ક્યારેય બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરતા નહીં, નહીંતર કરવો પડશે કપરા સમયનો સામનો

નવી દિલ્લીઃ કેટલાક લોકોમાં બીજાની વસ્તુઓનું ભારે આકર્ષણ હોય છે. જે પોતાની વસ્તુ કરતા વધારે બીજાની વસ્તુઓનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ આદત તમારા માટે ખુબ જ હાનિકાર હોય છે. બીજાની વસ્તુના ઉપયોગથી તમે તમારા જીવનમાં મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છો.બીજાની વસ્તુઓમાં સાથે આવતી નકારાત્મ ઉર્જાથી તમારી પડતી શરૂ થઈ જાય છે. એટલે તો વાસ્તુ શાસ્ત્રમાં બીજાની માગેલી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો ઉલ્લેખ કરાયો છે.

વસ્ત્રો

1/5
image

વાસ્તુ શાસ્ત્ર મુજબ બીજાના કપડા પહેરવા તમારા માટે મુસીબત બની શકે છે. બીજાના કપડા પહેરવાથી તે વ્યક્તિની નકારાત્મક ઉર્જા તમારામાં આવે છે. જેનાથી તમને મોટાપાય નુકસાન થઈ શકે છે.આવું કરવું તમારા સ્વાસ્થય માટે પણ હાનિકાર હોય છે. બીજાના કપડા પહેરવાથી ચામડીના રોગ વધી શકે છે.

ઘડિયાળ

2/5
image

ઘડિયાળ માત્ર સમય જોવા માટે જ નથી હોતી. ઘડિયાળ સાથે તમારા જીવનનો સારો અને ખરાબ સમય પણ જોડાયેલો હોય છે. જેથી ક્યારે બીજાની ઘડિયાળ માગીને ના પહેરવી. આવું કરવાથી તમારો ખરાબ સમય શરૂ થઈ શકે છે.

પગરખાં

3/5
image

ચપ્પલ અને બુટ સહિતના પગરખાનો સિધો સંબંધ શની સાથે હોય તેવું માનવામાં આવે છે. બીજાના પગરખાં પહેરવાથી તેના શની દોષની અસર તમારા પર થાય છે. એટલા માટે બીજાના પગરખાં પહેરવાથી બચવું જોઈએ.

ઘરેણા

4/5
image

આજના સમયમાં ઘરેણાં પહેરવાનો મહત્વ ખુબ છે. ખાસ કરીને મહિલોમાં ઘરેણાંનું ખુબ આકર્ષણ હોય છે. પરંતુ ક્યારે બીજાને તમારા ઘરેણાં પહેરવા માટે ના આપવા જોઈએ. અને ક્યારેય કોઈના ઘરેણા તમારે ના પહેરવા જોઈએ. નહીં તો આની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે.

બોલપેન

5/5
image

વાસ્તુ શાસ્ત્રમાં કોઈની પણ પેનનો ઉપયોગ ના કરવાનું કહેવામાં આવ્યું છે. બીજાની પેનનો ઉપયોગ કરવો અથવા બીજાને ઉપયોગ માટે પેન આપવાથી કરિયર, વ્યાપાર અને આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે. (Disclaimer: નોંધ- અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારી છે. ZEE મીડિયા આની પુષ્ટી નથી કરતું)