પીળા રંગની સાડીમાં જોવા મળી રહી છે. તે સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. તો બીજી તરફ ગૌતમ કિચલૂએ ઓફ વ્હાઇટ કલરનો કુર્તો-પાયજામો પહેર્યો છે. સાથે જ બંનેએ પોતાના આઉટફિટ સાથે મેચિંગ માસ્ક લગાવેલું છે.  

3/5

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી સાડી

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી સાડી

કાજલ અગ્રવાલ ફોટોઝ શેર કરતાં લખે છે કે 'મારા નજીકના મિત્રો મનીષ મલ્હોત્રા અને તેમની ટીમનો આભાર. તમે બધાએ ખૂબ મહેનત કરી મારા માટે સુંદર સાડી બનાવી છે. તે પણ જૂનના મહિનામાં, જ્યારે મહામારીના લીધે લોકડાઉન પુરી રીતે ખુલ્યું ન હતું. જ્યારે વસ્તુઓ કરવી ખૂબ મુશ્કેલ થઇ રહી છે. 

4/5

લોકોનો વ્યક્ત કર્યો આભાર

લોકોનો વ્યક્ત કર્યો આભાર

કાજલ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર તમામના દિલથી પ્રશંસા કરી રહી છે. તે લખે છે કે તમે તમામ લોકો મારી સગાઇનો ભાગ રહ્યા છો. તમને બધાને ખૂબ જ પ્રેમ. 

5/5

સુંદરતાનો સંગ

સુંદરતાનો સંગ

કાજલ અગ્રવાલે એક ફોટોમાં પીળા રંગના હર્ટ ઇમોઝી કેપ્શનમાં આપ્યું છે. તેમણે તેમણે ફોટોઝમાં દરેક નાની ડિટેલિંગ વિશે જણાવતાં બધાને ટેગ કર્યા છે.