વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ આ તારીખે થશે, જાણો સુતક લાગશે કે નહીં
ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યોતિષીઓનું કહેવું છે કે વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ 08 એપ્રિલે થશે, જો કે, તે ભારતમાં દેખાશે નહીં. ઉપરાંત, તેનો સુતક સમયગાળો પણ ભારતમાં માન્ય રહેશે નહીં.
આવતા વર્ષે એટલે કે 2024માં 4 ગ્રહણ થવાના છે. જેમાં 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે. આવતા વર્ષે પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે. આ દિવસોમાં પૂર્ણિમાની તિથિ હશે. વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ સોમવાર, 8 એપ્રિલ, 2024ના રોજ થશે.
2024નું પહેલું ગ્રહણ 25 માર્ચે થશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેનો સુતક કાળ પણ ભારતમાં ગણવામાં આવશે નહીં. આ ચંદ્રગ્રહણ કુલ 04 કલાક 36 મિનિટ સુધી ચાલશે.
વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે થવાનું છે. ખાસ વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ 04 કલાક 04 મિનિટ સુધી ચાલશે.
જ્યોતિષીઓનું કહેવું છે કે વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ 08 એપ્રિલે થશે, જો કે, તે ભારતમાં દેખાશે નહીં. ઉપરાંત, તેનો સુતક સમયગાળો પણ ભારતમાં માન્ય રહેશે નહીં.
જ્યોતિષીઓએ જણાવ્યું કે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ 02 ઓક્ટોબરે થશે. આશ્ચર્યની વાત એ છે કે આ પણ ભારતમાં દેખાશે નહીં. આ માટે સુતક માન્ય રહેશે નહીં.
Trending Photos