Photos: કુબેર દેવને અતિ પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં નથી રહેતી કોઈ કમી, મળે છે દરેક સુખ-સુવિધા

Kuber Dev ko Priy Rashiyan: જ્યોતિષ શાસ્ત્રમાં કુબેર દેવતાનો ખુબ મહિમા જણાવવામાં આવ્યો છે. તે ધનના દેવતા છે. માન્યતા છે કે કુબેર દેવતા જેના પર પ્રસન્ન થઈ જાય, તેને ક્યારેય ધનની કમી રહેતી નથી. આજે અમે તમને 3 રાશિઓ વિશે જણાવી રહ્યાં છીએ, જેના પર કુબેર દેવની કૃપા વરસે છે.
 

કજાનાના પ્રદાતા છે કુબેર દેવ

1/5
image

સનાતન ધર્મના વિદ્વાનો પ્રમાણે માતા લક્ષ્મી જ્યાં ધનના દેવી છે. તો કુબેર ખજાનો પ્રદાન કરે છે. આ કારણે શાસ્ત્રોમાં માતા લક્ષ્મીની સાથે કુબેર દેવની પૂજા કરવા વિશે જણાવવામાં આવ્યું છે. 

 

તુલા રાશિ

2/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તુલા રાશિના લોકો પોતાના કામ પ્રત્યે સમર્પિત અને મહેનતું હોય છે. તે જે કામ હાથમાં લે તે જરૂર પૂરુ કરે છે. તે સ્વભાવથી વિનમ્ર પરંતુ પોતાના લક્ષ્ય પ્રત્યે દ્રઢ નિશ્ચયી હોય છે. ભગવાન કુબેરના આશીર્વાદ સદાય તેના પર હોય છે. માનવામાં આવે છે કે તે લોકોએ જીવનમાં ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.   

વૃશ્ચિક રાશિ

3/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. આ રાશિના લોકો સારી નિયતવાળા અને મહેનતું હોય છે. તે ખોટા દેખાવા કરવામાં વિશ્વાસ રાખતા નથી. બીજાની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે. આ લોકો જ્યાં જાય છે ત્યાં હંમેશા સન્માન મેળવે છે. આ લોકોની મહેનત અને લગન પર ભગવાન કુબેર ખુબ પ્રેમ વરસાવે છે. તે લોકો હંમેશા ધન-સમૃદ્ધિમાં રમે છે.  

કર્ક રાશિ

4/5
image

જ્યોતિષાચાર્યો પ્રમાણે કર્ક રાશિના લોકો તીવ્ર બુદ્ધિના ધની હોય છે. તે પોતાની બુદ્ધિનો ઉપયોગ હંમેશા લોકોના કલ્યાણમાં કરે છે. તે સરળ જીવન, ઉચ્ચ વિચારમાં વિશ્વાસ રાખે છે. મિત્રો- સંબંધિઓ માટે જીવ લગાવી દે છે. તે નાણા ભેગા કરવાની જગ્યાએ તેને સમાજના કલ્યાણમાં ખર્ચ કરવાનું વિચારે છે. આ રાશિના લોકો પર કુબેર દેવની કૃપા વરશે છે.  

કુબેર દેવને પ્રસન્ન કરવાના ઉપાય

5/5
image

કુબેર દેવને પ્રસન્ન કરવા માટે નિયમિત તેમની પૂજા કરો. સાથે વટ વૃક્ષ પર પાણી અર્પિત કરવાનું ન ભૂલો. કહેવાય છે કે વટ વૃક્ષમાં કુબેર દેવનો વાસ હોય છે. તેવામાં વટના જળને પાણી અર્પણ કરવાથી પરિવાર પર કુબેર દેવની કૃપા વરસે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)