તૈમૂર વગર કરીનાએ ઉજવ્યો બર્થડે, મિડનાઈટ પાર્ટીના જુઓ Photos

બોલિવુડની ચાર્મિંગ એક્ટ્રેસ કરીના કપૂરનો આજે બર્થડે છે. કરીનાએ રાત્રે 12 વાગ્યે જ બર્થડે સેલિબ્રેશનની શરૂઆત કરી દીધી હતી. પરિવારના લોકો સાથે રાત્રે 12 વાગે કરીનાએ પાર્ટી એન્જોય કરી હતી. પાર્ટીમાં સૈફ અલી ખાન, સોહા
અલી ખાન, કુણાલ ખેમૂ, કરિશ્મા, બબીતા-રણધીર કપૂર, કુણાલ કપૂર, સમાયરા વગેરે બધા જ સામેલ હતા. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પરંતુ આ આખી પાર્ટીમાં કરીનાનો ડેશિંગ બોય તૈમૂર ગાયબ
હતો. જેની પણ મીડિયામાં નોંધ લેવાઈ છે.

1/6
image

2/6
image

3/6
image

આ મિડનાઈટ સેલિબ્રેશનની તસવીરો કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ‘બેબો તુમ હમારી રોકસ્ટાર હો’ લખેલું કેક કાપીને કરીનાએ આકર્ષક પોઝ આપ્યા હતા. કરીનાના બર્થડેની કેક પણ ખાસ હતી. બ્લેક ડ્રેસ અને હાથમાં વાઈન પકડીને બેસેલી કરીનાનું મિનિયેચર કેક તરીકે બનાવાયું હતું. બર્થડેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર થઈ છે.

4/6
image

કરીનાએ બર્થડે પાર્ટી માટે વ્હાઈટ પ્રિન્ટેડ ટી-શર્ટ અને ડેનિમ જિન્સ પહેરી હતી.

5/6
image

જોકે, કરીનાના ચાહકોએ તેની આ બર્થડે પાર્ટીની તસવીરોમાં તૈમૂરને મિસ કર્યા હતા. રાત્રે 12 વાગ્યે સેલિબ્રેશન હોવાથી તૈમૂર પાર્ટીમાં ક્યાંય દેખાયો ન હતો. કરીના અને કરિશ્માએ બલૂન્સની સાથે કેમેરા સામે પોઝ આપ્યો હતો.

6/6
image

બધાએ ખાસ અંદાજમાં બૂમરેંગ વીડિયો બનાવીને બેબોને બર્થડે વિશ કર્યું હતું.