જીવનમાં છે સમસ્યા જ સમસ્યા ? તો અજમાવો લાલ કિતાબના સિદ્ધ ઉપાય, તુરંત મળશે છૂટકારો

Lal Kitab Upay: હિન્દુ ધર્મમાં જીવનની દરેક સમસ્યાથી મુક્તિ મેળવવાના જ્યોતિષ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયની બાબતમાં લાલ કિતાબનું મહત્વ સૌથી વધારે છે. માનવામાં આવે છે કે જીવનમાં કોઈપણ મોટી સમસ્યા હોય તેના માટે લાલ કિતાબમાં દર્શાવેલા કેટલાક ઉપાયો કરવામાં આવે તો સમસ્યાથી તુરંત જ મુક્તિ મળે છે. તો ચાલો આજે તમને જણાવીએ લાલ કિતાબના કેટલાક આવા જ ચમત્કારિક અને સિદ્ધ ટોટકા વિશે.

હનુમાન ચાલીસા વાંચો

1/5
image

જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી હોય તો રોજ તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસા નો પાઠ કરીને હનુમાનજીની આરતી કપૂર પ્રજવલિત કરીને ઉતારવી.

કન્યાના લગ્ન થવામાં સમસ્યા

2/5
image

જો ઘરની કોઈ દીકરી ના લગ્ન નક્કી થવામાં સમસ્યા થતી હોય અને તેને સારો સંબંધ મળી રહ્યો ન હોય તો દર સોમવારે શિવ મંદિરમાં જઈને ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરતા શિવજીનો દૂધ અને જલથી અભિષેક કરવો અને પછી બીલીપત્ર અર્પણ કરવું. 

આર્થિક તંગી દૂર કરવાનો ઉપાય

3/5
image

જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ વધારે હોય તો શુક્રવારના દિવસે નવ વર્ષથી નાની ઉંમરની પાંચ કન્યાઓને ખીરનો પ્રસાદ ખવડાવો. આ ઉપાય સતત 21 શુક્રવાર સુધી કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થશે.

ઘરમાં સુખ શાંતિ માટે

4/5
image

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે અને માતા લક્ષ્મીના આશીર્વાદ રહે તો તમે કાળી ગાય પાળી શકો છો. જો આમ કરવું શક્ય ન હોય તો નિયમિત રીતે ગાયને સવારે અને સાંજે ઘરમાં બનેલી તાજી રોટલી ગોળ સાથે ખવડાવો. સાથે જ ગાયની સેવા કરો તેનાથી ઘરમાં બરકત રહે છે.

આર્થિક સંકટથી મુક્તિ મેળવવા

5/5
image

જો તમારા જીવનમાં આર્થિક સંકટ હોય તો શનિવાર અથવા તો મંગળવારના દિવસે પાણીવાળું નાળિયેર લેવું ત્યાર પછી તેને તમારા માથા ઉપરથી 21 વખત ઉતારો અને પછી કોઈ મંદિરમાં અથવા તો અગ્નિકુંડમાં પધરાવી દો. આમ કરવાથી તમારા જીવનની આર્થિક સમસ્યા દૂર થશે.