આ લક્ઝરી SUV છે બોલીવુડ સેલિબ્રિટીઝની પહેલી પસંદ, આ ટોપ ફીચર્સના તમે પણ બની જશો ફેન
Land Rover Defender Top Features: બોલીવુડ સેલિબ્રિટીઓ વચ્ચે એક લક્ઝરી એસયુવી ખુબ વધુ લોકપ્રિય છે. ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝને લેન્ડ રોવરની ડિફેન્ડર ખુબ પસંદ છે અને આકેટેગરીમાં હવે યુટ્યુબર અને એક્ટર ભુવન બામ પણ સામેલ છે. ભુવન બામે તાજેતરમાં Land Rover Defender ખરીદી છે. તેણે Defender 110 ને પણ પોતાના ગેરેજમાં સામેલ કરી છે. Land Rover Defender ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ પાસે છે, તેમાં સની દેઓલ, અમિતાભ બચ્ચન, સુનીલ શેટ્ટી, કરીના કપૂર ખાન સહિત ઘણી હસ્તિઓનું નામ સામેલ છે. ભુવન બામે જે Defender 110 ખરીદી છે, તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 97 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જાણો આ કારમાં શું ખાસ છે..
Land Rover Defender માં પાવરટ્રેન
આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં આવે છે. પેટ્રોલ વેરિએન્ટમાં 2 લીટર અને ડીઝલ વેરિએન્ટમાં 3 લીટરનું એન્જિન મળે છે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.
Defender માં સેફ્ટી
સેફ્ટી ફીચર્સ તરીકે આ કારમાં મલ્ટીપલ એરબેગ, ઈલેક્ટ્રોનિક ટ્રેક્શન કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ડાયનમિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે.
Defender ના ડાયમેન્શન
ડાયમેન્શનની વાત કરીએ તો આ કારમાં 3022 એમએસનું લાંબુ વ્હીલબેસ મળે છે. લેન્ડ રોવર ડિફેન્ડર 110ની લંબાઈ 5018 એમએમ, પહોળાઈ 2008 એમએમ અને ઉંચાઈ 1967 એમએમ છે. ખાસ વાત છે કે આ કાર 900 એમએમ ઉંડા પાણીમાં ઉતરી શકે છે.
Land Rover Defender ના ફીચર્સ
ઈન્ટીરિયર કારમાં 12.3 ઇંચની ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર, હેડ-અપ ડિસ્પ્લે, 10 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.
ડિફેન્ડરમાં એર સસ્પેન્શન
કંપનીએ આ કારમાં એર સસ્પેન્શન આપ્યું છે. તેની મદદથી ડ્રાઇવર ખતરનાક વિસ્તારમાં ચલાવવા માટે ઊંચાઈ પ્રમાણે ઘટાડી વધારી શકે છે. કાર ટેરેન રિસ્પોન્સ સિસ્ટમથી લેસ છે.
Trending Photos