આ 5 પ્રાણી હોય છે ખુબ જ લકી, આ પ્રાણીઓને વ્હાલથી પાળશો તો હંમેશા ઘરમાં રહેશે સુખ-શાંતિ!
નવી દિલ્લીઃ વાસ્તુ શાસ્ત્રો મુજબ કેટલા પ્રાણીઓને પાળવા ખુબ જ શુભ હોય છે. આવા પશુ પક્ષીઓને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં ખુબ જ વધારો થાય છે. એવું માનવામાં આવે છે આવા પ્રાણીઓને પાળવાથી મુશ્કેલીઓમાં પણ ઘટાડો થાય છે. તો આવો જાણીએ કે ક્યાં 5 પ્રાણીઓ છે તમારા માટે લકી...
શ્વાન
શ્વાનને ભગવાન ભૈરવના સેવક તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે શ્વાનને પાળવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે. તો ધનવર્ષાનો રસ્તો પણ ખુલ્લી જાય છે. એટલું જ નહીં પણ શ્વાન પરિવાર પર આવનારી મુશ્કેલીઓ પણ પોતાના ઉપર લઈ લે છે.
મછલી
વાસ્તુ શાસ્ત્રો મુજબ મછલીને ઘરમાં રાખવી ખુબ જ શુભ હોય છે. મછલીને પાળવાથી ઘરની દારિદ્રતા દૂર થાય છે. મછલી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એમાં પણ ખાસ ઘરમાં સોનેરી રંગની માછલી રાખવી ખુબ જ શુભ મનાય છે. સાથે જ કાળા રંગની માછલીને ઘરમાં રાખવાથી તમારી પર આવનારના સંકટ ટળી જાય છે.
અશ્વ
વાસ્તુ શાસ્ત્ર મુજબ અશ્વને રાખવા ખુબ લકી હોય છે. અશ્વ ખુબ જ મહેનતુ અને સમજુ હોય છે. જો જીવિત અશ્વને પાળવું શક્ય નથી તો અશ્વનો ફોટો કે મૂર્તિ પણ ઘરમાં રાખી શકાય છે. જે તમારા માટે ખુબ જ લકી સાબીત થઈ શકે છે.
કાચબો
કાચબાને ઘરમાં રાખવું તે વાસ્તુ શાસ્ત્ર મુજબ સારા નસીબ સાથે જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કાચબાને ઘરમાં રાખવાથી તમારા દરેક કામ સફળ થઈ જાય છે. એટલું જ નહીં પણ કાચબાને ઘરમાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે તેવું માનવામાં આવે છે.
સસલું
વાસ્તુ શાસ્ત્રમાં સસલાને સુખ-સમુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. સસલાને ઘરમાં રાખવાથી નેગેટિવ ઉર્જાનો ખાત્મો થઈ જાય છે. સસલાને પાળવાથી ઘરમાં કાયમી આનંદનો માહોલ છવાયેલો રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE Media આ અંગે કોઈ પુષ્ટી કરતું નથી.)
Trending Photos